Farming: દાંતા તાલુકાની પહાડી માટીમાં આદીવાસી ખેડૂતે સ્ટ્રોબેરીની ખેતી કરી સૌને ચોકાવ્યા!
- હિમાચલના 300 રોપાવો વાવીને સ્ટ્રોબેરીની સફળ ખેતી કરી
- આ ખેડૂતે ગરમ પ્રદેશમાં ઠંડી ઋતુનું ફળનું ઉત્પાદન કર્યું
- આ સ્ટ્રોબેરી બજારમાં ₹600 કિલોમાં વેચાઈ રહ્યા છે
Farming: અડગ મનના માનવીને કોઈ સમસ્યા નડતી નથી, કોઈ તકલીફ પડતી નથી તેનું સાર્થક ઉદાહરણ દાંતા તાલુકામાં જોવા મળી રહ્યું છે. દાંતા તાલુકાના મંડાલી નજીક આવેલા ગામમાં રહેતા આદિવાસી ખેડૂત ડાભી મફાભાઈ રાયસાભાઈએ એક સંસ્થા દ્વારા 300 જેટલા સ્ટ્રોબેરીના રોપાઓ લાવીને પહાડી વિસ્તારમાં સફળ રીતે વાવેતર કરીને અને ત્યારબાદ મલસીન અને ટપક પદ્ધતિ દ્વારા સતત ધ્યાન રાખીને પ્રથમ વખત પહાડી વિસ્તારમાં અરવલ્લીની પહાડી અંતરિયાળ ગામમાં પોતાના ખેતરમાં સ્ટ્રોબેરીનું સફળ રીતે ખેતી દ્વારા પાક તૈયાર કર્યો છે અને તેને બજારમાં રૂપિયા 600 કિલો પણ સારી કિંમતમાં વેચી રહ્યા છે.
આ પણ વાંચો: Mehsana: કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહની વિજાપુરના પીલવાઈ ખાતે મુલાકાત
સ્ટ્રોબેરી જેવું ફ્રુટ ગરમી વાળા પ્રદેશમાં તૈયાર કરીને સૌને ચોકાવ્યા
દાંતા તાલુકાના ખેડૂતે પોતાની સુઝબુઝ અને આકરી મહેનતથી સ્ટ્રોબેરી જેવું ફ્રુટ ગરમી વાળા પ્રદેશમાં તૈયાર કરીને સૌને ચોકાવ્યા છે. સ્ટ્રોબેરી ફ્રુટ હંમેશા ઠંડક પ્રદેશમાં ઉગે છે. ગુજરાતનો સૌથી પછાત અને પહાડી વિસ્તાર તરીકે દાંતા તાલુકો ઓળખાય છે, આ વિસ્તારમાં પાણીની ભારે સમસ્યા હોય છે અને આ વિસ્તારની માટી પણ અમુક પાક માટે જ યોગ્ય ગણાતી હોય છે, ત્યારે દાંતા તાલુકાના પહાડી વિસ્તારમાં આવેલા મંડાલી નજીક આવેલા જોધસર ગામે રહેતા ડાભી મફાભાઈ રાયસાભાઈએ એક એનજીઓ સંસ્થા પાસેથી 300 જેટલા સ્ટ્રોબેરી રોપાવો લઈને અને માર્ગદર્શન લઈને પોતાની સૂઝબુઝ થી બે મહિનાની સખત મહેનત બાદ પોતાના ખેતરમાં સ્ટ્રોબેરી ની ખેતી કરીને દાંતા તાલુકામાં પોતાનું નામ રોશન કરેલ છે.
આ પણ વાંચો: Dahod જિલ્લામાં લોકલ ક્રાઈમ બ્રાન્ચને મળી સફળતા, ડ્રોનની મદદથી આરોપીને ઝડપી પાડ્યો
અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી કહેવત સાચી પાડી
દાંતા તાલુકામાં મોટેભાગે ખેડૂતો વરસાદની ઋતુમાં ઘઉં, કપાસ,મકાઈ અને બાજરીનું વાવેતર કરતા હોય છે, ત્યારે આવા પહાડી વિસ્તારમાં પાણીની મોટી સમસ્યા જોવા મળતી હોય છે, ત્યારે અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી તે કહેવતને ખેડૂતે સાર્થક કરી છે અને ગરમ વિસ્તારમાં ઠંડી ઋતુનું ફળ સફળ રીતે ખેતી કરીને તેનો પાક તૈયાર કર્યો છે અને બજારમાં 600 રૂપિયા કિલો પણ વેચી રહ્યા છે.
ડાભી મફાભાઈએ જણાવ્યું હતું કે, બીજા ખેડૂતો પણ મહેનત કરે તો આ રીતે સ્ટ્રોબેરીનું સફળ ઉત્પાદન થઈ શકે છે અને તેની વેચાણ કિંમત પણ સારી આવે છે. મફાભાઈ ડાભી ખેડૂતે જણાવ્યું હતું કે, આવતા વર્ષે અમે ઠંડીની ઋતુમાં આખા ખેતરોમાં સ્ટ્રોબેરી વધુ પ્રમાણમાં વાવીશું અને આના કરતાં પણ વધારે ઉત્પાદન ખેતી થકી કરીશું.