Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

'હું લડીશ'ના બેનર સાથે ફૈઝલ પટેલ અપક્ષમાંથી નોંધાવી શકે છે ઉમેદવારી....

INDI ગઠબંધનની જાહેરાતથી કોંગ્રેસમાં બળવાની સ્થિતિનું સર્જન થયું છે. ત્યારે ભરૂચ બેઠકને લઈને કોંગ્રેસમાં ધમસાણ મચ્યું છે. આ અંગે સ્વ.અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલ તેમજ પાર્ટીના સભ્યોમાં નારાજગી જોવા મળી રહી છે. અપક્ષમાંથી ચૂંટણી લડી શકે તેવી શક્યતાઓ મળતી માહિતી...
03:49 PM Feb 24, 2024 IST | Maitri makwana

INDI ગઠબંધનની જાહેરાતથી કોંગ્રેસમાં બળવાની સ્થિતિનું સર્જન થયું છે. ત્યારે ભરૂચ બેઠકને લઈને કોંગ્રેસમાં ધમસાણ મચ્યું છે. આ અંગે સ્વ.અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલ તેમજ પાર્ટીના સભ્યોમાં નારાજગી જોવા મળી રહી છે.

અપક્ષમાંથી ચૂંટણી લડી શકે તેવી શક્યતાઓ

મળતી માહિતી અનુસાર, પટેલના પુત્ર ફૈઝલ પટેલમાં નારાજગી હોવાના કારણે તેઓ અપક્ષમાંથી ચૂંટણી લડી શકે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે, ફૈઝલ પટેલ 'હું લડીશ'ના બેનર સાથે અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવી શકે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે.

INDI ગઠબંધનની જાહેરાતને લઈને પ્રતિક્રિયા

ફૈઝલ પટેલ દ્વારા આજે INDI ગઠબંધનની જાહેરાતને લઈને પ્રતિક્રિયા આપવામાં આવી હતી. જેમાં તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, તેઓ દિલ્હી જઈને હાઈકમાન્ડને સમજાવવાના પ્રયત્નો કરશે. હજી પણ ઉમેદવારી નોંધાવા માટે ઘણો સમય બાકી છે.જેથી તેઓ દિલ્હી જઈને હાઇકમાન્ડને માનવવાનો પ્રયત્નો કરી શકે છે.

ફૈઝલ પટેલને ઉમેદવારીની આશાઓ

ફૈઝલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, રાહૂલ ગાંધીના દાદા ફિરોઝ ગાંધી પણ ભરૂચમાં જ મોટા થયા હતા. જેથી ભરૂચ બેઠક સાથે ગાંધી પરિવારની પણ લાગણીઓ જોડાયેલી છે. જેના કારણે જ ફૈઝલ પટેલને હજી પણ આશા છે કે ગાંધી પરિવાર તેમની ભાવનાને સમજશે. તેમણે જણાવ્યું કે આ નિર્ણયથી તેઓ ખૂબ જ નાખુશ છે અને કોંગ્રેસ પાસે તેમણે આવી આશા નતી રાખી. હજી પણ સ્વર્ગસ્થ અહેમદભાઈ પટેલના પુત્ર ફૈઝલ પટેલને ઉમેદવારીની આશાઓ રહેલી છે.

આ પણ વાંચો - Lok Sabha Election : ગુજરાતમાં કાચીંડાની જેમ રંગ બદલતી AAP

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
BharuchCongressElectionGujaratGujarat FirstGUJARAT FIRST NEWSindimaitri makwananews update
Next Article