Fake Currency Scam : 1 લાખ આપો 5 લાખ લઈ જાઓ..! સો. મીડિયા પર Video જોઈ ભેરવાઈ ન જતા!
- વીડિયો વેચવાનાં કૌભાંડ બાદ હવે નકલી ચલણી નોટનું કૌભાંડ? (Fake Currency Scam)
- નકલી ચલણી નોટ જોઈએ એટલી મળે છે વેચાતી!
- થ્રેડ પર અસંખ્ય વીડિયો વ્હીસલ બ્લોઅરે કર્યા પોસ્ટ
- નકલી ચલણી નોટનાં વાઇરલ વીડિયોથી અનેક સવાલ
ગુજરાતમાં 'નકલી' નો રાફડો ફાટ્યો હોય તેમ લાગી રહ્યું છે. નકલી ડોક્ટર, નકલી અધિકારી, નકલી અને ભેળસેળયુક્ત ખાદ્યપદાર્થો બાદ હવે નકલી ચલણી નોટોનાં કૌભાંડનો (Fake Currency Scam) પર્દાફાશ કરતાં વીડિયો વાઇરલ થયા છે. સોશિયલ મીડિયા પર વાઇરલ આ વીડિયોમાં નકલી ચલણી નોટો વેચવાનાં નેટવર્ક અંગે ચોંકાવનારો ખુલાસો થયો છે. અસંખ્ય અલગ-અલગ વીડિયોમાં કરોડોની નકલી નોટ દેખાય છે. આ વીડિયોઝ સામે આવતા અનેક સવાલ ઊભા થયા છે. ગુજરાત ફર્સ્ટ (Gujarat First News) આ તમામ વાઇરલ વીડિયો અંગે કોઈ દાવો કે પુષ્ટિ કરતું નથી.
આ પણ વાંચો - ગુજરાતમાં પડશે કાળઝાળ ગરમી, હવામાન વિભાગ દ્વારા અપાયું યલો એલર્ટ
બોલો, નકલી ચલણી નોટ જોઈએ એટલી મળે છે વેચાતી!
ગુજરાત ફર્સ્ટે વીડિયોમાં આપેલાં કોન્ટેક્ટ નંબર પર કરી વાત
મહારાષ્ટ્ર આવીને જોઈએ એટલી નકલી નોટ લઈ જવા કહ્યું
આ હદે ઈન્સ્ટા, એક્સ પર વીડિયો છતાં કોઈ તપાસ કેમ નહીં? @buldhanapolice1 @HMOIndia @PMOIndia @RBI @CBIHeadquarters @MahaPolice… pic.twitter.com/mJQ4hTJYG5— Gujarat First (@GujaratFirst) February 27, 2025
વિજય પટેલ નામના વ્હીસલ બ્લોઅરે અસંખ્ય વીડિયો કર્યા પોસ્ટ
માહિતી અનુસાર, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર વિજય પટેલ નામનાં વ્હીસલ બ્લોઅરે થ્રેડ લખી છે. સોશિયલ મીડિયા થ્રેડ પર વ્હીસલ બ્લોઅરે અસંખ્ય વીડિયો પણ પોસ્ટ કર્યા છે, જેમાં કરોડો રૂપિયાની નકલી ચલણી નોટો જોવા મળે છે. આ વાઇરલ વીડિયોમાં કોન્ટેક્ટ નંબર પર આપવામાં આવ્યા છે, જેનાં પર ગુજરાત ફર્સ્ટની ટીમે કોલ કરીને વાત કરવાનો પ્રયાસ કર્યો હતો. દરમિયાન, સામેની વ્યક્તિએ મહારાષ્ટ્ર (Maharashtra) આવીને જોઈએ એટલી નકલી નોટ લઈ જવા કહ્યું હતું. સામેની વ્યક્તિએ 1 લાખ અસલી સામે 5 લાખની નકલી નોટ આપવાનો દાવો કર્યો હતો.
આ પણ વાંચો - Surat : શહેરના ટેક્સ્ટાઈલ્સ માર્કેટની આગ હજુ પણ બેકાબુ, લાખો લીટર પાણીનો મારો ચલાવાયો
નકલી નોટ આપવાના બહાને ફસાવવાનું કૌભાંડ હોવાની આશંકા
નકલી ચલણી નોટો વેચવાનાં (Fake Currency Scam) આ કૌભાંડનો પર્દાફાશ થતાં અનેક સવાલ ઊભા થયા છે. અલગ-અલગ વીડિયોમાં કરોડો રૂપિયાની નકલી નોટો દેખાતા નકલી નોટ આપવાનાં બહાને ફસાવવાનું કૌભાંડ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. વધુ એક ફ્રોડ માટેનું કૌભાંડ હોવાની પહેલી નજરે આશંકા છે. સાથે સવાલ થઈ રહ્યા છે કે સોશિયલ મીડિયા પર આટલા મોટા પ્રમાણમાં વીડિયો વાઇરલ હોવા છતાં આ વીડિયોઝ શું વિવિધ એજન્સીઓની નજરમાં હજુ સુધી નથી આવ્યા ? આ હદે સોશિયલ મીડિયા ઈન્સ્ટા, એક્સ પર વીડિયો વાઇરલ હોવા છતાં કોઈ તપાસ કેમ નહીં ? જો કે, ગુજરાત ફર્સ્ટ (ujarat First News) આ તમામ વાઇરલ વીડિયો અંગે કોઈ દાવો કે પુષ્ટિ કરતું નથી.
આ પણ વાંચો - Gujarat : ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા આજથી શરૂ થઇ