Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ડભોઇ :ઘર ફોડ ચોરીના ગુનામાં LCB એ બે આરોપીની કરી ધરપકડ

વડોદરા ગ્રામ્ય એલસીબીની ટીમ ગઈકાલે રાત્રિનાં સમયે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી, ત્યારે બાતમી મળેલ કે, ડભોઇ ટાઉન તિલકવાડા રોડ ઉપર આવેલ રેવા પેટ્રોલ પંપની ઓફિસમાંથી તારીખ 8-5- 2023 ના રોજ કોઈ અજાણા ઈસમો મોબાઈલ ફોન ચોરી કરી...
ડભોઇ  ઘર ફોડ ચોરીના ગુનામાં lcb એ બે આરોપીની કરી ધરપકડ

વડોદરા ગ્રામ્ય એલસીબીની ટીમ ગઈકાલે રાત્રિનાં સમયે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી, ત્યારે બાતમી મળેલ કે, ડભોઇ ટાઉન તિલકવાડા રોડ ઉપર આવેલ રેવા પેટ્રોલ પંપની ઓફિસમાંથી તારીખ 8-5- 2023 ના રોજ કોઈ અજાણા ઈસમો મોબાઈલ ફોન ચોરી કરી ગયેલ હતાં. જે ચોરાયેલા મોબાઈલ ફોન સાથે બે ઈસમો ડભોઇ ટાઉન તરફ જનાર છે. જે ચોક્કસ બાતમી હકીકતના આધારે એલસીબીની ટીમ શીનોર ચોકડી પાસે વોચમાં હતી, ત્યારે આ બંને ઈસમોને ઝડપી પાડવામાં આવ્યા હતાં. તેઓના નામ ઠામ પૂછતા (1) વિજયભાઈ રણજીતભાઈ પાવા રહે.

Advertisement

Image preview
નડા ગામ, ડીપી વાળુ ફળિયું, તાલુકો ડભોઇ,(૨) વિષ્ણુભાઈ મહેશભાઈ રાઠોડિયા હાલ રહે. નડા ગામ તાલુકો ડભોઇ મૂળ રહે. ઉંમરપુરા તાલુકો વાઘોડિયા. પકડાયેલા આરોપીની અંગ ઝડતી કરતાં, તેઓ પાસેથી અલગ અલગ કંપનીના ત્રણ મોબાઇલ ફોન મળી આવ્યા હતાં. જે પૈકી વિજય પાટણવાડીયા ના કબજામાંથી vivo કંપનીનો મોબાઇલ ફોન મળી આવ્યો હતો. જે ડભોઇ પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયેલ ઘર ફોડ ચોરીના ગુનાનો મોબાઈલ ફોન હોવાનું જણાઈ આવેલ. જેથી પોલીસે વધુ પૂછતાછ કરતા આ તે જ પણ હોવાનું બંનેએ જણાવ્યું હતું. આ બંને ઈસમો પાસેથી કુલ રૂપિયા 30,000 ની કિંમતના ત્રણ અલગ અલગ ફોન કબજે લેવામાં આવ્યાં હતાં. આમ,વડોદરા જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચના પોલીસનાં જવાનોની ટીમને ઘરફોડ ચોરી કરતાં ઝડપી પાડવામાં અને થયેલી ઘરફોડ ચોરીનો ગુનો શોધી કાઢવામાં સફળતા મળેલ છે. ઝડપાયેલા બંને આરોપીઓ સામે આગળની કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.

અહેવાલ -પિન્ટુ પટેલ ,ડભોઇ 

Advertisement

આપણ  વાંચો-અંગોના ટ્રાન્સપ્લાન્ટ સંદર્ભે રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય

Advertisement

Tags :
Advertisement

.