Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gujarat: દિવાળીના તહેવારમાં ST નિગમને અધધ 59300000 રૂપિયાની આવક, ઓનલાઈન બુકિંગમાં બનાવ્યો રેકોર્ડ

Gujarat: દિવાળીના તહેવારોમાં લોકોએ ઘરે જવા માટે જાહેર પરિવહનનો મોટા પ્રમાણમાં ઉપયોગ કર્યો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, દિવાળીના તહેવારમાં ST નિગમને અધધ આવક થઈ હોવાનું સામે આવ્યું છે.
gujarat  દિવાળીના તહેવારમાં st નિગમને અધધ 59300000 રૂપિયાની આવક  ઓનલાઈન બુકિંગમાં બનાવ્યો રેકોર્ડ

4 નવેમ્બરના એક જ દિવસમાં સૌથી વધુ બુકિંગ થયા

Advertisement

4 નવેમ્બરે એક લાખ 41,468 ઓનલાઈન બુકિંગ થઈ

કુલ 19 લાખ મુસાફરોએ STબસમાં કર્યો પ્રવાસ

Advertisement

Gujarat: દિવાળીના તહેવારોમાં લોકોએ ઘરે જવા માટે જાહેર પરિવહનનો મોટા પ્રમાણમાં ઉપયોગ કર્યો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, દિવાળીના તહેવારમાં ST નિગમને અધધ આવક થઈ હોવાનું સામે આવ્યું છે. નોંધનીય છે કે, લોકો ઘરે જવા માટે પહેલેથી જ ઓનલાઈન બુકિંગ કરતા હોય છે. જો કે, આ વખતે ST નિગમમાં લોકોએ મોટી સંખ્યામાં ઓનલાઈન બુકિંગ કર્યું હતું. મહત્વની વાત એ છે કે, ઓનલાઈન બુકિંગમાં ST નિગમે નવો રેકોર્ડ બનાવ્યો છે.

આ પણ વાંચો: Botad: ગઢડા તાલુકાના ગાળા ગામમાં એક પરિવારના લોકો વચ્ચે થઈ હિંસક મારામારી

Advertisement

કુલ 19 લાખ મુસાફરોએ STબસમાં કર્યો પ્રવાસ

મળતી જાણકારી પ્રમાણે 4 નવેમ્બરના એક જ દિવસમાં સૌથી વધુ બુકિંગ થયા હતા. 4 નવેમ્બરે એટલે કે આ એક જ દિવસમાં અધધ 01,41,468 સીટો ઓનલાઈન બુકિંગ થઈ હતી. જે એક મોટો રેકોર્ડ છે. આખા આંકડાની વાત કરવામાં આવે તો, આ ચાર દિવસોમાં કુલ 19 લાખ મુસાફરોએ ST બસમાં પ્રવાસ કર્યો છે. જેના કારણે એસટી નિગમે કરોડોની આવક કરી છે.

આ પણ વાંચો: Bullet Train Project માં મોટી દુર્ઘટના, 3 શ્રમજીવી દટાયા,1 નું મોત

દિવાળીના પાંચ દિવસમાં 6,617 એક્સ્ટ્રા બસનું સંચાલન

મહત્વની વાત એ છે કે, એસટી નિગમે મુસાફરો માટે એકસ્ટ્રા બસોનું સંચાલન કર્યું હતું. એસટી નિગમે તહેવારોને ધ્યાનમાં રાખીને પહેલેથી જ જાહેર કર્યું હતું કે, આ વખતે મુસાફરો માટે વધારે બસો મુકવામાં આવશે. લોકોને કોઈ હાલાકી ના પડે તે માટે પહેલેથી જ ઓનલાઈન બુકિંગ માટે ગૃહમંત્રીએ પણ કહ્યું હતું. જેથી લોકોએ પહેલેથી પોતાની ટિકિટ બુકિંગ કરાવી દીધી હતી. આ દિવાળીના પાંચ દિવસમાં 6 હજાર 617 એક્સ્ટ્રા ટ્રીપોનું સંચાલન કરવામાં આવ્યું હતું. જેના કારણે ST નિગમને કુલ 5.93 કરોડની આવક થઈ છે.

આ પણ વાંચો: ડિસેમ્બર મહિનાના શરૂઆતમાં ઠંડીનો અનુભવ થશે, દક્ષિણ ભારતમાં ભારે વરસાદની આગાહી

Tags :
Advertisement

.