Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Blood donation camp: ઉત્તર ગુજરાતના શિક્ષણવિદ માણેકલાલ એમ. પટેલ સાહેબની ૯૫ મી જન્મ જયંતિ નિમિત્તે રક્તદાન શિબિર

Blood donation camp: "કર ભલા હોગા ભલા" અને "શિક્ષણ એ જ સાચી સેવા"નાં અભિગમ તથા શિક્ષણ સાથે સામાજીક ઉત્થાનનું કાર્ય કરતી સર્વ વિદ્યાલય કેળવણી મંડળના વિકાસમાં જેમનો સિંહફાળો રહ્યો છે અને “શિક્ષણ એ જ સાચી સેવા” ના સૂત્રને જીવનમંત્ર બનાવનાર...
blood donation camp  ઉત્તર ગુજરાતના શિક્ષણવિદ માણેકલાલ એમ  પટેલ સાહેબની ૯૫ મી જન્મ જયંતિ નિમિત્તે રક્તદાન શિબિર
Advertisement

Blood donation camp: "કર ભલા હોગા ભલા" અને "શિક્ષણ એ જ સાચી સેવા"નાં અભિગમ તથા શિક્ષણ સાથે સામાજીક ઉત્થાનનું કાર્ય કરતી સર્વ વિદ્યાલય કેળવણી મંડળના વિકાસમાં જેમનો સિંહફાળો રહ્યો છે અને “શિક્ષણ એ જ સાચી સેવા” ના સૂત્રને જીવનમંત્ર બનાવનાર પૂજ્ય માણેકલાલ એમ. પટેલ સાહેબની ૯૫ મી જન્મ જયંતિ નિમિત્તે સર્વ વિદ્યાલય કેમ્પસ - કડી તથા ગાંધીનગરમાં છેલ્લા ૧૩ વર્ષથી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવે છે.

Advertisement

૧૫૦૩ રક્ત યુનિટો એકત્રિત કરવામાં આવ્યા હતા

વિદ્યાર્થી આવતીકાલનો નાગરિક છે ત્યારે સમાજનાં હિતમાં હરહંમેશ સામાજીક જીવનમાં સારા નાગરિકોનું નિર્માણ કરનાર અને શિક્ષણની સાથે સાથે સમાજ સેવાના અવિરત કાર્ય કરતી સર્વ વિદ્યાલયમાં રક્તદાન મહાદાનની ભાવના સાથે રાષ્ટ્રનાં નાગરિકોને સમયસર રક્ત મળી રહે તે હેતુથી યોજાયેલ તેરમી રક્તદાન શિબિરમાં કડી કેમ્પસ ખાતે રેકોર્ડબ્રેક ૯૩૯ અને ગાંધીનગર કેમ્પસ ખાતે ૫૬૪ થઇ કુલ ૧૫૦૩ રક્ત યુનિટો એકત્રિત કરવામાં આવ્યા હતા.

Advertisement

Advertisement

માનવ કલ્યાણની સુંદર કામગીરી કરી છે

રક્તદાન દ્વારા એકત્રિત કરેલ રક્ત યુનિટો માનવ કલ્યાણ અર્થે રેડક્રોસ અમદાવાદ, રેડક્રોસ કલોલ અને સર્વોદય બ્લડ બેંક ખાતે મોકલી આપવામાં આવેલ હતા. સર્વ વિદ્યાલય પરિવાર વર્ષ ૨૦૧૨ થી લઇ ૨૦૨૪ સુધીમાં કુલ ૧૧૮૭૨ જેટલી રક્તની બોટલો ૧૩ રક્તદાન શિબિરો દ્વારા એકત્રિત કરી માનવ કલ્યાણની સુંદર કામગીરી કરી છે.

રક્ત યુનિટની બેગ આપી રક્તદાન શિબિરની શરૂઆત

આ પ્રસંગે સંસ્થાના ચેરમેન સાહેબશ્રી વલ્લભભાઈ એમ. પટેલ, સંસ્થાના મંત્રીશ્રીઓ ડૉ. મણીભાઈ પટેલ, ડૉ. જયંતીભાઈ પટેલ, શ્રી ખોડભાઈ પટેલ, શ્રી જગદીશભાઈ પટેલ, શ્રી સંજયભાઈ પટેલ અને ભગીની સંસ્થાના સર્વે પ્રિન્સીપાલશ્રીઓએ રક્તદાનનું પ્રતિક એવા સફેદ અને લાલ ફુગ્ગાને ખુલ્લા આકાશમાં ઉડાડી દીપ પ્રાગટય કર્યા બાદ રક્તદાતાઓને રક્ત યુનિટની બેગ આપી રક્તદાન શિબિરની શરૂઆત કરી હતી.

ઉત્સાહપૂર્વક શિબિરમાં ભાગ લઇ રક્તદાન કર્યું

આ સર્વે આમંત્રિત મહાનુભાવોએ રક્તદાતાઓને પ્રોત્સાહન પુરુ પાડતા કર્મચારીઓ, વિદ્યાર્થીઓ, વાલીશ્રીઓ અને અન્ય નાગરીકોએ ઉત્સાહપૂર્વક રક્તદાન શિબિરમાં ભાગ લઇ રક્તદાન કર્યું હતું.

આ પણ વાંચો - Harani Lake : વડોદરાની ગોઝારી દુર્ઘટનાની તપાસમાં હવે પાલિકાના અધિકારીઓ પર સકંજો!

Tags :
Advertisement

Trending News

.

×