Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

GONDAL : ટ્રક હડફેટે ચડેલા માસૂમ બાળકનું પિતાની નજર સામે નીપજ્યું કરૂણ મોત

અહેવાલ - વિશ્વાસ ભોજાણી  ગોંડલના ઘોઘાવદર ચોકથી રેતીચોક તરફ જતા રોડ પર સાંઢ માફક ધસી આવેલા ટ્રક ચાલકે ત્રણ વર્ષના માસુમ બાળકને હડફેટે લેતા ટ્રકના પાછળના ટાયરના જોટામાં આવી જવાથી ગંભીર ઇજાને કારણે બાળકનું કરૂણ મોત નિપજ્યુ હતુ. સાંજના સુમારે...
gondal   ટ્રક હડફેટે ચડેલા માસૂમ બાળકનું પિતાની નજર સામે નીપજ્યું કરૂણ મોત
અહેવાલ - વિશ્વાસ ભોજાણી 
ગોંડલના ઘોઘાવદર ચોકથી રેતીચોક તરફ જતા રોડ પર સાંઢ માફક ધસી આવેલા ટ્રક ચાલકે ત્રણ વર્ષના માસુમ બાળકને હડફેટે લેતા ટ્રકના પાછળના ટાયરના જોટામાં આવી જવાથી ગંભીર ઇજાને કારણે બાળકનું કરૂણ મોત નિપજ્યુ હતુ.
Image preview
સાંજના સુમારે રેતીચોક તરફથી પૂરપાટવેગે આવી રહેલા GJQ4X  5769 નંબરના ટ્રકચાલકે રોડ પાસે રમી રહેલા વિવાન સુનિલભાઇ ગણાવા ઉ.3 ને હડફેટે લેતા માસુમનુ ઘટનાસ્થળે મોત નિપજયું હતું. અકસ્માતને લઈને ગોંડલ શહેર પોલીસ ઘટના સ્થળે પોહચી હતી અને માસૂમ બાળકના મૃતદેહને પી.એમ.અર્થે ગોંડલ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. મૃતક વિવાનના પિતા સુનિલભાઇ મુળ દાહોદના અને હાલ ગોંડલ મોવિયા રોડ પર આવેલા સિમેન્ટના કારખાનામા મજુરીકામ કરે છે, સંતાનમા બે પુત્રો જેમા મૃતક નાનો હતો સમગ્ર બનાવ અંગે સીટી પીએસઆઇ ગોયલે તપાસ હાથ ધરી છે.
Advertisement
Tags :
Advertisement

.