Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Ahmedabad: નવરાત્રિને લઈને અમદાવાદ પોલીસ સજ્જ, કોમર્શિયલ ગરબાના આયોજનને લઇને DCPનું નિવેદન

નવરાત્રિના કોમર્શિયલ ગરબા માટે 80 અરજી મળી: DCP નવરાત્રિને લઇને શહેરના પોલીસ અધિકારીઓ રહેશે બંદોબસ્તમાં: DCP શી ટિમમાં મહિલા અધિકારી, ટ્રાફિક જવાન, પોલીસ રહેશે હાજર: DCP Ahmedabad Navratri 2024: નવરાત્રિમાં ગરબા રમવા માટે ગુજરાતીઓ હંમેશા તેયાર જ હોય છે....
ahmedabad  નવરાત્રિને લઈને અમદાવાદ પોલીસ સજ્જ  કોમર્શિયલ ગરબાના આયોજનને લઇને dcpનું નિવેદન
  1. નવરાત્રિના કોમર્શિયલ ગરબા માટે 80 અરજી મળી: DCP
  2. નવરાત્રિને લઇને શહેરના પોલીસ અધિકારીઓ રહેશે બંદોબસ્તમાં: DCP
  3. શી ટિમમાં મહિલા અધિકારી, ટ્રાફિક જવાન, પોલીસ રહેશે હાજર: DCP

Ahmedabad Navratri 2024: નવરાત્રિમાં ગરબા રમવા માટે ગુજરાતીઓ હંમેશા તેયાર જ હોય છે. અમદાવાદ (Ahmedabad) શહેરમાં પણ અનેક જગ્યાએ ગરબાનું આયોજન કરવામાં આવે છે. ત્યારે તેને લઈને અમદાવાદ પોલીસ (Ahmedabad Police)ની કેવી વ્યવસ્થા છે? તે જાણવું આવશ્યક છે. અમદાવાદની વાત કરવામાં આવે તો પોલીસ દ્વારા સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી છે. અમદાવાદ પોલીસ ગરબાને લઈને સજ્જ છે. નોંધનીય છે કે, નવરાત્રીના કોમર્શિયલ ગરબાના આયોજનને લઇને DCP એ નિવેદન આપ્યું છે.

Advertisement

ધ્વનિ પ્રદૂષણ ન થાય તે મુજબની ગાઇડલાઇનનું પાલન કરાશે: DCP

DCP એ પોતાના નિવેદનમાં જણાવ્યું કે, અમદાવાદમાં નવરાત્રિમાં કોમર્શિયલ ગરબા માટે 80 અરજી મળી છે. આથી શહેરમાં નવરાત્રિ સારી રીતે થઈ શકે તે માટે અમદાવાદ પોલીસના અધિકારીઓ બંદોબસ્તમાં રહેવાના છે. શી ટિમમાં મહિલા અધિકારી, ટ્રાફિક જવાન અનેં સ્થાનિક પોલીસ કર્મીઓ હાજર રહેશે. આ સાથે ધ્વનિ પ્રદુષણ ન થાય તે મુજબની ગાઇડલાઈ નું પાલન કરાશે. આ સાથે કોઈ અઘટિત ઘટના ના બને તે માટે પણ ખાસ તકેદારી રાખવામાં આવશે.

Advertisement

આ પણ વાંચો: Rajkot : સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી વિવાદમાં સપડાઈ! પ્રોફેસરોની ભરતીને લઈ થયા ગંભીર આક્ષેપ

વ્યસન કરીને કોઇ ન આવે તેની તકેદારી રાખવા આયોજકોને સૂચના: DCP

નોંધનીય છે કે, DCP ના નિવેદન પ્રમાણે કોમર્શિયલ ધોરણે cctv રાખવા, લાઉડ સ્પીકર 12 વાગ્યા સુધી, એન્ટ્રી અને exit ગેટ અલગ, મહિલા પુરુષ એન્ટ્રી ગેટ અલગ, પાર્કિંગ વ્યવસ્થા, પાર્કિંગ વહિકલનીં વિગત સહિત તકેદારી રાખવા આયોજકોને સૂચનાઓ આપવામાં આવી છે. આ સાથે સાથે વ્યવસન કરી કોઈ ન આવે તેની તકેદારી રાખવા માટે પણ આયોજકોને સૂચનાઓ અપાઈ છે.

Advertisement

આ પણ વાંચો: અંબાજીમાં વિદ્યાર્થીઓથી ભરેલી રિક્ષાને પૂરપાટ આવતા જીપચાલકે પાછળથી મારી જોરદાર ટક્કર

ટ્રાફિક વ્યવસ્થાને લઇને પણ પોલીસ ખડેપગે રહેશે: DCP

ગરબા દરમિયાન એમ્બ્યુલન્સ સાહિતની સુવિધા રાખવી પડશે. નોંધનીય છે કે, અત્યારે નાની ઉંમરે લોકોને હાર્ટ એટેક આવતા હોય છે. જેથી એમ્બ્યુલન્સને ગરબા સ્થળ પર તૈનાત રાખવી અનિવાર્ય છે. આ સાથે સાથે ગાઈડલાઈન મુજબ અયોજકોએ પાલન નહી કર્યું હોય તો આયોજન રદ્દ કરાશે અને તેમની સાથે પગલાં લેવાશે એવી સૂચનાઓ આપી દેવામાં આવી છે. શહેરમાં 14,000 પોલીસ જવાબ નવરાત્રિમાં સ્ટેન્ડ બાય રહેશે. એટલું જ નહીં પરંતુ ટ્રાફિક વ્યવસ્થા ન બગડે તે માટે પણ પોલીસ ખડેપગે રહેશે.

આ પણ વાંચો: Vadodara : અધિકારીઓ, આ રોડ પર સાચવીને નીકળજો, નહીંતર...! : જશપાલસિંહ

Tags :
Advertisement

.