Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગોધરા: રાજ્ય કક્ષાનો રોલ પ્લે અને લોક નૃત્ય સ્પર્ધાનું આયોજન

અહેવાલ : નામદેવ પાટીલ, પંચમહાલ ગોધરાના અંબાલી ડાયેટ ભવન ખાતે રાજ્ય કક્ષાનો રોલ પ્લે અને લોક નૃત્ય સ્પર્ધા તેમજ જીલ્લા કક્ષાનો ગણિત,વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. કેબિનેટ શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોરના અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં શિક્ષણ મંત્રીએ વિદ્યાર્થીઓમાં...
ગોધરા  રાજ્ય કક્ષાનો રોલ પ્લે અને લોક નૃત્ય સ્પર્ધાનું આયોજન

અહેવાલ : નામદેવ પાટીલ, પંચમહાલ

Advertisement

ગોધરાના અંબાલી ડાયેટ ભવન ખાતે રાજ્ય કક્ષાનો રોલ પ્લે અને લોક નૃત્ય સ્પર્ધા તેમજ જીલ્લા કક્ષાનો ગણિત,વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. કેબિનેટ શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોરના અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં શિક્ષણ મંત્રીએ વિદ્યાર્થીઓમાં છુપાયેલા કલા કૌશલ્યને બહાર લાવવા શિક્ષકોને અનુરોધ કરતાં જણાવ્યું હતું કે સરકાર દ્વારા તમામ શાળાઓમાં સંગીતના સાધનો ફાળવવામાં આવ્યા છે જેનો ઉપયોગ કરો.

આપણે સાઇલેન્ટ મ્યુઝિકના સહારે એટલે યુટ્યુબ સહિતનો ઉપયોગ કરીએ છીએ જેના સ્થાને આપણા જ બાળકો સંગીતના સાધનોનો ઉપયોગ કરી અભિનય કરે એવા પ્રયાસો શરૂ કરી દેવાની બાબત ઉપર ભાર મુક્યો હતો. આ ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન કાર્યક્રમમાં જીલ્લા માંથી ૮૦ કૃતિઓ ૧૬૦ બાળ વૈજ્ઞાનિકો દ્વારા રજૂ કરવામાં આવી છે. જયારે રાજયકક્ષાના રોલ પ્લે અને લોક નૃત્ય સ્પર્ધામાં રાજ્યના સાત ઝોનમાં સમાવિષ્ટ જિલ્લા માંથી ૩૫ ટીમ હાલ ભાગ લઈ રહી છે. જેનાબાદ વિજેતા ટીમ રાષ્ટ્રીય કક્ષાએ ભાગ લેશે.

Advertisement

આ પ્રસંગે ધારાસભ્ય સી કે રાઉલજીએ પોતાના પ્રસંગોચિત્ત ઉદ્દબોધનમાં મારે શું અને મને શું વાક્યને વિસ્તાર પૂર્વક ફરી એકવાર દોહરાવ્યું હતું.  અને શિક્ષકની ફરજ અંગે જણાવ્યું હતું . તેઓએ શિક્ષણ અને શિક્ષક ના મૂલ્ય ને ખૂબ ઉંચેરુ હોવાનું જણાવ્યું હતું સાથે વિદ્યાર્થીઓને માતા પિતાને દરરોજ પગે લાગવાની ટેવ કેળવવા અનુરોધ કર્યો હતો.

આ પણ વાંચો - Gandhinagar: શ્રીમદ્ ભાગવત કથાનો ભક્તિભાવપૂર્ણ શુભારંભ

Advertisement

Tags :
Advertisement

.