Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ગેંગસ્ટર Lowrence Bishnoi ને કચ્છની કોર્ટમાં મંગળવારે રજૂ કરાશે

અહેવાલ - કૌશિક છાયા, ક્ચ્છ કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇને (Lowrence Bishnoi) કચ્છમાં લઇ આવવામાં આવશે. માદક દ્રવ્યોના કેસમાં બિશ્નોઇ ગેંગનું કચ્છ કનેક્શન હોવાને પગલે ગુજરાત એટીએસ (Gujarat Anti-Terrorist Squad - ATS) દ્વારા સોમવારે પટિયાલા હાઉસ કોર્ટમાં (Delhi’s Patiala House Court)...
12:02 AM Apr 25, 2023 IST | Viral Joshi

અહેવાલ - કૌશિક છાયા, ક્ચ્છ

કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇને (Lowrence Bishnoi) કચ્છમાં લઇ આવવામાં આવશે. માદક દ્રવ્યોના કેસમાં બિશ્નોઇ ગેંગનું કચ્છ કનેક્શન હોવાને પગલે ગુજરાત એટીએસ (Gujarat Anti-Terrorist Squad - ATS) દ્વારા સોમવારે પટિયાલા હાઉસ કોર્ટમાં (Delhi’s Patiala House Court) તેને ટ્રાન્ઝિટ વોરંટથી ગુજરાત લઇ જવા માટે અરજી કરવામાં આવી હતી.

ચાંપતો બંદોબસ્ત

જેને કોર્ટે ગ્રાહ્ય રાખવાને પગલે ગુજરાત પોલીસના ચેતક કમાન્ડો ફોર્સની એક ખાસ ટુકડી અમદાવાદ ખાતે લઇ આવવા રવાના થઈ હતી. બિશ્નોઇ અને તેની ગેંગ ખતરનાક કામ કરવા માટે કુખ્યાત હોવાને પગલે લોરેન્સ બિશ્નોઈને વિડિઓ કોન્ફ્રન્સના માધ્યમથી હાજર રાખવામાં આવ્યો હતો. અને એટલે જ ગુજરાત પોલીસ પણ લોરેન્સને ગુજરાતમાં અને કચ્છમાં લાવતી વેળાએ ચાંપતો બંદોબસ્ત ભારે ગુપ્તતા સેવી રહી છે.

બિશ્નોઇ ગેંગનું કચ્છ કનેક્શન

બિશ્નોઇની ટ્રાન્ઝિટ રિમાન્ડ એપ્લિકેશન વેળાએ ગુજરાત ATS દ્વારા કોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી કે, વર્ષ 2022માં ગુજરાતમાંથી, ખાસ કરીને કચ્છના પોર્ટ અને દરિયા કાંઠેથી મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ માદક પદાર્થને પાકિસ્તાનથી ભારતમાં કચ્છ થઈને લાવવામાં આવ્યું હતું. જેમાં ATS દ્વારા છ વ્યક્તિને ઝડપી પણ લેવામાં આવ્યા હતા.

નલિયા અથવા ભુજની કોર્ટમાં રજુ કરવામાં આવે તેવી સંભાવના

આ કેસના તાર બિશ્નોઇ ગેંગ સાથે જોડાયેલા છે. અને તેમાં તેની તપાસ કરવી જરૂરી હોવાને પગલે તેના રિમાન્ડ મેળવવા માટે બિશ્નોઇને કચ્છ લાવીને નલિયા અથવા ભુજ કોર્ટમાં રજુ કરવામાં આવશે. ખતરનાક ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇ અને તેની ગેંગના સભ્યો હજુ પણ સક્રિય હોવાને કારણે ગુજરાત પોલીસ બિશ્નોઈને અહીં લાવતી વેળાએ ખુબ જ ચાંપતો બંદોબસ્ત રાખી રહી છે. તેની મુવમેન્ટ અંગે પણ ભારે ગુપ્તતા રાખવામાં આવી રહી છે. મંગળવારે બપોર પછી લોરેન્સ બિશ્નોઈને નલિયા અથવા ભુજની કોર્ટમાં રજુ કરવામાં આવે તેવી સંભાવના છે. જયાં તેના રિમાન્ડ માનવામાં આવશે.

ક્ચ્છમાંથી લોરેન્સના પાંચ ગેંગસ્ટર ઝડપાઇ ચુક્યા છે

ક્ચ્છમાંથી લોરેન્સના પાંચ ગેંગસ્ટર ઝડપાઇ ચુક્યા છે ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની ટીમનાં પાંચ ખતરનાક ગેંગસ્ટરને પોલીસે ક્ચ્છમાંથી અલગ અલગ જગ્યા અને સમયે ઝડપી લીધા હતા. જેને પગલે સરહદી કચ્છમાં પણ બિશ્નોઇ ગેંગની હાજરી હોવાનું વર્ષ 2022માં બહાર આવ્યું હતું. પ્રસિદ્ધ ગાયક સિદ્ધુ મુસેવાલાની હત્યા અંગે દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ દ્વારા જણાવાયું હતું કે, ગાયક અને કોંગ્રેસ નેતા સિદ્ધુ મુસેવાલા પર મનપ્રીત મન્નુ નામના વ્યક્તિએ ગોળીબાર કર્યો હતો. ત્યારપછી પાંચ વધુ શૂટરોએ તેમના પર ગોળીબાર કર્યો હતો.

સિદ્ધુ મુસેવાલાની હત્યામાં બે ટોળકી સામેલ હતા જેમનો કેનેડા સ્થિત ગેંગસ્ટર ગોલ્ડી બરાડી સાથે સીધો સંપર્ક હતો. આ કેસમાં પોલીસે 6 શૂટરોની ઓળખ કરી લીધી હતી. આ કેસમાં કચ્છમાંથી ઝડપાયેલા ત્રણની ધરપકડ કરી હતી, જેમાંથી બે મુખ્ય શૂટર હતા. અને તેમણે મુસેવાલા ઉપર ગોળી ચલાવી હતી. કચ્છથી જેમની ધરપકડ કરવામાં આવી હતી તેવા ત્રણ શૂટરો પાસેથી આઠ ગ્રેનેડ, 9 ઇલેક્ટ્રિક ડિટોનેટર, 3 પિસ્તોલ (50 રાઉન્ડ) અને એક એસોલ્ટ રાઇફલ પણ મળી આવી હતી.

આ પણ વાંચો : વર્ષ 2016નાં સરદારનગરના ચકચારી હત્યા કેસમાં પાંચ આરોપીને આજીવન કેદ

Tags :
BhujGangster Lawrence BishnoiGujarat ATSKutch court
Next Article