Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગોધરા ખાતેથી CPRની તાલીમનો પ્રારંભ, 2400 શિક્ષકો CPRની તાલીમ લેશે

અહેવાલ- નામદેવ પાટીલ,પંચમહાલ રાજ્યના શિક્ષણ મંત્રી ડૉ.કુબેર ડિંડોરે છબનપુર ખાતેની જીએમઈઆરએસ મેડિકલ કોલેજથી CPRની તાલીમનો પ્રારંભ કરાવ્યો હતો. જેમાં પંચમહાલ જિલ્લાના ૨૪૦૦ શિક્ષકો CPRની તાલીમ મેળવશે. પંચમહાલ જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં શિક્ષકોને કાર્ડિયો પલ્મનરી રિસસિટેશન-CPRની તબીબો દ્વારા સૈદ્ધાંતિક અને પ્રેક્ટીકલ...
ગોધરા ખાતેથી cprની તાલીમનો પ્રારંભ  2400 શિક્ષકો cprની તાલીમ લેશે

અહેવાલ- નામદેવ પાટીલ,પંચમહાલ

Advertisement

રાજ્યના શિક્ષણ મંત્રી ડૉ.કુબેર ડિંડોરે છબનપુર ખાતેની જીએમઈઆરએસ મેડિકલ કોલેજથી CPRની તાલીમનો પ્રારંભ કરાવ્યો હતો. જેમાં પંચમહાલ જિલ્લાના ૨૪૦૦ શિક્ષકો CPRની તાલીમ મેળવશે. પંચમહાલ જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં શિક્ષકોને કાર્ડિયો પલ્મનરી રિસસિટેશન-CPRની તબીબો દ્વારા સૈદ્ધાંતિક અને પ્રેક્ટીકલ તાલીમ આપવામાં આવી હતી.

૨ લાખથી વધુ શિક્ષકો માટે CPR તાલીમનું આયોજન

Advertisement

રાજ્ય સરકાર દ્વારા Indian Society Of Anaesthesiologist Gujaratના સહયોગથી રાજ્યની સરકારી પ્રાથમિક,માધ્યમિક શાળાઓમાં કાર્યરત ૨ લાખથી વધુ શિક્ષકો માટે CPR તાલીમનું આયોજન કર્યું છે. ત્યારે પંચમહાલ જિલ્લામાં રાજ્યના કેબિનેટ શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે ગોધરાના છબનપુરની જી.એમ.ઈ.આર.એસ મેડિકલ કોલેજ ખાતેથી CPRની તાલીમનો પ્રારંભ કરાવ્યો હતો.

૧૨૦૦ શિક્ષકોએ ઉપસ્થિત રહીને CPRની તાલીમ મેળવી 

Advertisement

છબનપુર ખાતે આયોજિત કાર્યક્રમમાં પ્રથમ સેશનમાં જિલ્લાના ૧૨૦૦ શિક્ષકોએ ઉપસ્થિત રહીને CPRની તાલીમ મેળવી હતી. જ્યારે બીજા સેશનમાં વધુ ૧૨૦૦ શિક્ષકો કુલ મળીને આજે ૨૪૦૦ શિક્ષકો માટે તાલીમનું આયોજન કરાયું છે. આવનાર સમયમાં પણ ફરી ૨૪૦૦ શિક્ષકોને તાલીમ આપવામા આવશે. આ પ્રસંગે શિક્ષણ મંત્રી ડૉ.કુબેરભાઈ ડિંડોરે જણાવ્યું હતું કે,વ્યક્તિનો અમૂલ્ય જીવ બચાવવો એ દરેક ભારતીયની નૈતિક ફરજ ગણાય છે. તેમણે કહ્યું કે,સી.પી.આર એક એવી ટેકનિક છે. જેનાથી શરૂઆતી ૫ થી ૧૦ મિનિટમાં વ્યક્તિનો અમૂલ્ય જીવ બચાવી શકાય છે.

સતત જાગૃતિ અભિયાનો ચલાવવામાં આવી રહ્યા છે

CPRની તાલીમ અંગે રાજ્યસરકાર દ્વારા સતત જાગૃતિ અભિયાનો ચલાવવામાં આવી રહ્યા છે. અગાઉ પોલીસ વિભાગના જવાનોને પણ ટ્રેનિંગ આપવામાં આવી હતી. જેના ભાગરૂપે આજે હાર્ટ એટેક સામે અનેક લોકોના જીવ બચી રહ્યા છે. કાર્યક્રમ પૂર્ણ થયે શિક્ષણ મંત્રીશ્રીએ સી.પી.આર તાલીમનું પ્રેક્ટીકલ કરીને તમામ માહિતી મેળવી હતી. આ કાર્યક્રમમાં મેડિકલ કોલેજના પ્રોફેસર દ્વારા ppt રજુ કરીને સીપીઆર અંગે માહિતી આપવામા આવી હતી.

તમામ લોકોએ CRP તાલીમનું પ્રેક્ટીકલ કર્યું 

કાર્યક્રમ બાદ મંત્રી સહિત તમામ લોકોએ CRP તાલીમનું પ્રેક્ટીકલ કર્યું હતું. આ તાલીમ કાર્યક્રમમાં મોરવા હડફ ધારાસભ્ય નિમિષાબેન સુથાર,મેડિકલ કોલેજના ડીન ડૉ.રાકેશભાઈ,જિલ્લા વિકાસ અધિકારી ડી.કે.બારીયા,પ્રાથમિક શિક્ષણાધિકારી સહિત ડોકટર અને બહોળી સંખ્યામાં શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો - પૂર્વ કચ્છના રાપરમાં 12 લાખની લૂંટનો પોલીસે ભેદ ઉકેલ્યો

Tags :
Advertisement

.