Farmers in Idar : મકાઈનો પાક વાવી આજે રાતા પાણીએ રડી રહ્યા છે ખેડૂતો
Farmers in Idar : એક તરફ રાજ્ય સરકાર દ્વારા ખેતી અને ખેડૂત માટે વિવિધ યોજનાઓ (Various Schemes) જાહેર કરાય છે. તો બીજી તરફ આજની તારીખે પણ ખેડૂતો (Farmers) ના દવા બિયારણ સાથે છેતરપિંડી (Fraud) કરનારા લોકોના પગલે કેટલાય ખેડૂતોને વર્ષના અંતે ભારે ભોગવવાનું થતું હોય છે. કંઈક આવો જ બનાવ સાબરકાંઠાના ઈડર (Idar) વિસ્તારમાં બને છે, જ્યાં કેટલાય ખેડૂતો (Farmers) મકાઈનો પાક વાવી આજે રાતા પાણીએ રડી રહ્યા છે.
ખેડૂતોએ ઈડર પ્રાંત કચેરીએ વિવિધ સૂત્રોચાર સાથે આવેદનપત્ર આપી આગામી સમયમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી
સાબરકાંઠાના ઇડરના બડોલી વિસ્તારમાં મકાઈ બાજરી ઘઉં તેમજ બટાકાના પાક માટે જાણીતું છે જોકે આ વખતે મકાઈનો પાક વાવી આર્થિક રીતે સધ્ધર થવાની વાતો વચ્ચે મકાઈના પાકમાં સુકારો આવતા હવે ખેડૂતોએ રાતાપાણીએ રડવાનો વારો આવ્યો છે. એક તરફ મકાઈનો પાક પાકવાની તૈયારી વચ્ચે અચાનક જ સુકારો દેખાતા ખેડૂતોએ કંપનીને જાણ કરી હતી.. સાથે સાથે કંપનીના એજન્ટો ને મકાઈમાં થયેલી તકલીફ મામલે જાણ કરી હતી જોકે કંપનીને આગોતરી જાણ કરી હોવા છતાં મકાઈનો ઉભો પાક સુકાઈ જવાની રાહ જોવાતી હોય તેમ છેલ્લી ઘડી સુધી કંપનીએ કોઈ પણ પ્રકારની મુલાકાત ન કરતા આજે ખેડૂતોએ ઈડર પ્રાંત કચેરીએ વિવિધ સૂત્રોચાર સાથે આવેદનપત્ર આપી આગામી સમયમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.
ખાનગી કંપનીઓ સામે આંદોલન શરૂ કરવાની તૈયારીઓ પણ આરંભાઈ
જોકે એક તરફ ખેડૂતોને મકાઈનો પાક નિષ્ફળ જવાથી લાખો રૂપિયાનું નુકસાન થાય છે.. તો બીજી તરફ ભારતીય કિસાન સંઘ દ્વારા પણ આ મામલે ખાનગી કંપનીઓ સામે લડી લેવાની તૈયારીઓ શરૂ કરાઇ છે.. સાબરકાંઠા જિલ્લા ભારતીય કિસાન સંઘ દ્વારા આ મામલે આગામી સમયમાં ઉગ્ર આંદોલનની ચીમકી આપવામાં આવી છે ખેડુતો દ્રારા શિયાળુ પાકનું વાવેતર કરવામાં આવ્યુ છે અને પાક ત્યાર થાય તે પહેલાં એક્જ કંપનીનું બિયારણ ફેઇલ જતાં મોટા ભાગનો ત્યાર થયેલ હવે સુકાઈ ગયો છે.. સાથોસાથ ખેડૂતોને જો ન્યાય ન મળે તો આ મામલે ગુજરાત ભરમાં ખાનગી કંપનીઓ સામે આંદોલન શરૂ કરવાની તૈયારીઓ પણ આરંભાઈ છે.
"ઉંગ માંથી જાગે તંત્ર - ખેડુતોને ન્યાય અપાવે તંત્ર"
જોકે આગામી સમયમાં ખેડૂતોને મકાઈના બિયારણ તેમજ પાક મામલે કેટલો ન્યાય મળે છે એ તો સમય જ બતાવશે પરંતુ ખેડૂતોએ ખેતીવાડી વિભાગ ની કચેરી બહાર "ઉંગ માંથી જાગે તંત્ર - ખેડુતોને ન્યાય અપાવે તંત્ર" જેવા સૂત્રોચાર સાથે આજથી શરૂ થયેલ મકાઈ પાક મામલે વિરોધાભાસનું આંદોલન કેટલું સફર બને છે એ તો સમય જ બતાવશે.
અહેવાલ - યશ ઉપાધ્યાય
આ પણ વાંચો - જૈન સમાજમાં વિખવાદથી મચ્યો હોબાળો, જુઓ Video
આ પણ વાંચો - ગુજરાતના દરિયામાંથી ફરી ઝડપાયું કરોડોનું ડ્રગ્સ, ગૃહમંત્રીએ NCB-Navy ને પાઠવ્યા અભિનંદન
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ