Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

સૌરાષ્ટ્રમાં GSTના સૌથી મોટા કૌભાંડની આશંકા, 1500 કરોડની કરચોરી હોવાની ચર્ચાથી ખળભળાટ!

સૌરાષ્ટ્રમાં GSTના સૌથી મોટા કૌભાંડની આશંકા રાજકોટ, મોરબી, જામનગર, દ્વારકામાં 1500 કરોડોના કૌભાંડની આશંકા શ્રમિકોના નામે GST નંબર મેળવી કૌભાંડ થયાની ચર્ચા સમગ્ર મામલે CBICની તપાસનો ધમધમાટ સૌરાષ્ટ્રમાંથી હાલ ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સૌરાષ્ટ્રમાંથી કુલ...
08:40 AM Aug 20, 2024 IST | Harsh Bhatt

સૌરાષ્ટ્રમાંથી હાલ ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સૌરાષ્ટ્રમાંથી કુલ 1500 કરોડના GST કૌભાંડની આશંકા સામે આવવાથી હાલ ખળભળાટ મચી જવા પામ્યો છે. સૌરાષ્ટ્રના ચાર જિલ્લા રાજકોટ, મોરબી, જામનગર, દ્વારકામાં બોગસ જીએસટી નંબર થકી કરોડો રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું સામે આવતાં સમગ્ર સૌરાષ્ટ્રમાં ખળભળાટ મચી ગયો છે.મળતી માહિતીના અનુસાર, શ્રમિકોના નામે GST નંબર મેળવી કૌભાંડ થયાની આશંકા હાલ વર્તાઈ રહી છે. સમગ્ર મામલે યોગ્યા તપાસ બાદ વધુ વિગત સામે આવે તેવી શક્યતાઓ છે.

1500 કરોડના GST કૌભાંડની આશંકાથી ખળભળાટ

મળતી માહિતીના અનુસાર, સૌરાષ્ટ્રમાં બોગસ જીએસટી નંબરથી 1500 કરોડ રૂપિયાની કરચોરી કરવામાં આવી હોવાની સંભાવના છે. આ કૌભાંડ રાજકોટ, જામનગર, મોરબી અને દેવભૂમિ દ્વારકા જેવા જિલ્લાઓમાંથી સામે આવી રહ્યો છે. કુલ 1200થી વધુ બોગસ GST નંબર મેળવવામાં આવ્યા હોવાની આશંકા છે.

ગોંડલ બન્યું બોગસ GST બિલિંગનું કેન્દ્ર?

ગોંડલ બોગસ બિલિંગ કૌભાંડના કેન્દ્ર તરીકે ઉભર્યું છે, જ્યાં મજૂરો અને નાના માણસોના નામે બોગસ જીએસટી નંબર મેળવવામાં આવ્યા છે. આ બોગસ નંબરોના માધ્યમથી કરોડો રૂપિયાનું બિલિંગ કરવામાં આવી રહ્યું છે.સમગ્ર વિગત સામે આવતા આગામી સમયમાં મોટા ખુલાસા થવાની શકયતા વર્તાઈ રહી છે.

સીબીઆઈસી દ્વારા શરૂ કરાઈ વિશેષ ઝુંબેશ

સીબીઆઈસી (CBIC) દ્વારા બોગસ જીએસટી નંબર શોધવા માટે વિશેષ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. રાજકોટ CGST કમિશનરેટના નીચે આવેલા આ ચાર જિલ્લાઓમાં તપાસ ચાલી રહી છે, જેમાં 1200થી વધુ બોગસ GST નંબરની તપાસ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો : Rajkot GameZone Fire : મુખ્ય આરોપી સાગઠિયાનાં પરિવારજનોએ કરી આગોતરા જામીન અરજી, જાણો શું છે કારણ ?

Tags :
BIG NEWSGSTGujarat FirstGUJARAT GST DEPARTMENTGujarat NewsSaurashtraTax
Next Article