Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Surat: ‘ગરબા પર રાજનીતિ ન થવી જોઇએ’ ગેનીબેન ઠાકોરના ગરબાના નિવેદન પર ખેલૈયાઓમાં રોષ

સાંસદ ગેનીબેન ઠાકોર પર સુરતીઓના આકરા પ્રહાર ગરબા પર રાજનીતિ ન થવી જોઇએ: ખેલૈયા નવરાત્રી ગુજરાતીઓનો મુખ્ય તહેવાર છે: ખેલૈયા Surat: ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગરબા રમવા માટે 5 પાંચ વાગ્યા સુધીની છુટ આપવાની વાત કહીં હતી. જેથી...
surat  ‘ગરબા પર રાજનીતિ ન થવી જોઇએ’ ગેનીબેન ઠાકોરના ગરબાના નિવેદન પર ખેલૈયાઓમાં રોષ
  1. સાંસદ ગેનીબેન ઠાકોર પર સુરતીઓના આકરા પ્રહાર
  2. ગરબા પર રાજનીતિ ન થવી જોઇએ: ખેલૈયા
  3. નવરાત્રી ગુજરાતીઓનો મુખ્ય તહેવાર છે: ખેલૈયા

Surat: ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગરબા રમવા માટે 5 પાંચ વાગ્યા સુધીની છુટ આપવાની વાત કહીં હતી. જેથી તેમના આ નિવેદનને લઈને ગેનીબેનનું પણ એક નિવેદન સામે આવ્યું હતું. ખાસ કરીને વાત કરવામાં આવે તો, ગેનીબેને કહ્યું કે, રાત્રે 12 વાગ્યા સુધીની જે છૂટ હતી તે યોગ્ય હતી. મતલબ મોડા સુધી ગરબા રમવા માટે છૂટ આપવામાં આવી તેના વિરોધમાં નિવેદન આપ્યું હતું.જો કે, અત્યારે સુરતીઓએ ગેનીબેનના એ નિવેદન સામે આકરા પ્રહાર કાર્યા છે. નોંધનીય છે કે, ગેનીબેન ઠાકોરના ગરબાના નિવેદન પર ખેલૈયાઓમાં રોષ જોવા મળ્યો હતો.

Advertisement

આ પણ વાંચો: Garba permission:ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન,ગુજરાતમાં નહીં તો શું પાકિસ્તાનમાં જઇને ગરબા રમવા?

સાંસદ ગેનીબેન ઠાકોર પર સુરતીઓએ આકરા પ્રહાર કર્યા

ખાસ કરીને વાત કરવામાં આવે તો, સાંસદ ગેનીબેન ઠાકોર પર સુરતીઓએ આકરા પ્રહાર કર્યા હતાં. ગરબા ખેલૈયાઓએ કહ્યું છે કે, ગરબામાં રાજનીતિ ન આવી જોઈએ. નવરાત્રી ગુજરાતીઓનો મુખ્ય તહેવાર છે અને આ તહેવાર વર્ષે એકવાર આવે છે. વધુમાં ખેલૈયાઓએ જણાવ્યું કે, ‘દુનિયાભરના લોકો દ્વારા ગુજરાતીઓના ગરબાની પ્રશંસા થાય છે, જે આપણા સંસ્કૃતિનો આવાસ છે.’ Surat ના ગરબા ખેલૈયાઓએ ગેનીબેનના નિવેદનનો વિરોધ કર્યો છે.

Advertisement

આ પણ વાંચો: Gujarat: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે માણસામાં 244 કરોડના ખર્ચે 425 બેડની હોસ્પિટલનું ખાતમુહૂર્ત કર્યું

ખેલૈયાઓએ રાજ્ય સરકારના નિર્ણયનું સ્વાગત કર્યું

આ સાથે રાજ્ય સરકારના નિર્ણયોનું સ્વાગત કરતાં ખેલૈયાએ કહ્યું કે, ગુજરાતમાં મહિલાઓ સુરક્ષિત છે અને શહેર પોલીસ લોકોની સલામતી માટે પ્રતિબદ્ધ છે. તેમણે રાત્રે 12 વાગ્યા સુધી ગરબા રમવાની છૂટને યોગ્ય ગણાવી.નોંધનીય છે કે, ગૃહ રાજ્યમંત્રીએ પણ જ્ઞાની રીતે મોડે સુધી ગરબા રમવાની વાત કરી છે. તેઓ આ તહેવારને ભવ્યતા અને આનંદ સાથે ઉજવવા માટે સમર્પિત છે, જેથી દરેક ખેલૈયા ખુશીઓ અને સંતોષ અનુભવી શકે.

Advertisement

આ પણ વાંચો: Navratri 2024: બીજા નોરતે અંબાજી મંદિરમાં જામી ભક્તોની ભીડ, ચાચર ચોકમાં બોલાવી ગરબાની રમઝટ

Tags :
Advertisement

.