ડભોઇ મામલતદારે ઢાઢર નદીના અસરગ્રસ્ત તમામ ગામોમાં ટ્રેક્ટરમાં બેસી મુલાકાત લીધી
અહેવાલ - પિન્ટુ પટેલ
સમગ્ર ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. તેવામાં છોટાઉદેપુર જિલ્લામાં પડેલા વરસાદના કારણે ઢાઢર નદી ગાંડીતુર બની છે. ત્યારે ડભોઈ તાલુકાના 10 ગામોને સીધી અસર થવા પામી છે, જેવા કે દંગીવાડા, નારણપુરા,કરાલીપુરા,પ્રયાગપુરા, સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા છે. ત્યારે બંબોજ ગામે કેડ સમા પાણીથી જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. તેવામાં શાળાએ જતા વિદ્યાર્થીઓ પણ મુશ્કેલીમાં મુકાયા છે. જ્યારે બીજી બાજુ જિલ્લા કલેક્ટર દ્વારા દરેક કાંઠા વિસ્તારના ગામોમાં તલાટી કમ મંત્રીઓને ગામમાં રહેવાની સૂચના છતાં પણ બંબોજ ગામે તલાટી ક્રમ મંત્રી ગેરહાજર રહેતા ગ્રામજનોની ચિંતામાં વધારો નોંધાયો છે.
એટલું જ નહીં બીજી બાજુ નદીના પાણીમાં મગરો આવી જતા ગ્રામજનોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.હાલ વરસાદ બંધ હોવાને કારણે પાણી ધીમે ધીમે પાણી ઓસરવાની શરૂઆત થઈ છે. ઢાઢર નદીમાં પુર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે તેવામાં તંત્ર એક્સનમાં આવી ગયું હતું ત્યારે ડભોઇ મામલતદાર ડી.વી.ગામીત તેમજ કસ્બા તલાટી પ્રવીણભાઈ જોષી દ્વારા ટ્રેક્ટર માં બેસી તમાતા ગામોની મુલાકાત કરવામાં આવી હતી અને ગામોના પ્રશ્નો સાંભળ્યા હતા એટલું જ નહીં બંબોજ ગામના લોકો દ્વારા મામલતદારને રજૂઆત કરવામાં આવી હતી કે ડભોઇ તાલુકા નો કોતર વિસ્તાર સાફ કરવામાં આવે તો આવી પૂરની પરિસ્થિતિનું સર્જન ના થાય મામલતદાર દ્વારા તમામ કામો કરી આપવાની બાહેધરી પણ ગ્રામજનોને આપી હતી.
સાથે ગ્રામજનોને ભેગા કરી સતર્ક રહેવા જણાવ્યું હતું. સાથે સાથે નદીના પાણીથી આવી ગયેલા મગરોને પણ પકડવા માટે ફોરેસ્ટ વિભાગ ને સૂચના આપવામાં આવી છે ત્યારે આવનારા દિવસોમાં દેવ ડેમનું પાણી છોડવામાં આવે તો તમામ પરિસ્થિતિઓને સંભાળવા માટે તંત્ર સજ્જ બન્યું છે.
આ પણ વાંચો - ઉકાઇ ડેમ 70 ટકા ભરાયો, છેલ્લા 29 દિવસમાં ઉપરવાસમાં વરસાદને પગલે ડેમની સપાટીમાં 22 ફુટનો વધારો
આ પણ વાંચો - રાજ્યમાં 24 કલાકમાં કેટલો વરસાદ પડ્યો? હવામાન વિભાગે જાહેર કર્યા આંકડા
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ