Gandhinagar : ભારતના પુશ અપ મેન રોહતાસ ચૌધરી 9 નવેમ્બરે પાકિસ્તાનનો રેકોર્ડ તોડશે
- 9 મી નવેમ્બરે પુશ અપ મેન ઓફ ઇન્ડિયા રોહતાસ ચૌધરી પાકિસ્તાનનો રેકોર્ડ તોડશે (Gandhinagar)
- 27 કિલો વજન સાથે એક પગ પર 534 પુશ અપનો પાકિસ્તાનનો વિશ્વ રેકોર્ડ તોડશે
- આ રેકોર્ડ દેશનાં સફળ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સમર્પિત : રોહતાસ ચૌધરી
ગુજરાતનાં પાટનગર ગાંધીનગરનાં (Gandhinagar) સેક્ટર-17 માં આવેલા ટાઉન હોલ ખાતે 9 મી નવેમ્બર, 2024 નાં રોજ પુશ અપ મેન ઓફ ઇન્ડિયા (Pushup man of India) રોહતાસ ચૌધરી પાકિસ્તાનનો પુશ અપ રેકોર્ડ તોડશે. 27 કિલો વજન સાથે એક પગ પર 534 પુશ અપનો પાકિસ્તાનનો (Pakistan) વિશ્વ રેકોર્ડ છે.
આ પણ વાંચો - Jalaram Bapa Jayanti : રાજકોટમાં 225 કિલોની કેક કપાઈ, જામનગરમાં જ્ઞાતિ ભોજન, મેડિકલ કેમ્પનું આયોજન
રોહતાસ ચૌધરી પાકિસ્તાનનો પુશ અપ વિશ્વ રેકોર્ડને તોડશે
ગાંધીનગરમાં Gandhinagar) આવેલા ટાઉન હોલ ખાતે 9 મી નવેમ્બર, 2024 ના રોજ પુશ અપ મેન ઓફ ઇન્ડિયા રોહતાસ ચૌધરી (Rohtash Chaudhary) ફરી એકવાર દેશનું ગૌરવ વધારશે. રોહતાસ ચૌધરી પાકિસ્તાનનો પુશ અપ વિશ્વ રેકોર્ડને તોડશે, જે 27 કિલોનાં વજન સાથે એક પગ પર 534 પુશ અપનો છે. જણાવી દઈએ કે, 13 જાન્યુઆરીએ રોહતાસ ચૌધરીએ 37 કિલો વજન સાથે સ્પેનનાં (Spain) પુશ અપમેનને હરાવ્યો હતો. 537 પુશ અપ્સનાં રેકોર્ડને તોડીને તેમણે 743 પુશ અપ્સનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો.
આ પણ વાંચો - Gandhinagar : ભ્રષ્ટ અધિકારીઓ સામે 'દાદા' સરકારની લાલ આંખ! વધુ 2 સરકારી કર્મીઓને ફરજિયાત નિવૃત્તિ
આ રેકોર્ડ દેશનાં સફળ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સમર્પિત : રોહતાસ ચૌધરી
ભારતનાં નામે આ વર્લ્ડ રેકોર્ડ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં (Guinness Book of World Records) નોંધાયેલ છે. તેમણે આ વર્લ્ડ રેકોર્ડ દિલ્હી પોલીસને સમર્પિત કર્યો હતો. દિલ્હી પોલીસે (Delhi Police) કોરોનાનાં સમયગાળા દરમિયાન પોતાનો જીવ જોખમમાં મૂકીને લોકોનાં જીવ બચાવ્યા હતા. ભારત તરફથી રોહતાસ ચૌધરીને (Rohtash Chaudhary) રેકોર્ડ તોડવા માટે સમગ્ર દેશનાં આશીર્વાદ મળી રહ્યા છે. રોહતાસ ચૌધરીએ કહ્યું કે આ રેકોર્ડ દેશનાં સફળ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને (PM Narendra Modi) સમર્પિત છે. આ ઐતિસાહિક પ્રસંગનાં સાક્ષી બની સહભાગી થવા ભાવભર્યું આમંત્રણ આપવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે શ્રી અજયભાઈ એચ. પટેલ (Mr. Ajaybhai H.Patel), સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ, ઇન્ડિયન ઓલિમ્પિક એસો. ચેરમેન, ધી અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કો-ઓ. બેંક લિ., ચેરેમેન, ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી (ગુજરાત) હાજર રહેશે.
આ પણ વાંચો - Amreli : કાર ખરીદ્યા બાદ પ્રતિષ્ઠા, પ્રગતિ મળી! જૂની થતાં 'લકી' કારને ખેડૂત પરિવારે આપી અનોખી વિદાય