પૂર્વ મંત્રી અને વરાછાના ધારાસભ્ય હડાદ ખાતે માનતા પૂરી કરવા આવ્યા...
અહેવાલ - શક્તિસિંહ રાજપુત,અંબાજી
શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. હાલમા દિવાળીનો ઉત્સવ પર્વ ચાલી રહ્યાં છે,ત્યારે શક્તિપીઠ અંબાજી મંદિરમાં માંઇ ભક્તોનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે. ત્યારે આજે દેવ ઉઠી અગિયારસ છે અને આજની લગ્નની સીઝન શરુ થઇ રહી છે. ત્યારે માંઇ ભક્તો ધજા અને હવન પૂજન કરાવી રહ્યાં છે.
રાજ્ય સરકારમાં આરોગ્ય મંત્રી તરીકે પોતાની ફરજ નિભાવી
આજે સુરત વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણી જેઓ પહેલા રાજ્ય સરકારમાં આરોગ્ય મંત્રી તરીકે પોતાની ફરજ નિભાવી છે. અને આજે તેઓ અંબાજી માતાજીના દર્શન કર્યા હતા. અંબાજી મંદિરમાં તેમને અન્નકુટ આરતીમાં પણ ભાગ લીધો હતો. સાથે જ ગબ્બર ખાતે પણ આરતીમાં પણ જોડાયા હતા.
કુમાર કાનાણીએ અને અંબાજી મંદિરમાં દર્શન કર્યા
આજે સવારે કુમાર કાનાણી અંબાજી મંદિરમાં દર્શન કરવા માટે પહોંચ્યા હતા. ત્યારબાદ માતાજીની ગાદી પર જઈને ભટ્ટજી મહારાજ પાસે રક્ષા કવચ બંધાવીને મંદીરની હવન શાળામાં હોમ હવન કરીને રાજ્યની સુખાકારી માટે આહુતિ આપી પ્રાર્થના કરી હતી.એટલુ જ નહીં આ પ્રસંગે હાલ તબક્કે ગુજરાત સહીત દેશભરમાં ડબલ એન્જીન સરકાર વિકાસ કરી રહી છે અને નરેન્દ્ર મોદી વિકાસ કરી રહ્યાં છે.
હડાદ ગામે ભૈરવજી મંદીરના દર્શન કર્યા
આગામી ગુજરાત સરકારમા મંત્રી મંડળમાં સમાવેશ કરવાના પ્રશ્ન સામે જણાવ્યુ હતું કે, હું લોકો માટે કાર્ય કરું છુ અને માતાજી મને ઘણું આપ્યુ છે. અને આગળ પણ માતાજીની કૃપા રહે તો બધું સારું થશે.અંબાજી નજીક આવેલા હડાદ ગામે ભૈરવજી મંદીરના તેમણે દર્શન કર્યા હતા. ભૈરવજી મંદિરમા તેમનાં સમર્થકોએ માનતા માની હતી જે માનતા પુર્ણ કરવા કુમાર કાનાણી હડાદ આવ્યા હતા.
હડાદ ભૈરવજીના દર્શન કરવા આવ્યા હતા
ડિસેમ્બર 2022 વિધાનસભાની ચૂંટણીમાં કુમાર કાનાણીનો વિજય થાય તે માટે તેમના સમર્થકો દ્વારા માનતા માનવામાં આવી હતી. જે માનતા તેમના સમર્થકો જીત્યા બાદ આવીને પૂરી કરી ગયા હતા. પરંતુ કુમાર કાનાણી સમયના અભાવે આવી શક્યા ન હતા ત્યારે તેઓ અંબાજીના દર્શન કરવા આવ્યા ત્યારે હડાદ ભૈરવજીના દર્શન કરવા આવ્યા હતા. અને ભૈરવ દાદાના આશીર્વાદ લીધા હતા.
સચિનભાઈ જોશી મહારાજના આશીર્વાદ લીધા
કુમાર કાનાણીએ સચિનભાઈ જોશી મહારાજના પણ આશીર્વાદ લીધા હતા.ત્યારે મોટી સંખ્યામાં હડાદ ખાતે લોકો કુમાર કાનાણી ને જોવા આવ્યા હતા. ભૈરવ દાદાની જય અને ભારત માતાકી જયના નારા હડાદ ખાતે સાંભળવા મળ્યા હતા.
આ પણ વાંચો - DAHOD: સી.આર.પાટીલના અધ્યક્ષતામાં સ્નેહમિલન કાર્યક્ર્મ યોજાયો