Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

રાયડામાં મેલો મચ્છી ઉપદ્રવથી ખેડૂતો મુકાયા ભારે મુશ્કેલીમા

બનાસકાંઠા સહિત થરાદ વિસ્તારમાં શિયાળુ પાકોમાં વાદળછાયા વાતાવરણ અને મેલા જેવા જીવાતો દ્વારા મોટા પ્રમાણમાં નુકસાન સૌથી વધુ રાયડાનાં પાકનું વાવેતર કરવામાં આવ્યું છે, ત્યારે રાયડાના પાકમાં ખરાબ હવામાનથી પાકમાં મેલો પડવાથી રાયડામાં નુકશાન થવાની ભીતિઓ ખેડૂતો વ્યક્ત કરી રહ્યાં...
07:57 PM Feb 06, 2024 IST | Harsh Bhatt

બનાસકાંઠા સહિત થરાદ વિસ્તારમાં શિયાળુ પાકોમાં વાદળછાયા વાતાવરણ અને મેલા જેવા જીવાતો દ્વારા મોટા પ્રમાણમાં નુકસાન સૌથી વધુ રાયડાનાં પાકનું વાવેતર કરવામાં આવ્યું છે, ત્યારે રાયડાના પાકમાં ખરાબ હવામાનથી પાકમાં મેલો પડવાથી રાયડામાં નુકશાન થવાની ભીતિઓ ખેડૂતો વ્યક્ત કરી રહ્યાં છે. જેથી સરહદી વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવતાં ખેડૂતો ભારે ચિંતામાં મુકાયા છે.

ખેડૂતો મુશ્કેલીમાં

થરાદ તાલુકામાં તેમજ બનાસકાંઠા જિલ્લામાં 60% વાવેતર રાયડુ વાવેતર કરાયું છે. મોંઘો દાણો અને ટેકાના ભાવે ખરીદી કરવા મા આવે તેના કારણે સરહદી વિસ્તારમાં મોટા પ્રમાણમાં ત્રણ ઘણું વાવેતર કરવા મા આવ્યુ છે .ખેડ, ખાતર અને જંતુનાશક દવાઓનો લાખો રૂપિયાનો ખર્ચ કરીને પાક તૈયાર કરાય છે. ત્યારે ખરાબ વાતાવરણ અને વરસાદી ઝાપટાને કારણે રાયડા પાકમાં નુકશાન થવાની દહેશત પ્રવર્તી રહી છે. સરહદી વિસ્તારમાં છેલ્લા સાત દિવસથી રાયડા પાકમાં મોલો મછી જીવાત આવતા ખેડૂતોને પાકમા 50 % નુકશાન થવાની શક્યતા છે. હાલ તો ખેડુતો પાકને બચાવવા માટે જંતુનાશક દવાઓનો છંટકાવ કરી રહ્યાં છે.

આ અંગે ખેડૂતોએ જણાવ્યું હતું કે, સરહદી વિસ્તારમાં છેલ્લા દસ દિવસથી ઠંડીનું પ્રમાણ સાવ ઘટી ગયું છે અને વાતાવરણમાં પલટો આવતાં રાયડુ જીરું એરંડા સહિત રાયડાનાં પાકમાં રોગો આવતાં નુકશાન થવાની ભીતિઓ વ્યક્ત કરી હતી.

અહેવાલ - યસપાલસિંહ વાઘેલા

આ પણ વાંચો -- સાબરડેરી ચૂંટણીની મતદાર યાદી મામલે પ્રાંત સમક્ષ સુનાવણીમાં ૭૦ થી વધુ વાંધા રજુ થયા

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
BanaskanthaFarmersgujarartinfestationTharadtrouble
Next Article