Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gondal તાલુકા પંચાયત સુલતાનપુર સીટ માટે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર

Gondal: ગોંડલ તાલુકા પંચાયતની સુલતાનપુર બેઠકની પેટા ચૂંટણીને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. ભાજપમાંથી ઉમેદવારી નોંધાવનાર ચાંદનીબેન ચિરાગભાઈ ગોળે ફોર્મ પરત ખેંચ્યું છે.
gondal તાલુકા પંચાયત સુલતાનપુર સીટ માટે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર
Advertisement
  1. સુલતાનપુર બેઠકની પેટા ચૂંટણીને લઈને મહત્વના સમાચાર
  2. ભાજપના ઉમેદવાર ચાંદનીબેન ચિરાગભાઈ ગોળે ફોર્મ પરત ખેંચ્યું
  3. 16 ફેબ્રુઆરીના દિવસે યોજાશે સ્થાનિક સ્વરાજની ચૂંટણી

Gondal: ગોંડલ તાલુકા પંચાયતની સુલતાનપુર બેઠકની પેટા ચૂંટણીને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. ભાજપમાંથી ઉમેદવારી નોંધાવનાર ચાંદનીબેન ચિરાગભાઈ ગોળે ફોર્મ પરત ખેંચ્યું છે. વર્ષાબેન હિતેશભાઈ ગોંડલીયાએ પણ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું છે, જ્યારે કોંગ્રેસથી નલીનાબેન ગોપાલભાઈ કુંજડિયા શિવરાજગઢ વાળાએ ફોર્મ ભર્યું છે. ચાંદનીબેને ફોર્મ પરત ખેંચતા હવે વર્ષાબેન અને નલીનાબેન વચ્ચે સીધી ટક્કર થશે.

આ પણ વાંચો: ChhotaUdepur નગરપાલિકા ચૂંટણી જંગમાં 99 ઉમેદવારો મેદાને, જાણો શું કહે છે આંકડા?

Advertisement

સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું કાઉન્ટ ડાઉન શરૂ થયું

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે ત્યારે રાજ્યની મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોની સમાન્ય/ મધ્યસત્ર/ પેટા ચૂંટણીનું મતદાન 16 ફેબ્રુઆરીના દિવસે યોજાનાર છે જેની જોર શોરથી તૈયારીઓ ચાલી રહી છે. રાજકોટ સહિત રાજ્યભરની સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું કાઉન્ટ ડાઉન શરૂ થયું છે ત્યારે ગોંડલ તાલુકા પંચાયતની છ બેઠકોની પેટા ચૂંટણી પણ નગરપાલિકાઓની ચૂંટણીની સાથે જ યોજવાની છે તેની પણ તૈયારીઓ આરંભી દેવામાં આવી છે, જેમાં ગોંડલ તાલુકા પંચાયતની સુલતાનપુર બેઠકની પેટા ચૂંટણી યોજાશે.

Advertisement

આ પણ વાંચો: Surendranagar: જ્યાં જુઓ ત્યાં બસ ખાડા જ ખાડા! બિસ્માર રસ્તાઓથી લોકો પરેશાન

પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો

ગોંડલ તાલુકા પંચાયતની સુલતાનપુર બેઠક પર 6566 મતદાતાઓ છે જેમના માટે 6 જેટલા બુથ અને 3 બિલ્ડિંગમાં તૈયાર કરાયા છે. 16 ફેબ્રુઆરીએ અહીં મતદાન પ્રક્રિયા યોજાશે જેને લઈને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. નોંધનીય છે કે, 18 તારીખે ચૂંટણી પરિણામ જાહેર થશે. રાજ્યમાં અત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને જંગ જામ્યો છે, અનેક નેતાઓ અત્યારે ચૂંટણીના મેદાને જંગ લડવા માટે તૈયાર બેઠા છે.

અહેવાલઃ વિશ્વાસ ભોજાણી, ગોંડલ

આ પણ વાંચો: Gujarat Local body election 2025: 215 બેઠકો બિનહરીફ જીતી, બાકીની બેઠકો માટે 16મીએ મતદાન

Tags :
Advertisement

Trending News

.

×