ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

પ્રથમવાર પતિ નહિ પરંતુ પત્ની વિરુદ્ધ દહેજ માટે ત્રાસ ગુજારવાની ફરિયાદ નોંધાઇ

દુનિયાનો વિકાસ થયો, દેશનો વિકાસ થયો પરંતુ દહેજની પ્રથા નાબૂદ હોવા છતાં લોકોની માનસિકતાનો વિકાસ અધૂરો રહી ગયો હોય તેમ આજે પણ દહેજના કારણે ત્રાસ ગુજારતાં હોવાની ઘટના યથાવત જોવા મળી રહી છે. દહેજની આવી જ એક ઘટના સુરતના ડિંડોલીમાં...
05:15 PM Jun 08, 2023 IST | Hardik Shah

દુનિયાનો વિકાસ થયો, દેશનો વિકાસ થયો પરંતુ દહેજની પ્રથા નાબૂદ હોવા છતાં લોકોની માનસિકતાનો વિકાસ અધૂરો રહી ગયો હોય તેમ આજે પણ દહેજના કારણે ત્રાસ ગુજારતાં હોવાની ઘટના યથાવત જોવા મળી રહી છે. દહેજની આવી જ એક ઘટના સુરતના ડિંડોલીમાં સામે આવી છે. પરંતુ દહેજની આ ઘટના ખૂબ જ વિચિત્ર હોવાનું માનવામાં આવી રહ્યું છે. પ્રથમવાર પતિ નહિ પરંતુ પત્ની વિરુદ્ધ ત્રાસ અપવાની ફરિયાદ નોંધાઇ છે.

ડીડોલી વિસ્તારમાં રહેતા યુવાને પત્ની અને સાસુ સસરા વિરૂદ્ધ ડીંડોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. યુવાને છુટાછેડા આપવાની તથા 50 લાખ રૂપિયા તથા ફ્લેટ આપવાની માંગણીનો ઇનકાર કરતા પત્ની અને સાસરીયાઓએ ભેગા થઈ તેને અસહ્ય ત્રાસ આપવાની સાથે તેના મકાનમાં આગ લગાડી દીધી હતી. સાસરીયાએ પતિને ડરાવવા ઘરના પાર્કિંગમાં પાર્ક કરેલ બે બાઈક, બે સાઇકલ સળગાવી દીધા હતા. જેથી આખરે ભોગ બનનાર યુવાને ગતરોજ ડીંડોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તેની પત્ની અને સાસુ સસરા સામે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ડીંડોલી પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બામભણીયા ગામના વતની અને હાલમાં સુરત શહેરના ડીંડોલી ગામ વિસ્તાર ખાતે વૃંદાવન રેસીડેન્સીમાં રહેતા ગુણવંત ઉર્ફે ગણપત મગનભાઈ રણછોડભાઈ લાડુમોરના લગ્ન ત્રણ વર્ષ અગાઉ સારોલી કુંભારિયામાં આવેલા વૈભવ લક્ઝરીમાં રહેતા રમેશભાઈ મથુરભાઈ છોટાળાની પુત્રી નિધિ સાથે થયા હતા. જોકે, લગ્ન બાદ માત્ર પાંચ જ મહિનાના સમયગાળા દરમિયાન પત્ની નિધિ અને ગણપત વચ્ચે અવાર-નવાર ઝઘડાઓ થતા હતા. નિધિ એમ કેન પ્રકારે પતિ ઉર્ફે ગણપતને હેરાન પરેશાન કરીને શારીરિક તથા માનસિક ત્રાસ આપતી હતી. આ ઉપરાંત ઘરમાં જાતે જ સુસાઇડની કોશિશ કરી બધાને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી પણ આપતી હતી. ત્યારબાદ ગણપત પાસે છૂટાછેડાની માંગણી કરી હતી. પરંતુ ગણપતે છુટાછેડા નહીં આપતા તે અકળાઈ હતી.

નિધિના સાસુ સસરાએ નિધિના માતા પિતાને ગણપત પાસે યુકે જવા માટે ખર્ચ તથા બીજા રૂપિયા ૪૫ લાખની માંગણી કરી હતી.જોકે ગણપતે પૈસા આપ્યા ન હતા. જેથી બાદમાં નિધિ ના પિતા રમેશભાઈએ રોકડ રૂપિયા ૫૦ લાખ અને વેસુ વિસ્તારમાં ટુ બીએચકે ફ્લેટની માંગણી કરી હતી. જેથી ગણપતે તે માંગણી પણ નકારી દીધી હતી. જેથી નિધિ અને તેના માતા પિતાએ ભેગા મળી ગણપત તથા તેના માતા પિતા અને ભાઈ ભાભીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ દરમિયાન તારીખ 7-6-2023 ના રોજ રાત્રે 12:30 વાગ્યાના અરસામાં તેમનું મકાન બંધ હતું ત્યારે નિધિ તથા તેના પિતા રમેશભાઈ અને તેના માતા હંસાબેને ભેગા મળી ગણપતના મકાનમાં જ્વલનશીલ પદાર્થ નાખી આગ લગાવી દીધી હતી. જેના કારણે ઘ૨માં મુકેલ સામાન સાથે પાર્કિંગમાં મુકેલ બે સાયકલ એક બુલેટ તથા એકટીવા, એક ઇન્વર્ટર તથા એસી ના કમ્પ્રેસર અને ફર્નિચર આગમાં બળીને ખાક થઈ ગયું હતું. એટલું જ નહીં તેઓએ બારીના કાચ તોડી નુકસાન પણ કર્યું હતું. જેથી ભોગ બનનાર ગણપતે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણેય સામે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો - જમીનનું ધોવાણ રોકવા ગૃહ મંત્રી હર્ષ સંઘવીના હસ્તે મેન્ગ્રેુવ રોપાના વાવેતરનો શુભારંભ 

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

અહેવાલ - રાબિયા સાલેહ

Tags :
dowryhusbandregistered against the wifeRegistered CaseSurat newsTorture for Dowrywife
Next Article