VADODARA: માંડવીમાં આવેલ બેંક ઓફ બરોડામાં લાગી આગ
VADODARA : વડોદરા (VADODARA)ના માંડવીમાં વિસ્તારમાં આવેલ બેન્ક ઓફ બરોડામાં આગ લાગવાની ઘટના સામે આવી છે..જેમાં મળતી માહિતી અનુસાર બેન્કની બારીમાંથી ધુમાડાના ગોટા નીકળતા લોકોને બેન્કમાં આગ લાગી હોવાની ઘટનાની જાણ થઈ હતી.
પોલીસ સહિત RAF નો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો
ઘટનાની જાણ થતાં 3 થી વધુ ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચી ગયા હતા. જોકે, હજી સુધી આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. આગ કયા કારણોસર લાગી તેનું કારણ અકબંધ જ રહ્યું છે. મહત્વનું છે કે આ ઘટનાની જાણ થતા પોલીસ સહિત RAF નો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે.
સાથે જ ફાયર ફાઇટરની ટીમ દ્વારા આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો ચાલુ કરી દેવામાં આવ્યા છે.
બેન્ક ઓફ બરોડામાં લાગેલી આગ કાબુમાં
જો કે થોડા કલાકોની મહેનતબાદ બેન્ક ઓફ બરોડામાં લાગેલી આગ કાબુમાં આવી હતી. મેયર પિન્કીબેન સોનીએ જણાવ્યું કે બેંક ઓફ બરોડામાં લાગેલી આગ કાબુમાં આવી ગઇ છે અને બેંકમાં રહેલી કરન્સીને કોઇ જ નુકશાન થયું નથી. આગમાં થોડા દસ્તાવેજો સળગી ગયા હોવાનું જાણવા મળે છે. એસીમાં શોર્ટ સર્કિટ થવાથી આગ લાગી હોવાનું જાણવા મળે છે.
લોકોમાં ભારે ઉત્તેજના
ઉતરાયણના દિવસે જ બેંક ઓફ બરોડામાં આગ લાગતાં લોકોમાં ભારે ઉત્તેજના છવાઇ ગઇ હતી અને ટોળેટોળાં એકત્ર થઇ ગયા હતા. પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને ફાયર બ્રિગેડને સાથ આપ્યો હતો. બેંકના અધિકારીઓ અને કર્મચારીઓ પણ દોડી આવ્યા હતા. આગ કાબુમાં આવ્યા બાદ ખરેખર આગના કારણે કેટલું નુકશાન થયું છે તે બાબતે તપાસ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો - Uttarayan-2024 : સાવચેતી રાખજો…આ શહેરોમાં દોરીથી લોકો ઘવાયા, વલસાડમાં 6 વર્ષીય બાળકનું મોત
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ