Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Dabhoi: દર્ભાવતિ નગરીમાં છાક લીલા મનોરથ યોજાયો

અહેવાલ - પીન્ટુ પટેલ, ડભોઇ પૂ.શ્રી ડોક્ટર વાગીશ કુમારજી મહારાજશ્રીના વચનામૃત સાથે દર્ભાવતિ ડભોઇ નગર ખાતે ડભોઇ દશાલાડ ન્યાત સમસ્ત દ્વારા શ્રીજીનો અલૌકિક છાક લીલાનો મનોરથ હરી, ગુરુ, વૈષ્ણવના ત્રિવેણી સંગમ રૂપે ડભોઇ દશાલાડ વાડી ખાતે યોજાયો હતો. દ્વારકાધીશ હવેલી...
dabhoi  દર્ભાવતિ નગરીમાં છાક લીલા મનોરથ યોજાયો

અહેવાલ - પીન્ટુ પટેલ, ડભોઇ

Advertisement

પૂ.શ્રી ડોક્ટર વાગીશ કુમારજી મહારાજશ્રીના વચનામૃત સાથે દર્ભાવતિ ડભોઇ નગર ખાતે ડભોઇ દશાલાડ ન્યાત સમસ્ત દ્વારા શ્રીજીનો અલૌકિક છાક લીલાનો મનોરથ હરી, ગુરુ, વૈષ્ણવના ત્રિવેણી સંગમ રૂપે ડભોઇ દશાલાડ વાડી ખાતે યોજાયો હતો.

દ્વારકાધીશ હવેલી ખાતેથી ભવ્યાતિભવ્ય શોભાયાત્રા

Advertisement

તૃતીય પીઠાધીશ્વર કાંકરોલી નરેશ પૂજ્ય શ્રી ડોક્ટર વાગીશ કુમારજી મહારાજશ્રી મુખ્ય મનોરથી અંબુભાઈ એચ. શાહ છોટાઉદેપુર વાળા, સ્વ.કૃષ્ણલાલ ચંદુલાલ બોરતલાવવાળા પરીવાર, સ્વ.વિઠ્ઠલદાસ મોતીલાલ પરિવાર, સહયોગી કનુભાઈ ખનખનવાળા, પલ્લવ જગદીશચંદ્ર શાહ, કિરીટભાઈ શાહ માકણી વાળા, દીપકભાઈ વસઈવાળા, કિરણકુમાર શાહ સ્વ.ઇન્દિરાબેન ‌સુરેશભાઇ, રમણલાલ મંગળદાસ અવાખલિયા, સ્વ.ઇન્દ્રવદન શાહ વકીલના સહયોગ દ્વારા છાકલીલાનો મનોરથ દર્શન નિમિત્તે પ્રભુશ્રી દ્વારકાધીશ હવેલી ખાતેથી ભવ્યાતિભવ્ય શોભાયાત્રા પૂજ્ય ડોક્ટર વાગીશ કુમારજી મહારાજશ્રીની નિશ્રામાં ડભોઇના રાજમાર્ગો ઉપર વિક્ટોરિયા ધોડાગાડીમાં નીકળી હતી.

જ્ઞાતિજનો ગરબે ઘૂમી નાચી ઝૂમી ઉઠ્યા હતાં

Advertisement

જેમાં ડભોઇના મુખ્ય ટાવર ખાતે જ્ઞાતિજનો ગરબે ઘૂમી નાચી ઝૂમી ઉઠ્યા હતાં. જ્ઞાતિજનો માદરે વતન આવીને શૈશવનાં સંસ્મરણો વાગોળતાં એમની આંખોમાં અશ્રુઓની ધારા છલકાઈ ગઈ હતી. ત્યારબાદ શોભાયાત્રા ડભોઈ દશાલાડ વાડી ખાતે પહોંચતાં પ્રભુ દ્વારકાધીશ સુખધામ હવેલી વડોદરા શહેરના ઠાકોરજી સહિત ૧૦૧ ઠાકોરજીને બિરાજમાન કરીને ભવ્યાતિભવ્ય છાક લીલાનો મનોરથ દર્શન પૂ.શ્રી ડો વાગીશકુમારજી મહારાજશ્રીના કરકમલો દ્વારા પ્રભુની આરતી ઉતારવામાં આવી.

અષ્ટ સખાની યાદ અપાવી હતી

સુખધામના સુપ્રસિદ્ધ કીર્તનકાર ચકાભાઇ વૃંદ દ્વારા કીર્તનોની ભારે રમઝટ જમાવીને અષ્ટ સખાની યાદ અપાવી હતી. એટલું જ નહીં નગરના જ્ઞાતિજનો મનોરથ્યોનું પૂજ્યશ્રીના વરદ હસ્તે મોમેન્ટો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. ડભોઇ ન્યાત સમસ્તના પ્રમુખ રાજુભાઈ બોરતળાવવાળા અને સમગ્ર ટીમ દ્વારા પપૂજ્યશ્રીને ધોતી ઉપરના માલ્યાર્પણ દ્વારા વિશિષ્ટ બહુમાન કરાયું હતું.

ડભોઇ નગર વ્રજભૂમિમાં ફેરવાયું

આમ ડભોઇ નગર વ્રજભૂમિમાં ફેરવાયું હતું. સ્વાગત પ્રવચન યુવા પ્રમુખ રાજુભાઈ બોરતળાવવાળાએ કરીને પૂજ્યશ્રીનો અને વિશિષ્ટ આમંત્રિત મહેમાનોનું પુષ્પગુચ્છ અને શબ્દોથી સ્વાગત કર્યું હતું. આભાર વિધિ સેવાના ભેખધારી કિશોરભાઈ શાહે કરી હતી. દભૉવતિ - ડભોઇ દશાલાડ સમાજનાં સૌ જ્ઞાતિજનો માટે આ ઉત્સવ યાદગાર સંભારણું બની રહેશે.

આ પણ વાંચો - VADTAL : ગુજરાતના યાત્રાધામ પૈકી વડતાલધામની સૌ પ્રથમ ટપાલ ટિકીટનું વિમોચન કરાયું

Tags :
Advertisement

.