Duplicate Software : હીરાનું ડુપ્લીકેટ સોફ્ટવેર બનાવનાર ડાયમંડ બુર્સના બે કર્મચારી વિરૂદ્ધ ફરિયાદ
Duplicate Software : Surat માં ડુપ્લીકેટ સોફ્ટવેર બનાવનાર ડાયમંડ બુર્સના બે કર્મચારી વિરૂદ્ધ ફરિયાદ નોંધાતા પોલીસે દોડતી થઈ છે. નકલી સોફ્ટવેર (Duplicate Software)ના વેચાણને કારણે હીરા વેપારીએ ૧૫ કરોડનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.
કંપનીને અંદાજીત ૧૫ કરોડનું નુકશાન પહોચાડ્યું
સુરતના અડાજણ રોડ ખાતે આવેલ સ્નેહ સંકુલવાડી પાસે સનસ્ટાર એપાર્ટમેન્ટમાં રહેતા નિમેષ પ્રવિણચંદ્ર આફ્રીકાવાલા એ ઈચ્છાપોર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી,જે બાદ પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરી આજે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવ્યા છે. સુરતના ઈચ્છાપોરમાં આવેલ ગુજરાત ડાયમંડ બુર્સમાં ડાયમંડ બનાવવાના મશીનરીનું ઉત્પાદન કરતી કંપનીમાં પૂર્વ કર્મચારીએ મોટું નુકશાન પહોંચાડ્યું છે.એ જ કંપનીમાં આગાઉ સર્વીસ એન્જીનીયર તરીકે આરોપી નોકરી કરતા હતા. બે કર્મીઓએ કંપનીનું હિલીયમ સોફ્ટેવર ડુપ્લીકેટ બનાવી માર્કેટમાં સસ્તા ભાવે વેચાણ કરી કંપનીને અંદાજીત ૧૫ કરોડનું નુકશાન પહોચાડ્યું હતું. જે બાદ પોલીસે કંપનીના માલિકની ફરિયાદ લઈ બંને પુર્વ કર્મચારીઓ સામે ગુનો દાખલ કર્યો છે.

આ સોફ્ટવેર વેચાણ કરવાની ઓથોરીટી દેશમાં માત્ર સુરતની આ કંપનીને જ આપવામાં આવી છે
સુરતની ડાયમંડ કંપની રશીયાની ઓક્ટોનસ સોફ્ટવેર કંપની સાથે એગ્રીમેન્ટ કર્યા છે.તેમજ ઓક્ટોનસ સોફ્ટવેર કંપની ડાયમંડ ડિઝાઈન કરવા સાથે વિવિધ પ્લાનિંગ કરે છે તેમજ ડાયમંડ ને લગતા અલગ અલગ સોફ્ટવેર બનાવે છે. જેમાંનું એક સોફ્ટવેર હિલીયમ સોફ્ટવેર છે. એટલુંજ નહિ આ સોફ્ટવેર વેચાણ કરવાની ઓથોરીટી દેશમાં માત્ર સુરત ની આ કંપનીને જ આપવામાં આવી છે. વેચાણની વાત કરી એ તો કંપની દ્વારા હિલીયમ સોફ્ટવેર માર્કેટમાં ૧૨.૫૦ લાખમાં વેચાણ કરે છે.જયારે મશીનરી સાથે સોફ્ટવેરની કિંમત રૂપિયા ૧૮.૫૦ લાખ થાય છે.
બે ત્રણ જગ્યાએ ડુપ્લીકેટ સોફ્ટવેર વેચાણ કર્યા
ડાયમંડ કંપનીમાં અગાઉ સર્વિસ એન્જીનીયર તરીકે નોકરી કરી ચુકેલા રવિન્દ્ર ઉર્ફે રવી મધુ કાતરીયા અને પુણા પાટીયા ખાતે રહેતા હસમુખ ઉર્ફે હર્ષ ખીમજી લુહાર દ્વારા ડુપ્લીકેટ હિલીયમ સોફ્ટવેર બનાવી માર્કેટમાં સસ્તા ભાવે વેચાણ કરવામાં આવતું હોવાનું ફરિયાદી ના ધ્યાને આવ્યું હતું.જે બાદ બંને આરોપીઓની પુછપરછ કરતા બે ત્રણ જગ્યાએ ડુપ્લીકેટ સોફ્ટવેર વેચાણ કર્યા હોવાની આરોપીઓએ કબુલાત કરી હતી. આ સાથે જ આરોપીઓએ સોફવેર ફરીથી નહી વેચવાનો વાયદો કર્યો હતો.
હસમુખ લુહાર અને રવિન્દ્ર કાતરીયા સામે ફરિયાદ
ઈચ્છાપોર પોલીસ ચોપડે નોંધાયેલી ફરિયાદ અનુસાર આરોપી હસમુખએ ગત તા ૨૩ જાન્યુઆરીના રોજ મુંબઈ ખાતે ડાયમડ ફેકટરી ખાતે મીટીંગ કરી ડુપ્લીકેટ સોફ્ટવેરની ડીલ ડન કરી હતી. અને રવિન્દ્રએ તેની કંપની સેક્યુલરઝીમ એન્ટરપ્રાઈઝને ૧૨૬ હાફ્સ થેલેસ ગ્રુપ કંપનીને દિલ્હી ખાતે મંગાવી તમામ હાફ્સનો સોફ્ટવેર લોક તરીકે ઉપયોગ કર્યો હતો.એટલુજ નહિ બંને આરોપીઓએ હિલીયમ સોફ્ટવેર ડુપ્લીકેટ બનાવી કંપનીને અંદાજીત ૧૫ કરોડનું નુકશાન પહોચાડયું હતુ. ફરિયાદી નિમેષભાઈએ હસમુખ લુહાર અને રવિન્દ્ર કાતરીયા સામે ફરિયાદ નોધાવી હતી. ફરિયાદ બાદ પોલીસે આરોપીઓને ઝડપી તેમની પૂછપરછ શરૂ કરી હતી. દરમિયાન કોર્ટમાં રજૂ કરી પાંચ દિવસના રિમાન્ડ મેળવી અન્ય કોણ કોણ સંડોવાયેલા છે સાથે જ કેટલા સાથે આરોપીઓએ ચિટીંગ કરી છે એ દિશામાં પૂછપરછ હાથ ધરી છે
અહેવાલ--રાબિયા સાલેહ, સુરત
આ પણ વાંચો---BHARUCH : હત્યાના પ્રયાસના કેસમાં કોંગ્રેસ અગ્રણીની વડોદરાની હોટલમાંથી ધરપકડ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ