Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gir Somnath: વહીવટી તંત્રનું મેગા ડિમોલિશન; ગેરકાયદેસર બાંધકામો કરાયા ઢેર, 36 બુલડોઝર અને 70 ટ્રેક્ટર તૈનાત

ગીર સોમનાથના ઈતિહાસમાં સૌથી મોટું ડિમોલિશન વહેલી સવારથી જ તંત્ર દ્વારા દબાણની કામાગીરી હાથ ધરાઈ એક ધાર્મિક સ્થળ પરથી 70 જેટલા લોકોની અટકાયત કરાઈ ડિમોલિશન સ્થળ પર લોકોને જવા પર પ્રતિબંધ Gir Somnath: ગુજરાત પ્રશાસન દ્વારા અવૈધ નિર્માણો સામે...
gir somnath  વહીવટી તંત્રનું મેગા ડિમોલિશન  ગેરકાયદેસર બાંધકામો કરાયા ઢેર  36 બુલડોઝર અને 70 ટ્રેક્ટર તૈનાત
  1. ગીર સોમનાથના ઈતિહાસમાં સૌથી મોટું ડિમોલિશન
  2. વહેલી સવારથી જ તંત્ર દ્વારા દબાણની કામાગીરી હાથ ધરાઈ
  3. એક ધાર્મિક સ્થળ પરથી 70 જેટલા લોકોની અટકાયત કરાઈ
  4. ડિમોલિશન સ્થળ પર લોકોને જવા પર પ્રતિબંધ

Gir Somnath: ગુજરાત પ્રશાસન દ્વારા અવૈધ નિર્માણો સામે કાર્યવાહીના પગલા લેવામાં આવી રહ્યાં છે. Gir Somnath માં ગત રાત્રીએથી લગભગ 36 બોલ્ડોઝરો આ અવૈધ નિર્માણોને ધ્વસ્ત કરવાના કામે લાગેલા છે. એટલું જ નહીં પરંતુ તેનો કાટમાળ દૂર કરવા માટે 70 જેટલા ટ્રેક્ટર-ટ્રોલીઓ પણ સાથે રાખવામાં આવી છે. વિગતો એવી સામે આવી રહીં છે કે, સોમનાથ વિકાસ પ્રોજેક્ટમાં આ સ્થળનો ઉપયોગ કરવામાં આવશે. સોમનાથ મંદિરના પાછળના ભાગમાં ઘણા અવૈધ નિર્માણો કરવામાં આવ્યાં હતા જેને દૂર કરવા માટે પ્રશાસનની ટીમ પહોંચી છે. નોંધનીય છે કે, ગીર સોમનાથના ઈતિહાસમાં સૌથી મોટું ડિમોલિશન થઈ રહ્યું છે.

Advertisement

આ પણ વાંચો: Delhi : રાજધાનીમાં પિતાએ પોતાની 4 દીકરીઓને ઝેર પીવડાવી મોતને કર્યું વ્હાલું

આ કામગીરી દરમિયાન 1200 પોલીસ જવાનો બંદોબસ્તમાં ગોઠવાયા

આજે વહેલી સવારથી દબાણો દુર કરવાની પ્રક્રિયા હાથ ધરી દેવામાં આવી છે. પાંચ ત્રણ જેટલા ધાર્મિક સ્થળો સહિતના દબાણો દૂર કરાયા છે. મહત્વની વાત એ છે કે, મેગા ડિમોલિશન દરમિયાન જિલ્લા કલેક્ટર, IGP, 3 SP, 6 DySP અને 50 PI-PSI બંદોબસ્તમાં હતા . આ સાથે સાથે દબાણની કામગીરી દરમિયાન 1200 પોલીસ જવાનોને પણ બંદોબસ્તમાં રાખવામાં આવ્યાં હતા. વહેલી સવારથી જ તંત્ર દ્વારા દબાણની કામાગીરી હાથ ધરાઈ છે.

Advertisement

આ પણ વાંચો:Danta તાલુકામાં બાળકો જીવના જોખમે શાળાએ જવા મજબૂર, નદીના પ્રવાહમાં ફસાતા સ્થાનિકોએ કર્યું રેસ્ક્યુ

એક ધાર્મિક સ્થળ પરથી 70 જેટલા લોકોની અટકાયત કરાઈ

આ કામગીરીમાં બાધા બનેલ એક ધાર્મિક સ્થળ પરથી 70 જેટલા લોકોની અટકાયત પણ કરવામાં આવી છે. નોંધનીય છે કે, મેગા ડિમોલિશનમાં 05 હિટાચી મશીન, 30 જેસીબી, 50 ટ્રેકટર, 10 ડમ્પર સહિતની મશીનરીનો ઉપયોગમાં લેવામાં આવી છે. આ સાથે ડિમોલિશન સ્થળ પર લોકોને જવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. એટલું જ નહીં પરંતુ સોમનાથ સર્કલ અને ભીડીયા સર્કલ પરથી આવર-જવરને પણ બંધ કરી દેવામાં આવી છે.

Advertisement

આ પણ વાંચો: Jamnagar: આધુનિય યુગમાં આવું દૂષણ! અંધશ્રદ્ધાથી પ્રેરાઈને માતાજીને ચઢાવ્યું મરઘીનું લોહી

Tags :
Advertisement

.