Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ABVP ના મહાઅધિવેશનમાં CM રહ્યા હાજર, યુવા રાજનેતાઓને કરી ખાસ અપીલ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ગુજરાત પ્રદેશના 56 માં અધિવેશનમાં પ્રોત્સાહક ઉપસ્થિતિ આપી હતી. વિકસિત ભારતના સંકલ્પને સિદ્ધ કરવામાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની ભૂમિકા ખૂબ મહત્વની રહેશે
abvp ના મહાઅધિવેશનમાં cm રહ્યા હાજર  યુવા રાજનેતાઓને કરી ખાસ અપીલ
Advertisement

અમદાવાદ : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ગુજરાત પ્રદેશના 56 માં અધિવેશનમાં પ્રોત્સાહક ઉપસ્થિતિ આપી હતી. વિકસિત ભારતના સંકલ્પને સિદ્ધ કરવામાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની ભૂમિકા ખૂબ મહત્વની રહેશે તેવું તેમણે જણાવ્યું હતું. નરેન્દ્ર મોદીનો સંકલ્પ કે, કોઇ પણ રાજકીય બેકગ્રાઉન્ડ ન હોય તેવા 1 લાખ જેટલા યુવાનોને રાષ્ટ્રનિર્માણ માટે રાજનીતિમાં જોડવા અપીલ કરી હતી.

Advertisement

સ્ટાર્ટઅપ રેન્કિંગમાં પ્રથમ

સ્ટાર્ટઅપ રેન્કિંગમાં ગુજરાત સતત ચાર વર્ષથી દેશમાં અગ્રણી છે. દેશના યુવાનો નેશન ફર્સ્ટનો મંત્ર અપનાવશે તો ભારતનો વિકાસ સતત થતો રહેશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ગુજરાત પ્રદેશના ૫૬માં અધિવેશન સમારોહમાં સંબોધન કરતા જણાવ્યું હતું કે, આ અધિવેશનનો મુખ્ય ઉદ્દેશ રાજ્યની છાત્ર શક્તિ નવનિર્માણથી રાષ્ટ્રના પુન : નિર્માણમાં સૌથી આગળ રહે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિકસિત ભારતના નિર્માણમાં દેશની યુવા શક્તિ પર ભાર મૂક્યો છે, ત્યારે વિકસિત ભારતના સંકલ્પને સિદ્ધ કરવામાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની ભૂમિકા ખૂબ મહત્વની રહેશે, એવો વિશ્વાસ મુખ્યમંત્રી એ વ્યક્ત કર્યો હતો.

Advertisement

આ પણ વાંચો : છૂટાછેડા લેશો તો સજા, હોટ ડોગ ખાશે તેને પણ મળશે સજા, જાણો વિચિત્ર કાયદા અંગે

Advertisement

છાત્ર શક્તિ રાજ શક્તિ બને

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ વિશે વાત કરતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એ સ્થાપનાથી લઈને જ્ઞાન, ચરિત્ર અને એકતાના સૂત્ર સાથે યુવાનોમાં રાષ્ટ્રનિર્માણના સંસ્કારોનું સતત સિંચન કર્યું છે. એટલું જ નહીં, છાત્રશક્તિ રાષ્ટ્રશક્તિ બને એવા ઉદ્દેશ્ય સાથે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અનેક પ્રકલ્પોનું સંચાલન પણ કરતુ આવ્યું છે.

દેશનો સાચો વિકાસ યુવાનોના હાથમાં છે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી હંમેશાંથી કહેતા આવ્યાં છે કે, દેશનો વિકાસ અને દેશનું ભવિષ્ય યુવાનોના હાથમાં છે, ત્યારે દેશના યુવાનો નેશન ફર્સ્ટનો મંત્ર અપનાવશે તો ભારતનો વિકાસ સતત થતો રહેશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વધુમાં કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા છેલ્લા દસ વર્ષમાં દેશના યુવાનો માટે સુદ્રઢ ઇકો સિસ્ટમનું નિર્માણ કર્યું છે. એટલુ જ નહી, દેશના યુવાનો માટે સ્કીલ ડેવલપમેન્ટ, સ્ટાર્ટ અપ, એજ્યુકેશન, સ્પોર્ટસ અને ઇનોવેશનને પ્રોત્સાહન માટે વિવિઘ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે.

આ પણ વાંચો : Bharuch: રેલવેની ગંભીર બેદરકારી, ગુડઝ ટ્રેનમાંથી મેટલ પડતા વાહન ચાલકોના જીવ તાળવે ચોટ્યા

ઇનોવેશન હંમેશાથી યુવાનોના હાથમાં

ગુજરાતમાં થયેલા યુવા વિકાસની વાત કરતા મુખ્યમંત્રીએ કહ્યું કે, નરેન્દ્ર મોદીએ એ ગુજરાતમાં ઇનોવેશનને પ્રોત્સાહન આપવાની પહેલ કરી હતી. જેના કારણે રાજ્યમાં સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમ ઊભી થઈ છે. એટલું જ નહી સ્ટાર્ટઅપ રેન્કિંગમાં ગુજરાત સતત ચાર વર્ષથી સમગ્ર દેશમાં અગ્રણી છે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

PM મોદી વિદ્યાર્થીઓ માટે અનેક કામ કર્યા

મુખ્યમંત્રી એ વન નેશન વન સબસ્ક્રીપ્શનની વાત કરતા કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના વિદ્યાર્થીઓ, શૈક્ષણિક સંસ્થાનો અને ઇનોવેશનને પ્રોત્સાહન મળે તે માટે 'વન નેશન વન સબસ્ક્રીપ્શન'ની એક આગવી પહેલ કરી છે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્વામી વિવેકાનંદજીના વિચારો દ્રઢતાપૂર્વક માને છે અને તેમણે સંકલ્પ કર્યો છે કે, કોઇ પણ રાજકીય બેકગ્રાઉન્ડ ન હોય તેવા ૧ લાખ જેટલા યુવાનોને રાષ્ટ્રનિર્માણ માટે રાજનીતિમાં જોડવા છે.

આ પણ વાંચો : દિલ્હીની ચૂંટણીમાં કેજરીવાલની જીત થશે, કોંગ્રેસ નેતા પૃથ્વીરાજ ચવ્હાણનો દાવો, કહ્યું - ગઠબંધન હોત તો સારું થાત

યંગ લીડર્સના ડાયલોગમાં સહભાગી થશે

આ સંદર્ભમાં તેમણે વધુમાં કહ્યું કે, ૧૨ જાન્યુઆરી એ રાષ્ટ્રીય યુવા દિવસના અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશના યુવાનો સાથે વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગ કરવાના છે, ત્યારે મોટી સંખ્યામાં યુવાનો યંગ લીડર્સ ડાયલોગમાં સહભાગી બનશે તો આ કાર્યક્રમને ખૂબ મોટો વેગ મળશે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

અધિવેશનમાં અનેક નેતાઓ રહ્યા હાજર

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ગુજરાત પ્રદેશના 56 મા અધિવેશનમાં પ્રવાસન મંત્રી મૂળૂભાઇ બેરા, ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ મતી ડૉ. નીરજા ગુપ્તા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના રાષ્ટ્રીય સંગઠન મંત્રી દેવધર જોશી, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ ડૉ.લક્ષ્મણ, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના મંત્રી સમર્થ ભટ્ટ, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ગુજરાતના સ્થાયી કાર્યકર્તા તેમજ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો : આ દેશ પર બગડ્યું અમેરિકા, તત્કાલ ફાઇટર જેટ મોકલીને કર્યો હુમલો

Tags :
Advertisement

Trending News

.

×