Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Dahod : ST ડેપો પર ટિકિટ ભાડાનાં વધુ નાણાં વસૂલાતા હોવાનો Gujarat First ના કેમેરા સામે ઘટસ્ફોટ

દાહોદ (Dahod ) ST ડેપોમાં શ્રમિક મુસાફરો પાસેથી ટિકિટના વધુ નાણાં લેવાનો ઘટસ્ફોટ સમગ્ર કટકી પ્રથાનો ગુજરાત ફર્સ્ટનાં કેમેરા સામે ઘટસ્ફોટ જવાબદાર કર્મચારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાની માગ ઊઠી દાહોદનાં (Dahod) એસટી ડેપો ખાતે ઓનલાઈન ટિકિટ બુકિંગના કાઉન્ટર પર કર્મચારીઓ...
dahod   st ડેપો પર ટિકિટ ભાડાનાં વધુ નાણાં વસૂલાતા હોવાનો gujarat first ના કેમેરા સામે ઘટસ્ફોટ
  1. દાહોદ (Dahod ) ST ડેપોમાં શ્રમિક મુસાફરો પાસેથી ટિકિટના વધુ નાણાં લેવાનો ઘટસ્ફોટ
  2. સમગ્ર કટકી પ્રથાનો ગુજરાત ફર્સ્ટનાં કેમેરા સામે ઘટસ્ફોટ
  3. જવાબદાર કર્મચારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાની માગ ઊઠી

દાહોદનાં (Dahod) એસટી ડેપો ખાતે ઓનલાઈન ટિકિટ બુકિંગના કાઉન્ટર પર કર્મચારીઓ દ્વારા મુસાફરોની ટિકિટમાં પણ કટકી કરતાં હોવાનો ચોંકાવનારો આરોપ લગાવવામાં આવ્યો છે. જિલ્લાનાં આદિવાસી પરિવારો સૌરાષ્ટ્ર તરફ મજૂરી કામ માટે જવા ST નો (ST Depo) સગારો લેતા હોય છે. ત્યારે ટિકિટ બુકિંગનાં કર્મચારીઓ દ્વારા ભાડાની રકમ કરતાં પણ વધુ નાણાં લેવાઈ રહ્યા હોવાની હકીકત સામે આવી છે. આ સમગ્ર કટકી પ્રથાનો ગુજરાત ફર્સ્ટનાં (Gujarat First) કેમેરા સામે ઘટસ્ફોટ થતાં જવાબદાર કર્મચારીઓ વિરુદ્ધ કાર્યવાહીની માગ ઊઠી છે.

Advertisement

ટિકિટ પર રૂ.10 થી માંડીને 150 રૂપિયા સુધી વધુ લેવાની ફરિયાદ

દાહોદ (Dahod) જિલ્લામાં આદિવાસી પરિવારો મજૂરી કામ અર્થે સૌરષ્ટ્ર તરફ જતાં હોય છે. ત્યારે ટિકિટ બુકિંગનાં કર્મચારીઓ દ્વારા ભાડાની રકમ કરતાં પણ વધુ નાણાં લેવાઈ રહ્યા છે. રૂ.10 થી માંડીને 150 રૂપિયા સુધી મુસાફરો પાસેથી લીધા હોવાનો ઘટસ્ફોટ થયો છે. આ બાબતની ફરિયાદ થતાં આજે ગુપ્ત રીતે બસ સ્ટેશનમાં (ST Bus Stand) મુસાફરોની ટિકિટ ચેક કરી કેટલા રૂપિયા લીધા ? તેવું પૂછતા અનેક મુસાફરો મળી આવ્યા, જેમની પાસેથી વધારાના રૂપિયા લેવામાં આવ્યા હતા. ઉલ્લ્ખેનીય છે કે, આ રીતે ગરીબ પ્રજા પાસેથી કટકી કરી કાઉન્ટર પરનાં કર્મચારીઓ દરરોજનાં હજારો રૂપિયા પોતાનાં ખિસ્સામાં સેરવી રહ્યા હોવાનું સામે આવ્યું છે.

Advertisement

સમગ્ર કટકી પ્રથાનો ગુજરાત ફર્સ્ટનાં કેમેરા સામે ઘટસ્ફોટ

એક કર્મચારીનું કહેવું છે કે, છૂટા ના હોય તો શું કરીયે ? પણ 2-4 રૂપિયા પાછા આપવાનાં આવે તો છૂટાનો પ્રશ્ન વાજબી છે. પરંતુ, અહીં તો રૂ. 10 થી લઈ રૂ. 50 સુધી તો કોઈકનાં 80 રૂપિયા લેવાના સંખ્યાબંધ કિસ્સા સામે આવ્યા છે. એટલે મુસાફર દલીલ ના કરે અથવા મજૂર વર્ગ લાગે તેની પાસે આંખો બંધ કરીને નાણાં લઈ લેવાનાં, કોઈ શિક્ષિત અથવા નોકરિયાત મુસાફર જોવાય તો જેટલાની ટિકિટ હોય તેટલા જ રૂપિયા લેવાય છે. એટલે પોતાનાં ખિસ્સા ભરવા માટે આશિક્ષિત કે મજૂર લગતાં મુસાફરો સાથે એક પ્રકારની છેતરપિંડી કરીને નાણાં લેવામાં આવી રહ્યા છે. આ સમગ્ર કટકી પ્રથાનો ગુજરાત ફર્સ્ટનાં (Gujarat First) કેમેરા સામે ઘટસ્ફોટ થતાં જવાબદાર કર્મચારીઓ વિરુદ્ધ કાર્યવાહીની માંગ ઊઠી છે.

Advertisement

અહેવાલ : સાબીર ભાભોર, દાહોદ

Tags :
Advertisement

.