હળવદના પી.આઈ.ની ખોટી રીતે બદલી કરાઈ હોવાના આક્ષેપ સાથે મામલતદારને પાઠવાયું આવેદન
અહેવાલ---ભાસ્કર જોષી, મોરબી હળવદ (Halwad) તાલુકા મથકમાં ફરજ બજાવતા પી.આઇ.ની એક આગેવાને સાથીદારો સાથે મળી ગાંધીનગરમાં ખોટી રજૂઆત કરી રાજકીય કિન્નાખોરીથી બદલી કરાવી હોવાનું જણાવી પી.આઈની બદલી રોકવાની માંગ સાથે સમસ્ત અનુસૂચિત જાતિ દ્વારા મામલતદારને આવેદન પત્ર પાઠવાયુ છે. રાજકીય...
05:35 PM Sep 20, 2023 IST
|
Vipul Pandya
અહેવાલ---ભાસ્કર જોષી, મોરબી
હળવદ (Halwad) તાલુકા મથકમાં ફરજ બજાવતા પી.આઇ.ની એક આગેવાને સાથીદારો સાથે મળી ગાંધીનગરમાં ખોટી રજૂઆત કરી રાજકીય કિન્નાખોરીથી બદલી કરાવી હોવાનું જણાવી પી.આઈની બદલી રોકવાની માંગ સાથે સમસ્ત અનુસૂચિત જાતિ દ્વારા મામલતદારને આવેદન પત્ર પાઠવાયુ છે.
રાજકીય આગેવાને બદલી કરાઇ
હળવદ તાલુકાના સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ દ્વારા હળવદ મામલતદારને પાઠવવામાં આવેલ આવેદન પત્રમાં જણાવવામાં આવ્યું હતું કે, રાજકીય આગેવાને સાથીદારો સાથે મળીને ગૃહ મંત્રીને ખોટી રજૂઆતો કરીને હળવદ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પી.આઇ. કે.એમ. છાસિયાની બદલી કરાવી છે. જેનું મુખ્ય કારણ ગત તા.૦૩/૦૯/૨૦૨૩ના રોજ હળવદ તાલુકાના રણમલપુર ગામે જુગાર રમતા 10 લોકોને પોલીસે પકડી પાડ્યા હતાં જેમાં એક વ્યક્તિ આગેવાનનો ભત્રીજો હોય તેને બચાવવા માટે પી.આઇ. કે.એમ.છાસિયાને ભલામણ કરવામાં આવી હતી. પરંતુ પી.આઇ તાબામાં નહિ આવતા ગાંધીનગર ખોટી રજૂઆત કરીને તાત્કાલીક બદલી કરાવી છે. જેને કારણે હળવદ તાલુકાના સમસ્ત અનુસૂચિત જાતિના લોકોને ઠેસ પહોચી છે. તેમજ તાલુકાના લોકો પણ નારાજ થયેલ છે. તેથી બદલી તાત્કાલિક રોકી દેવામાં આવે, નહિ તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ સમસ્ત અનુસૂચિત સમાજના લોકો દ્વારા ઉચ્ચારવામાં આવી છે.
Next Article