Gandhinagar News : માણસામાં મેઘો મહેરબાન, અસગ્રસ્તોની વ્હારે આવ્યા ધારાસભ્ય જે.એસ.પટેલ
સમગ્ર ગુજરાતના જિલ્લામાં હાલ ભારે અથવા તો સામાન્ય વરસાદ પડી રહ્યો છે. ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદ છે. જેના કારણે સામાન્ય લોકોની સ્થિતિ કફોડી બની છે. જેથી માણસાના ધારાસભ્ય જે.એસ.પટેલ તત્કાલ અસરગ્રસ્તોની વ્હારે પહોંચી ગયા હતા. અને તેમના માટે ભોજન સહિતની વ્યવસ્થાનો પ્રબંધ કર્યો હતો.
જણાવી દઈએ કે, માણસા વિસ્તારમાં અત્યાર સુધીમાં 8 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. વરસાદના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. તો બીજી બાજુ માણસાના ધારાસભ્ય પણ લોકોની મદદે આવી પહોંચ્યા હતા અને અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી હતી. માણસાના ધારાસભ્ય જે.એસ.પટેલે અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી સાથે જ અસરગ્રસ્ત લોકોને તખતપુરા હોલ (માણસા નગરપાલિકા) ખાતે ખસેડ્યા અને સૌ લોકો માટે ભોજનની સગવડ કરી હતી. આ કામ દરમિયાન ગાંધીનગર જિલ્લા પ્રમુખ અનિલભાઈ પટેલ પણ હાજર રહ્યા હતા.
કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાના સમાચાર પણ મળી રહ્યા છે. તો હવામાન વિભાગની આગાહી અનુસાર, હજુ પણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાતમાં વરસાદનું જોર રહે તેવી શક્યતા છે. છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં ચોમાસું જામ્યું છે અને કેટલીક જગ્યાએ ધોધમાર પણ પડી રહ્યો છે.
આ સિવાય પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠામાં ઓરેન્જ એલર્ટ રહી શકે છે. આ સિવાય આગામી 2-3 દિવસ માટે માછીમારોને ભારે પવન અને દરિયો તોફાની રહેવાના કારણે ચેતવણી આપવામાં આવી છે અને દરિયો ખેડવાની મનાઈ કરવામાં આવી છે. હવામાન વિભાગે આગામી 24 કલાકમાં સૌરાષ્ટ્ર કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે અને ઉત્તર ગુજરાતમાં પણ ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે. જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણામાં પણ ભારે વરસાદ થવાની શક્યતાઓ છે.
આ પણ વાંચો : Surat News : બારડોલીમાં દીપડીના બચ્ચાનું માતા સાથે સુખદ મિલન, CCTV સામે આવ્યા