Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

GODHRA : તબીબ પોતાના શોખને કારણે જાણીતા બન્યા, દવાની સાથે સાથે પાણીપુરી પીરસી રહ્યા

અહેવાલ : નામદેવ પાટીલ ગોધરા ખાતે એક અનોખા ડોકટર પોતાના અનોખા શોખ ને કારણે જાણીતા બન્યા છે.આમ તો પાણી પુરી એ પેટના રોગોને આમંત્રણ આપતો ખોરાક કહેવાય છે, પરંતુ ગોધરા  નજીક એક તબીબ દવા ની સાથે સાથે પાણીપુરી પણ પીરસી...
godhra   તબીબ પોતાના શોખને કારણે જાણીતા બન્યા  દવાની સાથે સાથે પાણીપુરી પીરસી રહ્યા
અહેવાલ : નામદેવ પાટીલ
ગોધરા ખાતે એક અનોખા ડોકટર પોતાના અનોખા શોખ ને કારણે જાણીતા બન્યા છે.આમ તો પાણી પુરી એ પેટના રોગોને આમંત્રણ આપતો ખોરાક કહેવાય છે, પરંતુ ગોધરા  નજીક એક તબીબ દવા ની સાથે સાથે પાણીપુરી પણ પીરસી રહ્યા છે. જેઓ દર્દીઓના સ્વાસ્થ્યની સેવા દવાઓ આપી સાથે સાથે પાણીપુરી ખવડાવી અને ચા પીવડાવીને કરી રહ્યા છે. લોકોને સ્વચ્છતાનું પ્રાધાન્ય આપવા અને હોમીઓપેથીકના પ્રચાર પ્રસાર માટે અનોખું સ્ટાર્ટઅપ શરૂ કર્યું છે.
Image preview
અહીં જ્યાં ડોક્ટર પોતે પોતાની પ્રેક્ટિસ કર્યા બાદ ડોક્ટર ટી સ્પોટ અને પાણીપુરીની દુકાન પર આવી જાય છે. આ તબીબ પાણી પુરી અને ચા નો વ્યવસાય કમાણી કરી લેવાના આશય સાથે નથી કરી રહ્યા પરંતુ પાણીપુરી રસિયાઓને આરોગ્યપ્રદ પાણીપુરી ખવડાવવાના ભાવ સાથે આ વ્યવસાય સાથે સંકળાયા છે અને શહેરીજનો સાથે સાથે આવતા જતા મુસાફરો પણ પાણીપૂરીના શૌકીન બની રહ્યા છે.
Image preview
પોતાની પાસે ડીગ્રી હોવા છતાં પણ એક સામાન્ય માણસ બની પોતાના ટેલેન્ટને યોગ્ય રીતે જાહેર જીવનમાં લાવી જન ઉપયોગી બનવાનું જીવંત ઉદારહણ પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે રહેતા અને મોરવા હડફ ખાતે દવાખાનું ચલાવતા ડો.મહેન્દ્ર સિંહ પરમાર બન્યા છે. તેઓ પોતે હોમીઓપેથીક તબીબ છે અને છેલ્લા 17 વર્ષથી તબીબી ક્ષેત્ર સાથે જોડાયેલા છે. દરમિયાન તેઓ પાસે આવતા દર્દી ઓની કેટલીક તકલીફ અને પોતાને પાણીપુરી ખાવાનો શોખ આ બંને બાબતને સમજી તેઓએ પોતે જ જાહેર જનતાને આરોગ્યપ્રદ પાણી પુરી ખવડાવવા માટે ગોધરા નજીક આવેલા પરવડી બાયપાસ ઉપર દુકાન ભાડે લઇ શરૂઆત કરી છે.
Image preview
પાણી પુરી અને ચા ની આ દુકાન ખાતે ડોકટર્સનું બોર્ડ લગાડવામાં આવ્યું છે. જે અહીંથી પસાર થતા સૌ માટે આકર્ષણ નું કેન્દ્ર બની રહ્યું છે.સામાન્ય રીતે તબીબના બોર્ડમાં ડીગ્રી જોવા મળતી હોય છે, ત્યારે અહીં ચા અને પાણી પુરીનું લખાણ જોવા મળતાં સૌ અચૂક મુલાકાત લેતાં હોય છે અને ડૉ.મહેન્દ્ર ભાઈ દ્વારા બનાવી પીરસવામાં  આવતી ચા અને પાણી પુરીનો સ્વાદ માણી રહ્યા છે. ડો મહેન્દ્રસિંહના જણાવ્યા મુજબ તેઓએ આ વ્યવસાય શરૂ કરવા પાછળનો આશય નાણાં કમાઈ લેવાનો નથી પરંતુ પોતાના સમયનો સદ્દઉપયોગ કરી હોમીઓપેથીક સારવાર અંગેની જાગૃતિ લાવવાનો છે. જોકે હાલ તો તબીબ દ્વારા બનાવવામાં આવતી ચા અને પાણી પુરીની શુધ્ધતા અને સ્વાદ ને લઈ અહીંથી પસાર થતા સૌ લઈ રહ્યા છે.
Advertisement
Tags :
Advertisement

.