ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Junagadh જિલ્લામાં પ્રથમ વખત કોઈ મહિલા વિરુદ્ધ GUJCTOC હેઠળ ગુનો દાખલ

Junagadh જિલ્લામાં પ્રથમવખત મહિલા સામે ગુજસીટોક ગુનો દાખલ રાજુ સોલંકીના પત્ની હંસાબેન સોલંકી વિરુદ્ધ GUJCTOC નો ગુનો નસરુદ્દીન ઉર્ફે નસરો ડાડો વિરુદ્ધ પણ ગુજસીટોકનો ગુનો દાખલ કરાયો જુનાગઢ જિલ્લામાં (Junagadh) સૌ પ્રથમ વખત કોઈ મહિલા વિરુદ્ધ ગુજસીટોકનો ગુનો દાખલ...
11:16 PM Oct 20, 2024 IST | Vipul Sen
  1. Junagadh જિલ્લામાં પ્રથમવખત મહિલા સામે ગુજસીટોક ગુનો દાખલ
  2. રાજુ સોલંકીના પત્ની હંસાબેન સોલંકી વિરુદ્ધ GUJCTOC નો ગુનો
  3. નસરુદ્દીન ઉર્ફે નસરો ડાડો વિરુદ્ધ પણ ગુજસીટોકનો ગુનો દાખલ કરાયો

જુનાગઢ જિલ્લામાં (Junagadh) સૌ પ્રથમ વખત કોઈ મહિલા વિરુદ્ધ ગુજસીટોકનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ ગુનો હાલ ગુજસીટોક (GUJCTOC) હેઠળ જેલમાં બંધ રાજુ સોલંકીની પત્ની હંસાબેન સોલંકી વિરુદ્ધ નોંધવામાં આવ્યો છે. હંસાબેન સોલંકી (Hansaben Solanki) વિરુદ્ધ 5 થી વધુ અલગ અલગ ગુના નોંધાયેલા છે. હંસાબેન સિવાય નસરુદ્દીન ઉર્ફે નસરો ડાડો વિરુદ્ધ પણ GUJCTOC એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ મામલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો - Gondal : ધોધમાર વરસાદમાં તૈયાર મગફળીનાં પાથરા તણાયા, સુલતાનપુરમાં ખેડૂતોની હાલત દયનીય!

મહિલા સહિત અન્ય શખ્સ સામે ગુજસીટોક ગુનો

જુનાગઢ (Junagadh) જિલ્લામાંથી એક મોટા સમાચાર આવ્યા છે. GUJCTOC ગુના હેઠળ જેલમાં કેદ રાજુ સોલંકીનાં (Raju Solanki) પત્ની હંસાબેન સોલંકી વિરુદ્ધ પણ હવે ગુજસીટોક (GUJCTOC) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આમ, જુનાગઢ જિલ્લામાં સૌ પ્રથમ કોઈ મહિલા વિરુદ્ધ ગુજસીટોક (GUJCTOC) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. માહિતી મુજબ, હંસાબેન સોલંકી સિવાય નસરુદ્દીન ઉર્ફે નસરો ડાડો વિરુદ્ધ પણ ગુજસીટોકનો ગુનો દાખલ કરાયો છે. હંસાબેન વિરુદ્ધ અલગ-અલગ કુલ 5 ગુના નોંધાયેલા છે. જણાવી દઈએ કે, રાજુ સોલંકી અને તેનો પુત્ર સંજય સોલંકી સામે અગાઉથી જ ગુજસીટોક ગુનો હોવાથી બંને જેલમાં કેદ છે.

આ પણ વાંચો - Gandhinagar : 22 મીએ અધિકારીઓ માટે લેજિસ્લેટિવ ડ્રાફ્ટિંગ તાલીમ વર્ગ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, CM આપશે હાજરી

અગાઉ રેતી ચોરીની નોંધાઈ હતી ફરિયાદ

આ મામલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. જણાવી દઈએ કે, થોડા દિવસ પહેલા દલિત આગેવાન રાજુ સોલંકીના પત્ની વિરુદ્ધ જુનાગઢમાં ફરિયાદ નોંધાઈ હતી. હંસાબેન સોલંકી, ભીખુ ચાવડા અને કરણ સોલંકી સામે ગેરકાયદેસર રેતી ચોરી બાબતે ખાણ ખનીજ વિભાગનાં (Mines and Minerals Department) અધિકારી દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી. રૂ. 76 હજારની રેતી ચોરી કરી હોવાના આરોપ સાથે આ પોલીસ ફરિયાદ થઈ હતી. પોલીસે કાર્યવાહી કરી રેતી ચોરીમાં ઉપયોગમાં લીધેલુ ટ્રેક્ટર કબ્જે કર્યું હતું. આ સમગ્ર મામલે A ડિવીઝન પોલીસે (A Division Police Junagadh) વધુ તપાસ હાથ ધરી હતી.

આ પણ વાંચો - Gir Somnath : Eco Sensitive Zone વિવાદમાં પહેલીવાર કોઈ સાંસદ મેદાને! કહી આ વાત

Tags :
A Division police JunagadhBhikhu ChavdaBreaking News In GujaratiCrime NewsGujarat FirstGUJARAT FIRST NEWSGujarati breaking newsGujarati NewsGUJCTOCHansaben SolankiJunagadhKaran SolankiLatest News In GujaratiMines and Minerals DepartmentNasro DadoNasruddinNews In GujaratiRaju SolankiSanjay Solanki
Next Article