Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

છોટાઉદેપુર જનરલ હોસ્પિટલના કર્મચારીઓને બબ્બે માસ સુધી પગાર ન મળતા હડતાલ ઉપર ઉતર્યા

છોટાઉદેપુર જનરલ હોસ્પિટલના વર્ગ ૩ અને વર્ગ ૪ ના ૫૪ જેટલાં કર્મચારીઓ ઉતર્યા હડતાલ ઉપર ઉતર્યા હતા અને છોટાઉદેપુર જિલ્લા કલેકટર કચેરી ખાતે પહોંચી નાયબ કલેકટરને આવેદનપત્ર આપી ધારદાર રજૂઆતો પણ કરવામાં આવી હતી, તો બીજી તરફ મોડે મોડે હોસ્પિટલ...
છોટાઉદેપુર જનરલ હોસ્પિટલના કર્મચારીઓને બબ્બે માસ સુધી પગાર ન મળતા હડતાલ ઉપર ઉતર્યા

છોટાઉદેપુર જનરલ હોસ્પિટલના વર્ગ ૩ અને વર્ગ ૪ ના ૫૪ જેટલાં કર્મચારીઓ ઉતર્યા હડતાલ ઉપર ઉતર્યા હતા અને છોટાઉદેપુર જિલ્લા કલેકટર કચેરી ખાતે પહોંચી નાયબ કલેકટરને આવેદનપત્ર આપી ધારદાર રજૂઆતો પણ કરવામાં આવી હતી, તો બીજી તરફ મોડે મોડે હોસ્પિટલ સત્તાધીશો દ્વારા એક માસનો પગાર કર્મચારીઓને મળે તેવી વ્યવસ્થાઓ ઊભી કરી અને કર્મચારીઓને મનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ કર્મચારીઓ દ્વારા પોતાના એકાઉન્ટમાં તપાસ કરતા તેમાં પણ છબરડા ધ્યાને આવતા હોસ્પિટલ સુપ્રીમોને બે હાથ જોડી તેઓની સમસ્યાનું કાયમી સમાધાન લાવવા વિનંતી કરી હતી.

Advertisement

બબ્બે માસ સુધી પગાર ના થાય ત્યારે કર્મચારીઓની હાલત ખૂબ જ કફોડી બની

છોટાઉદેપુર જનરલ હોસ્પિટલના વર્ગ ત્રણ અને વર્ગ ૪ ના કર્મચારીઓને બે માસથી પગાર નહીં ચૂકવતા હોવાના આક્ષેપ સાથે કર્મચારીઓ કામકાજથી આજરોજ અળગા રહ્યા હતા. અને જવાબદારો સામે નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી. આ સાથે મીડિયામાં પોતાની હૈયાવરાળ ઠાલવતા જણાવેલ કે, દર વખતે હડતાલ બાદ જ પગાર ચૂકવાતો હોઇ તે કેટલું વ્યવહારિક છે...? વગર પગારે કુટુંબનું લાલન પોષણ કેવી રીતે કરવું...? ટૂંકા પગાર અને કારમી મોંઘવારી સાથે આમ પણ કર્મચારીઓ આર્થિક સકળામણ માંથી પસાર થતા હોય અને બીજી તરફ બબ્બે માસ સુધી પગાર ના થાય ત્યારે કર્મચારીઓની હાલત ખૂબ જ કફોડી બની છે.

Advertisement

પગાર નહીં ચૂકવાય ત્યાં સુધી હડતાલ નહીં સમેટવાનો કર્મચારીઓ દ્વારા હુંકાર

હાલ તો સત્તાધીશોની ઘોર બેદરકારીના પાપે છોટાઉદેપુર જનતાને આરોગ્ય સેવાના વાંધા પડ્યા છે, તો બીજી તરફ જ્યાં સુધી પગાર નહીં ચૂકવાય ત્યાં સુધી હડતાલ નહીં સમેટવાનો કર્મચારીઓ દ્વારા હુંકાર ભર્યો છે . ત્યારે સવાલ એ ઊભા થાય છે કે મહેનતના નાણાં મેળવવા માટે પણ કર્મચારીઓને હડતાલનું શસ્ત્ર ઉગામવું પડી રહ્યું છે. તે કેટલું વ્યવહારિક કહેવાય...! અને જેને પગલે છોટાઉદેપુર જનરલ હોસ્પિટલની આરોગ્ય સેવા ખોરંભે ચઢી છે. અને કરે કોણ અને ભરે કોણ તેવી સ્થિતિ વચ્ચે પ્રજાની આરોગ્ય સેવા છીનવાઇ ગઇ છે.

કર્મચારીઓ હડતાળ ઉપર ઉતર્યાને અડધા દિવસ બાદ જવાબદારો જાગ્યા હોય તેમ એક માસનું પગાર ચૂકવ્યું તો ખરું પણ એ પણ ઓછું ચૂકવતા કર્મચારીઓનો રોષ ચરમસીમાએ પહોંચ્યો હતો અને કર્મચારીઓ દ્વારા હોસ્પિટલ સુપ્રિટેન્ડેન્ટ પાસે પોતાની યાતનાઓ ઠાલવી સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા બે હાથ જોડી વિનંતી કરી હતી.

Advertisement

અહેવાલ - તોફીક શેખ 

આ પણ વાંચો : Balva District: બાવળા તાલુકા નગરપાલિકામાં રાજ્ય ગૃહમંક્ષીએ કુલ 54.18 કરોડના કાર્યોનું ખાતમુહૂર્ત કર્યું

Tags :
Advertisement

.