Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Diamond Burse : 'ગાંધીના ગુજરાત' માં દારૂબંધીનો કાયદો હળવા કરવાનાં મૂડમાં સરકાર!

ગિફ્ટ સિટી બાદ હવે સુરતનાં ડાયમંડ બુર્સમાં પણ દારૂની છૂટ આપવા માગ હીરા ઉદ્યોગને પ્રોત્સાહન આપવાનાં આશ્રયથી નિયમો સાથે દારૂની છૂટ આપવા રજૂઆત રાજ્ય સરકાર કેટલાક નિયમો અને માર્ગદર્શિકાનાં આધારે મંજૂરી આપી શકે છે. રાજ્ય સરકાર દ્વારા અગાઉ ગાંધીનગરનાં...
diamond burse    ગાંધીના ગુજરાત  માં દારૂબંધીનો કાયદો હળવા કરવાનાં મૂડમાં સરકાર
  1. ગિફ્ટ સિટી બાદ હવે સુરતનાં ડાયમંડ બુર્સમાં પણ દારૂની છૂટ આપવા માગ
  2. હીરા ઉદ્યોગને પ્રોત્સાહન આપવાનાં આશ્રયથી નિયમો સાથે દારૂની છૂટ આપવા રજૂઆત
  3. રાજ્ય સરકાર કેટલાક નિયમો અને માર્ગદર્શિકાનાં આધારે મંજૂરી આપી શકે છે.

રાજ્ય સરકાર દ્વારા અગાઉ ગાંધીનગરનાં (Gandhinagar) ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટ આપવામાં આવી હતી. ત્યારે હવે સુરતનાં (Surat) ડાયમંડ બુર્સમાં પણ દારૂ પીવાની છૂટને મંજૂરી આપવાની માગ ઊઠી છે. ચર્ચા છે કે રાજ્ય સરકાર હવે સુરતનાં ડાયમંડ બુર્સમાં (Diamond Burse) પણ દારૂની છૂટ આપી શકે છે. ડાયમંડ બુર્સમાં દારૂની છૂટ આપવા પદાધિકારીઓએ રાજ્ય સરકારને રજૂઆત કરી હોવાની માહિતી છે.

Advertisement

આ પણ વાંચો - Monsoon in Gujarat : આગામી 6 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લાઓ માટે એલર્ટ

ગિફ્ટ સિટી બાદ ડાયમંડ બુર્સમાં દારૂ પીવાની મંજૂરી આપવા માગ

ગાંધીનગરની ગિફ્ટ સિટી (Gift City) બાદ હવે સુરતની નવી ઓળખ અને ડાયમંડ બિઝનેસનું (Diamond Business) કેન્દ્ર એવા ડાયમંડ બુર્સમાં પણ દારૂ પીવાની છૂટને મંજૂર આપવામાં આવી શકે છે. ડાયમંડ બુર્સમાં પણ નિયમો સાથે દારૂની છૂટ આપવા માગ ઊઠી છે. સૂત્રો મુજબ, ડાયમંડ બુર્સમાં દારૂની છૂટ આપવા પદાધિકારીઓએ સરકારને રજૂઆત કરી છે. ડાયમંડ બુર્સમાં દેશ-વિદેશથી વેપારીઓ આવે અને હીરા ઉદ્યોગને પ્રોત્સાહન મળે તે ઉદ્દેશ્ય સાથે આ રજૂઆત કરાઈ છે. આથી ચર્ચા છે કે રાજ્ય સરકાર કેટલાક નિયમો અને માર્ગદર્શિકાનાં આધારે મંજૂરી (liquor Permission) આપી શકે છે.

Advertisement

આ પણ વાંચો - Jamnagar : વહેલી સવારે સાધના કોલોની આવાસનું 3 માળનું બિલ્ડિંગ ધરાશાયી, 1 વ્યક્તિનું મોત

Advertisement

નિયમો સાથે દારૂ પીવાની છૂટ આપવા માગ ઊઠી

સૂત્રો મુજબ, ગાંધીનગર ગિફ્ટ સિટીમાં અપાયેલ છૂટની જેમ રાજ્ય સરકાર નિયમો સાથે ડાયમંડ બુર્સની (Diamond Burse) અંદર જ આવેલી હોટલોમાં પણ દારૂ પીવાની છૂટને મંજૂરી આપી શકે છે. ગૃહ વિભાગ અને અન્ય સંબંધિત વિભાગો દ્વારા યોગ્ય માર્ગદર્શિકા જાહેર કરીને છૂટ આપવામાં આવી શકે છે. જો કે, કેટલાક લોકોનું કહેવું છે કે રાજ્ય સરકાર હવે મહાત્મા ગાંધીનાં ગુજરાતમાં દારૂબંધીનાં કાયદાને હળવા કરવાના મૂડમાં છે તેમ લાગી રહ્યું છે. જો કે, આ મામલે રાજ્ય સરકાર (Gujarat Government) શું નિર્ણય લે છે તે આવનાર સમયમાં જ જાણી શકાશે.

આ પણ વાંચો - Bharuch: હિંદુઓને દુષ્પ્રેરણા કરતી પત્રિકા તૈયાર કરનાર મુફ્તીની કરવામાં આવી ઘરપકડ

Tags :
Advertisement

.