Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Valinath Mahadev : જ્યાં દેવાધી દેવ મહાદેવ મૂર્તિ સ્વરૂપે બિરાજમાન છે

Valinath Mahadev : તરભ વાળીનાથ મહાદેવ (Valinath Mahadev) આ પાવનકારી સ્થાનક નો અનેરો ઇતિહાસ રહેલો છે. ભારતમાં આ એક માત્ર એવું મંદિર છે કે જ્યાં દેવાધી દેવ મહાદેવ મૂર્તિ સ્વરૂપે બિરાજમાન છે. અને આ મૂર્તિ પણ સ્વયંભૂ પ્રગટ થયેલી હોવાની...
valinath mahadev   જ્યાં દેવાધી દેવ મહાદેવ મૂર્તિ સ્વરૂપે બિરાજમાન છે

Valinath Mahadev : તરભ વાળીનાથ મહાદેવ (Valinath Mahadev) આ પાવનકારી સ્થાનક નો અનેરો ઇતિહાસ રહેલો છે. ભારતમાં આ એક માત્ર એવું મંદિર છે કે જ્યાં દેવાધી દેવ મહાદેવ મૂર્તિ સ્વરૂપે બિરાજમાન છે. અને આ મૂર્તિ પણ સ્વયંભૂ પ્રગટ થયેલી હોવાની માન્યતા રહેલી છે. આ સ્થાનક ને રબારી સમાજની ગુરુગાદી માનવામાં આવે છે. આ સ્થાનક સાથે તમામ વર્ગ અને સમાજના લોકો નું અસ્થાનું કેન્દ્ર રહેલું છે. આ પવિત્ર સ્થાનકના 13 માં મહંત બળદેવગીરી બાપુ ને રબારી સમાજે " ભા ' નું ઉપનામ આપ્યું હતું અને એક સૂત્ર પણ હતું કે " ભા એજ ભગવાન"

Advertisement

આવો જાણીએ આ સ્થાનક નો ઇતિહાસ અને મહત્વ

Advertisement

શિવ પ્રતિમા

ભગવાન ભોલેનાથના દર્શન કરવા તમે દેશના ગમે તે ખૂણે જાઓ પણ આપને શિવલિંગ સ્વરૂપે જ ભગવાન ભોલેનાથ ના દર્શન થશે. પરંતુ સમગ્ર દેશમાં એક જ એવું મંદિર છે કે જ્યાં ભગવાન ભોલેનાથનું શિવલિંગ પણ સ્વયંભૂ મુખારવિંદ વાળી પ્રતિમા સ્થાપિત છે. 900 વર્ષ અગાઉ અહી ભગવાન વાળીનાથ મહાદેવની પ્રતિમા વિરમગિરિ બાપુએ સ્વપ્ન મુજબ જમીનમાંથી ખોદીને કાઢી હતી. જેની ધામધૂમથી સ્થાપના બાદ આજે પણ અહી આ પ્રતિમાની પૂજા અર્ચના થાય છે.

Advertisement

સમાધી

પૂજ્ય વિરમ ગીરી બાપુ ના નિર્વાણ પછી શ્રી વાળીનાથજી ની જગ્યામાં મહંત આચાર્ય પરંપરા શરૂ થઈ. આ મહંતશ્રીઓએ હંમેશા સંસ્થા દ્વારા સેવકોમાં ધાર્મિક સંસ્કારોની જાગૃતિ માટે તથા પ્રયત્નો કર્યા છે. અહી બ્રહ્મલીન ગાદીપતિ બાપુઓની સમાધિઓ હયાત છે. એ મહંત પરંપરા જોઈએ તો, સૌ પ્રથમ...

1 - આદ્ય સ્થાપક પરમ પૂજ્ય મહંત શ્રી વિરમગિરીબાપુ

2 - પૂજ્ય મહંત શ્રી પ્રેમ ગીરીબાપુ

3 - પૂજ્ય મહંત શ્રી સંતોક ગીરીબાપુ

4 - પૂજ્ય મહંત શ્રી ગુલાબ ગીરી બાપુ

5 - પૂજ્ય મહંત શ્રી નાથ ગીરીજી બાપુ

6 - પૂજ્ય મહંત શ્રી જગમાલ ગીરીબાપુ

7 - પૂજ્ય મહંત શ્રી શંભુગીરી બાપુ

8 - પૂજ્ય મહંત શ્રી ભગવાન ગીરીબાપુ

9 - પૂજ્ય મહંત શ્રી મોતી ગીરીબાપુ

10 - પૂજ્ય મહંતશ્રી કેશવ ગીરી બાપુ

11 - પૂજ્ય મહંત શ્રી હરિ ગીરીબાપુ

12 - પૂજ્ય મહંત શ્રી સુરજ ગીરીબાપુ

13 - પૂજ્ય મહંત શ્રી બળદેવ ગીરીબાપુ

14 - અને હાલમાં વિદ્યામાન છે પૂજ્ય મહંત શ્રી જયરામ ગીરી બાપુ ...

અન્નક્ષેત્ર

ભગવાનના મંદિરે ભક્ત આવે અને ભૂખ્યો જાય એવું કદી ન બને. તરફ વાળીનાથ મહાદેવ ધામમાં પણ 900 વર્ષ જૂની પરંપરા હજુ ચાલી રહી છે. અહીં નિર્માણ પામેલ નવીન મંદિર સાથે વિશાળ પ્રસાદ ભોજનાલય પણ નવું બનાવવામાં આવ્યું છે. જ્યાં એક સાથે 5000 ભક્તો પ્રસાદ ભોજન લઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. આ વિશાળ ભોજનાલય અંદાજે બે કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે. જ ભક્તોનો અવિરત પ્રવાહ આવતો રહેશે અને ભોજન પ્રસાદ ગ્રહણ કરતો રહેશે છતાં શ્રી ભગવાન વાળીનાથ મહાદેવની કૃપાદ્રષ્ટિથી અન્નનો ભંડાર કદી ખૂટશે નહીં.

આ પણ વાંચો----TARABH VALINATH TEMPLE : જાણો વાળીનાથ મહાદેવ મંદિરની શું છે વિશેષતાઓ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.