Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

DAHOD: સી.આર.પાટીલના અધ્યક્ષતામાં સ્નેહમિલન કાર્યક્ર્મ યોજાયો

અહેવાલ - સાબીર ભાભોર, દાહોદ ગરબાડા વિધાનસભા બેઠક માં પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના અધ્યક્ષતામાં સ્નેહમિલન કાર્યક્ર્મ યોજાયો હતો. જેમાં આપના વિધાનસભાના ઉમેદવાર સહિત 1000 થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા હતા. સી.આર.પાટીલના અધ્યક્ષ સ્થાને સ્નેહમિલન કાર્યક્ર્મ યોજાયો દિવાળી નિમિત્તે દાહોદ જિલ્લાની ગરબાડા...
dahod  સી આર પાટીલના અધ્યક્ષતામાં સ્નેહમિલન કાર્યક્ર્મ યોજાયો

અહેવાલ - સાબીર ભાભોર, દાહોદ

Advertisement

ગરબાડા વિધાનસભા બેઠક માં પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના અધ્યક્ષતામાં સ્નેહમિલન કાર્યક્ર્મ યોજાયો હતો. જેમાં આપના વિધાનસભાના ઉમેદવાર સહિત 1000 થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા હતા.

સી.આર.પાટીલના અધ્યક્ષ સ્થાને સ્નેહમિલન કાર્યક્ર્મ યોજાયો

Advertisement

દિવાળી નિમિત્તે દાહોદ જિલ્લાની ગરબાડા બેઠક ઉપર ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના અધ્યક્ષ સ્થાને સ્નેહમિલન કાર્યક્ર્મ યોજાયો હતો. જેમાં મંત્રી બચુભાઈ ખાબડ, સાંસદ જશવંતસિંહ ભાભોર તેમજ જિલ્લાના ધારાસભ્યોએ સહિત ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં હજાર રહ્યા હતા.

સી.આર.પાટિલે તમામ કાર્યકરોને નવાવર્ષની શુભેચ્છા પાઠવી

Advertisement

સી.આર.પાટિલે તમામ કાર્યકરોને નવાવર્ષની શુભેચ્છા પાઠવી સાથે લોકસભાની ચૂંટણી માટે તમામ બેઠકો ઉપર ભાજપના ઉમેદવારને પાંચ લાખ થી વધુ મતોની સરસાઈથી વિજયી બનાવવા માટે તમામ કાર્યકરોએ સંકલ્પ લીધો છે.

ધારાસભ્ય મહેન્દ્ર ભાભોરે AAPને પણ ભાજપમાં મિલન કરાવ્યુ

તે પ્રમાણે મહેનત કરી દાહોદ બેઠકને પણ પાંચ લાખ થી વધુ મતોની સરસાઈથી વિજયી બનાવવા માટે અપીલ કરી હતી. આજના સ્નેહ મિલન કાર્યક્ર્મમાં ગરબાડાના ધારાસભ્ય મહેન્દ્ર ભાભોરે AAPને પણ ભાજપમાં મિલન કરાવ્યુ હતું 2022ની વિધાનસભા ચૂંટણીમાં ગરબાડા બેઠક ઉપરથી આપના ઉમેદવાર રહેલા અને 41000 મત મેળવનાર શૈલેષ ભાભોર આપના સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરો સહિત આજે વિધિવત ભાજપમાં જોડાતા આમ આદમી પાર્ટીને ફટકો પડ્યો છે.

BTPના તેમજ કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાયા

આ સાથે BTPના તેમજ કોંગ્રેસના પણ કેટલાક કાર્યકરો ભાજપમાં જોડાયા હતા. નવા વર્ષના સ્નેહમિલનમાં 1000થી વધુ હોદ્દેદારો અને કાર્યકરોએ આજે ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. જેમાં પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે તમામને ભાજપ નો ખેસ પહેરાવી સ્વાગત કર્યું હતું.

આ પણ વાંચો - બહારનું ખાવાના શોખિનો હવે ચેતી જજો, સૂપમાંથી નીકળ્યો વંદો

Tags :
Advertisement

.