Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ભરૂચ જિલ્લાની ઔદ્યોગિક વસાહતોમાં સેફ્ટી સાધનો વગર કામદારોના મોત મુદ્દે કોંગ્રેસે કર્યુ વિરોધ પ્રદર્શન

અહેવાલઃ દિનેશ મકવાણા, ભરૂચ  ભરૂચ જિલ્લાની ૭ ઔદ્યોગિક વસાહતો આવેલી છે જેમાં પરપ્રાંતીઓથી માંડી સ્થાનિકો રોજગારી મેળવતા હોય છે પરંતુ સેફટીના સાધનો વિના કામ કરતા કામદારોના છાશવારે મોત થતા હોય છે અને કંપની સત્તાધીશો મૃતકના પરિવારોને સહાય આપી મામલાને રફેદફે...
03:35 PM Jun 26, 2023 IST | Vishal Dave

અહેવાલઃ દિનેશ મકવાણા, ભરૂચ 

ભરૂચ જિલ્લાની ૭ ઔદ્યોગિક વસાહતો આવેલી છે જેમાં પરપ્રાંતીઓથી માંડી સ્થાનિકો રોજગારી મેળવતા હોય છે પરંતુ સેફટીના સાધનો વિના કામ કરતા કામદારોના છાશવારે મોત થતા હોય છે અને કંપની સત્તાધીશો મૃતકના પરિવારોને સહાય આપી મામલાને રફેદફે કરતા હોય છે ત્યારે હવે માનવ જીવની કોઈ કિંમત રહી નથી તેવા આક્ષેપ સાથે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા અંકલેશ્વર જીઆઇડીસીની કચેરીમાં ઉદ્યોગોમાં કામદારોના મોત મામલે મેદાનમાં ઉતરી વિરોધ પ્રદર્શન કરતા પોલીસે કોંગ્રેસીઓની ધરપકડ કરી હતી.

ભરૂચ જિલ્લામાં જેટલા એક રાજ્યમાં ઉદ્યોગ સ્થપાયેલા હશે તેટલા ઉદ્યોગ માત્ર ભરૂચ જિલ્લાની નગરીમાં સ્થપાયેલા છે અને ભરૂચ જિલ્લામાં હજારો ઉદ્યોગોમાં લાખો પરપ્રાંતીઓ અને સ્થાનિકો રોજગારી મેળવતા હોય છે ભરૂચ જિલ્લાના ઘણા ઉદ્યોગોમાં જેવા કે દહેજ વાગરા અંકલેશ્વર પાનોલી જંબુસર પાલેજ સહિત અન્ય ઔદ્યોગિક વસાહતોમાં આવેલા ઉદ્યોગોમાં કામદારોને સેફટીના સાધનો વિના જ કામ કરાવવાતું હોય છે જેના કારણે આકસ્મિક રીતે જમીન ઉપર પટકાઈ જવાના અથવા તો ટેન્કમાં ઉતારવાના કારણે ગુગરામણથી મોત થવાના અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે.

ગઈકાલે પણ દહેજનીએ કંપનીમાં કામદાર ટેન્કમાં ઉતરતા ગેસ લાગવાના કારણે તેનું મોત થયું હોવાનું ઇસ્યુ સમગ્ર દિવસ દરમિયાન ચાલ્યો હતો અને આખરે મૌખિક સહાય આપવાની વાત રજૂ કરવામાં આવતા મામલો થાળે પડ્યો હતો. પરંતુ હવે માનવ જીવની કોઈ કિંમત રહી નથી ઉદ્યોગપતિઓને પણ અધિકારીઓ છાવરતા હોવાના કારણે ઉદ્યોગોમાં કામદારોના છાશવારે મોત થતા હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસીઓ હવે મેદાનમાં ઉતર્યા છે અને ઉદ્યોગોમાં થતા કામદારોના મોત ઉપર અંકુશ મેળવવા માટે કોંગ્રેસ સમિતિ દ્વારા અંકલેશ્વરમાં વિરોધ પ્રદર્શન કરવા મેદાનમાં ઉતર્યા હતા. 30 મિનિટ વિરોધ પ્રદર્શન બાદ પોલીસે તમામ કોંગ્રેસ સમિતિના કાર્યકરોની અને હોદેદારોની ટીંગાટોળી કરી અટકાયત કરી પોલીસ મથકે લઈ જઈ કાર્યવાહી કરી હતી ત્યારે ભરૂચ જિલ્લાના ઉદ્યોગોમાં કામદારો ક્યાં સુધી જીવ ગુમાવતા રહેશે તે પ્રશ્ન આજે પણ લોકોને મૂંઝવી રહ્યો છે

Tags :
Bharuch DistrictCongressDeathindustrial estatesProtestsafety equipmentstagedWorkers
Next Article