Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Chotaudepur : ન્યુ આદર્શ કો- ઓપરેટીવ ક્રેડિટ સોસાયટીમાં ખાતા ધારકોને પૈસા ના મળતાં જીલ્લા રજીસ્ટર કચેરીમાં ફરિયાદ

Chotaudepur : છોટાઉદેપુર (Chotaudepur) નગરમાં આવેલી ન્યુ આદર્શ કો-ઓપરેટીવ ક્રેડિટ સોસાયટીમાં 25 જેટલા ખાતાધારકોને પૈસાની જરુરુીયાત હોવા છ તેમને પૈસા ના મળતાં Chotaudepur કલેકટર કચેરીમાં અરજી આપવામાં આવી હતી. આ અંગે અગાઉ જિલ્લા રજીસ્ટ્રાર કચેરી ખાતે પણ અરજી આપવામાં આવી...
chotaudepur   ન્યુ આદર્શ કો  ઓપરેટીવ ક્રેડિટ સોસાયટીમાં ખાતા ધારકોને પૈસા ના મળતાં જીલ્લા રજીસ્ટર કચેરીમાં ફરિયાદ

Chotaudepur : છોટાઉદેપુર (Chotaudepur) નગરમાં આવેલી ન્યુ આદર્શ કો-ઓપરેટીવ ક્રેડિટ સોસાયટીમાં 25 જેટલા ખાતાધારકોને પૈસાની જરુરુીયાત હોવા છ તેમને પૈસા ના મળતાં Chotaudepur કલેકટર કચેરીમાં અરજી આપવામાં આવી હતી. આ અંગે અગાઉ જિલ્લા રજીસ્ટ્રાર કચેરી ખાતે પણ અરજી આપવામાં આવી હતી. અને ન્યાય માટે માંગ કરી હતી. આજરોજ કુલ 18 જેટલી વ્યક્તિઓ છોટાઉદેપુર જિલ્લા સેવા સદન કલેકટર કચેરી ખાતે પહોંચી ગયા હતા, અને અરજી કરવામાં આવી હતી. 18 જેટલી વ્યક્તિઓના થઈને કુલ 13,03,246 જેવી રકમ ખાતામાં હોય જે નહીં મળતા રજૂઆત કરાઇ હતી.

Advertisement

રોજ એજન્ટ આવીને પૈસા લઇ જતો

જિલ્લા રજીસ્ટ્રાર અને કલેકટરને આપેલી અરજીમાં જણાવ્યું છે કે ન્યુ આદર્શ કો-ઓપરેટીવ ક્રેડિટ સોસાયટી ખાતે અમો ખાતા ધરાવીએ છે. તેમાં પાસબુક આપવામાં આવેલ હતી. રોજે રોજ ઉપરોક્ત ક્રેડિટ સોસાયટીમાંથી એજન્ટ આવીને જે વ્યક્તિને બચત ખાતે જે નાણા આપવા હોય તે સ્વીકારીને પાસબુકમાં નોંધ કરી આપતા હતા. આ વ્યવહાર વર્ષોથી ચાલતો હોય નિયમો અનુસાર વ્યાજ આપવાની પણ ખાતરી આપવામાં આવી હોય અને ગ્રાહકોને જ્યારે નાણાંની જરૂર હોય ત્યારે તાત્કાલિક નાણા આપવામાં આવશે તેવી પ્રમુખ અને ઉપપ્રમુખ તથા મંત્રીઓ દ્વારા ખાતરી આપવામાં આવી હતી.

Advertisement

ખાતેદારોને બચતના નાણાં આપવામાં આવ્યા નથી

જ્યારે ખાતેદારોને નાણાંની જરૂર હોય અને ઉપરોક્ત ક્રેડિટ સોસાયટી ઓફિસે જઈ નાણા ઉપાડવા બાબતની વાત કરી ત્યારે બે દિવસ પછી આવજો, હિસાબ જોઈ નાણા પરત આપીશું તેમ જણાવ્યું હતું. પરંતુ વારંવાર જવા છતાં ખાતેદારોને બચતના નાણા આપવામાં આવેલ નથી. કોઈ હિસાબ પણ આપવામાં આવેલ નથી. જેથી ઉપરોક્ત સંસ્થામાં અન્ય લોકો પણ દૈનિક બચતના નાણા એજન્ટ મારફતે જમા કરાવતા હતા જે નાણાની વિગતો આપવામાં નહીં આવતા અને સંસ્થા દ્વારા ઉડાવ જવાબ આપવામાં આવતો હતો. જેથી અમારા નાણા ફસાઈ ગયા છે ઉપરોક્ત સંસ્થાના હોદ્દેદારો અમારા નાણાં કોઈપણ હિસાબે પરત આપવા માંગતા નથી જેથી અમારે કચેરીઓના દ્વાર ખખડાવા પડ્યા છે તેમ આપેલ અરજીમાં જણાવ્યું છે.

પગલાં ભરવા માગ

વધુમાં જણાવ્યું છે કે સહકારી સંસ્થા કાયદાઓની જોગવાઈ મુજબ આ સંસ્થા રજીસ્ટ્રાર અને સીધા સુપરવિઝન હેઠળ આવે છે કોઈપણ સંસ્થામાં કોઈપણ ગેરરીતિ થઈ હોય તો તેની સામે સરકાર તરફથી કાયદેસર પગલાં લેવાના હોય છે અને જરૂર જણાય ત્યાં સરકાર તરફથી ફરિયાદ દાખલ કરવાનો અધિકાર છે. તો આ બાબતે ધ્યાન આપી તાત્કાલિક ધોરણે આ અંગે પગલાં ભરવામાં આવે અને ખાતેદારના પૈસા ખાતેદારોને પરત મળી જાય તે બાબતે કાર્યવાહી કરવામાં આવે તેવી આપેલા અરજીમાં માંગ કરી છે.

Advertisement

કેટલીક વિસંગતતા ધ્યાને આવી

આ અંગે ન્યુ આદર્શ કો-ઓપરેટિવ ક્રેડિટ સોસાયટીના પ્રમુખ રશીદભાઈ સોમરાએ જણાવ્યું હતું કે કેટલીક વિસંગતતા ધ્યાને આવતા મે આ બાબતે મંડળી વતી સી.એ નું રોકાણ કરીને ઓડિટ કરાવવાનું નક્કી કર્યું છે અને હિસાબનું કામ સોંપી દીધું છે. આ અંગેની જાણ પણ જિલ્લા રજિસ્ટ્રારમાં કરવામાં આવી છે. ઓડિટ નો રિપોર્ટ પણ જિલ્લા રજિસ્ટ્રારમાં કરવામાં આવશે અને ત્યારબાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.

અહેવાલ--તૌફિક શેખ, છોટાઉદેપુર

આ પણ વાંચો------ Himatnagar : કૂતરાને બિસ્કીટ ખવડાવવા બાબતે ઝઘડો થતા 4 વિરૂદ્ધ સામસામી ફરિયાદ

આ પણ વાંચો----- લોકશાહીના પર્વમાં સૌ કોઇ મતદાતા સહભાગી બને તે માટે ચૂંટણી આયોગે શું કર્યો પ્રયાસ ?

Tags :
Advertisement

.