Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ડીસા : આ તે કેવી માતા? પુત્રને 6 મહિના સુધી બંધક બનાવ્યો, જાણો પૂરી વિગત

અહેવાલ - સચિન શેખલીયા ડીસા શહેરમાં એક મહિલાનો પતિ નવ માસ અગાઉ ઘર છોડીને ભાગી જતા તેનો 13 વર્ષનો પુત્ર પણ ઘર છોડી નાસી જશે તેવી દહેશતથી માતાએ પુત્રને ઘરમાં જ સાંકળથી બાંધી છ માસથી બંધક બનાવ્યો હતો. ડીસાના સેવાભાવી...
ડીસા   આ તે કેવી માતા  પુત્રને 6 મહિના સુધી બંધક બનાવ્યો  જાણો પૂરી વિગત

અહેવાલ - સચિન શેખલીયા

Advertisement

ડીસા શહેરમાં એક મહિલાનો પતિ નવ માસ અગાઉ ઘર છોડીને ભાગી જતા તેનો 13 વર્ષનો પુત્ર પણ ઘર છોડી નાસી જશે તેવી દહેશતથી માતાએ પુત્રને ઘરમાં જ સાંકળથી બાંધી છ માસથી બંધક બનાવ્યો હતો. ડીસાના સેવાભાવી યુવકોના ગ્રુપને જાણ થતા પોલીસ અને બાળ સુરક્ષા એકમને બોલાવી કિશોરને મુક્ત કર્યો હતો. જો કે છ માસથી બંધક રહેવાના કારણે માનસિક સ્થિતિ બગડી જતા તેને સારવાર અર્થે મોકલવામાં આવ્યો હતો.

" માઁ તે માઁ બીજા બધા વગડાના વા" આ કહેવત માતાના સંતાનો પ્રત્યેના વાત્સલ્ય અને પ્રેમને ઉજાગર કરે છે. ત્યારે ડીસામાં એક માતાએ પોતાનો વહાલો દીકરો પોતાનાથી દૂર ન થઈ જાય તેવી દહેશતથી તેને ઘરમાં જ પુરીને સાંકળથી બાંધી બંધક બનાવી આંધળું વાત્સલ્ય દર્શાવ્યું હોવાનો કિસ્સો બહાર આવ્યો છે. ડીસા શહેરના હીરા બજાર વિસ્તારમાં રહેતા મુકેશભાઈ ટાટરીયા (ખત્રી) કોઈ કારણસર તેમની પત્ની અને 13 વર્ષના પુત્ર મંથનને છોડીને ઘરેથી જતા રહ્યા હતા ત્યારબાદ આજ દિન સુધી પરત આવ્યા નથી.

Advertisement

જેના કારણે તેમની પત્નીને પુત્ર મંથન પણ ઘરેથી નાસી જશે તેવી દહેશતના કારણે તેમની માનસિક સ્થિતિ બગડવા લાગી હતી.જેથી મંથનને તેની માતાએ ઘરમાં જ રૂમમાં પૂરી દઈ સાંકળ થી બાંધી દીધો હતો અને તેને બારીમાંથી જમવાનું આપતી હતી જ્યારે રૂમને અને ઘરના મુખ્ય દરવાજાને તાળું મારી દીધું હતું. મંથનને મળમૂત્ર ત્યાગ કરવા પણ બહાર ન જવા દેતા તે રૂમમાં જ મળમૂત્ર ત્યાગ કરતો હતો.આમ છ માસથી માતાએ પુત્રને બંધક બનાવતા તેની માનસિક હાલત પણ ખરાબ થઈ ગઈ હતી.

આ બાબતની જાણ પાડોશીઓને થતા તેઓએ ડીસાના સેવાભાવી યુવકોનું ગ્રુપ સેવન સ્ટાર ફાઉન્ડેશન ગ્રુપને કરતા યુવકોએ મંથન ને ઘરમાંથી બહાર કાઢી મંથનને નવડાવી ધોવડાવી ફ્રેશ કરી તેની માતાને સમજાવી હતી. જોકે તેની માતાએ ફરીથી તેને બંધક બનાવી દેતા સેવન સ્ટાર ગ્રુપના સભ્યોએ આ બાબતે પોલીસ તેમજ જિલ્લા બાળ સુરક્ષા એકમને જાણ કરતા અધિકારીઓએ આવી મંથનને ફરીથી મુક્ત કરાવી પાલનપુર લઈ ગયા હતા.

Advertisement

આ પણ વાંચો - CHHOTA UDEPUR : એસ એફ હાઇસ્કુલના આચાર્યના ચાર્જનો વિવાદ વકર્યો, બન્ને શિક્ષકો પુર્વ આચાર્ય તેમજ નવનિયુક્ત આચાર્ય થયા આમને સામને

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.