ભરૂચ જિલ્લામાં ગમખ્વાર અકસ્માત, 2 બનાવમાં 3ના મોત 1 ને ઈજા
ભરૂચ જિલ્લામાં એક જ રાત્રિ અકસ્માતના બે બનાવો નોંધાયા હતા, જેમાં હાંસોટ રોડ ઉપર કન્ટેનરની પાછળ કાર ઘૂસી જતા કારમાં સવાર 2 લોકોના મોત થયા હતા, જ્યારે એકને ઈજા થઈ હતી. ઝાડેશ્વર સ્વામિનારાયણ મંદિર નજીક પણ અકસ્માતમાં એક આધેડનું મોત થયું હતું.
ભરૂચ જિલ્લાના નેશનલ હાઈવે 48ના હાંસોટના વાલનેર પાટીયા નજીક એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં આગળ ચાલતા કન્ટેનરની પાછળ પૂર ઝડપે આવેલી કાર કન્ટેનરની અંદર ઘૂસી જતા ગંભીર પ્રકારનો અકસ્માત સર્જાયો હતો. જેમાં કારનું તો કચુંબર બન્યું હતું અને કારમાં સવાર ચાલક સહિત તેની બાજુમાં જ બેઠેલાનું ઘટના સ્થળે મોત થયું હતું. જ્યારે કારમાં પાછળની સીટ ઉપર સવારને ગંભીર ઇજાઓ થઈ હતી. સમગ્ર અકસ્માત કાળજું કંપાવી દે તેવી હતી. કારણ કે કારના કચુંબર સાથે કારમાં રહેલા લોકોની હાલત પણ ગંભીર પ્રકારની જોવા મળી હતી અને તેમના મૃતદેહોને પણ ભારે જહેમત બાદ બહાર કાઢવામાં આવ્યા હતા. અકસ્માત અંગેની જાણ પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અકસ્માતમાં મોતને ભેટેલા બંને લોકોના મૃતદેહનો કબજો લીધો હતો. જ્યારે ઇજાગ્રસ્તને સારવાર અર્થે ખસેડ્યો હતો અને તેમના વાલી વારસોની શોધખોળ આરંભી હતી.
વધુ એક અકસ્માત ભરુચના નેશનલ હાઇવે 48 ઉપર આવેલા ઝાડેશ્વર સ્વામિનારાયણ મંદિર નજીક બન્યો હતો. જેમાં સ્વામિનારાયણ મંદિર પાસે એક કટ મુકવામાં આવ્યો છે અને તે જગ્યા ઉપર જ વડોદરાથી ભરૂચ તરફ આવતા ડમ્પર ચાલકે ભરૂચથી અંકલેશ્વર તરફ જતી ખાનગી બસ સાથે અકસ્માત સર્જ્યો હતો. જેમાં ખાનગી બસના ચાલક ઈશાક અબ્બાસને ગંભીર ઈજા થતાં તેમનું મોત નીપજ્યું હતું. ભરૂચ જિલ્લામાં અકસ્માતના 2 બનાવમાં 3 લોકોના મોત થયા હતા, જ્યારે 1 ને ઈજા થઈ હતી અને આમ એક જ રાત્રિમાં અકસ્માતમાં ત્રણ લોકોએ જીવ ગુમાવ્યા હતા.
આ પણ વાંચો - ગેનીબેન ઠાકોરનું વધુ એક વિવાદાસ્પદ નિવેદન, લગ્નમાં DJ પર સંપૂર્ણ પ્રતિબંધની કરી ટકોર
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
અહેવાલ - દિનેશ મકવાણા