Ahmedabad માં નોંધાયો ચાંદીપુરા વાઇરસનો પહેલો કેસ, એક બાળકો રિપોર્ટ આવ્યો પોઝિટિવ
Ahmedabad: ગુજારાતમાં અત્યારે ચાંદીપુરા વાઇરસને કહેર જોવા મળી રહ્યો છે. ત્યારે મહત્વની વાત એ છે કે, અમદાવાદમાં પણ ચાંદીપુરાનો કેસ નોંધાઈ ગયો છે. નોંધનીય છે કે, અમદાવાદ વિસ્તારમાં રહેતા બાળકનો ચાંદીપુરાનો પ્રથમ પોઝિટિવ કેસ નોંધાયો છે. મળતી વિગતો પ્રમાણે પોઝિટિવ રિપોર્ટ ધરાવતો બાળક સાબરમતી વિસ્તારનો છે, જેને અત્યારે SMS હોસ્પિટલમાં દાખલ કરાયો છે. ઉલ્લેખનીય છે કે, ચાંદખેડામાં રહેતા છ વર્ષનું બાળક અત્યારે SMS હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
અમદાવાદમાં ચાંદીપુરા વાયરસના અત્યાર સુધી માં 7 શંકાસ્પદ કેસ
વધારે વિગતે વાત કરવામાં આવે તો, અમદાવાદમાં ચાંદીપુરા વાયરસના અત્યાર સુધી માં 7 શંકાસ્પદ કેસ નોંધાયા છે. જેમાંથી અત્યાર સુધીમાં કુલ 3 નેગેટિવ 1 પોઝિટિવ અને 3 ના રીઝલ્ટ પેન્ડિંગ છે. આ સાથે સાથે સરદારનગરની એક 11 વર્ષની બાળકીનું મોત થયું છે. પરંતુ તેનું રિઝલ્ટ હજી બાકી છે. આ સાથે સાથે 2 દર્દી ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે.
અમરાઈવાડીની 11 વર્ષની 2 બાળકી સારવાર હેઠળ
આ સાથે સાથે સરદાર નગર અને અમરાઈવાડીની 11 વર્ષની 2 બાળકી સારવાર હેઠળ છે તેવા સમાચાર પણ સામે આવ્યા છે. અમરાઈવાડી વિસ્તારમાં રહેતી 11વર્ષ ની છોકરીને અત્યારે પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ કરાઇ છે. નોંધનીય છે કે, ગુજરાતમાં અત્યારે ચાંદીપુરા વાઇરસે ભારે કહેર મચાવ્યો છે. જેમાં ઘણા બાળકોના મોત થયાના સમાચાર સામે આવ્યા છે.