Chhotaudepur: રેતી તેમજ ડોલો માઇટ પાઉડરની આડમાં થતી હતી દારૂની હેરાફેરી, બાતમીના આધારે પોલીસે કર્યો પર્દાફાશ
- પોલીસે દારુની હેરાફેરી કરતાં દારુ ભરેલા ટ્રકને ઝડપી પાડ્યો
- પોલીસ બુટલેગરોના તમામ પ્રયોગોને બનાવ્યાં છે નિષ્ફળ
- પોલીસે કુલ 13,98, 000નો મુદ્દા માલ કબજે કર્યો
Chhotaudepur: છોટા ઉદેપુર લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા બે અલગ અલગ કિસ્સામાં રેતીની આડમાં દારુની હેરાફેરી કરતાં દારુ ભરેલા ટ્રકને ઝડપી પાડ્યો હતો. બીજા કિસ્સામાં ડોલોમાઈટ પાવડરની આડમાં દારુની હેરાફેરી કરતાં દારુ ભરેલા આઇસર ને ઝડપી પાડ્યો હતો. મધ્યપ્રદેશને અડીને આવેલ છોટા ઉદેપુરથી ગુજરાતમાં દારૂ ઘૂસેડવા માટે રોજ બરોજ અવનવા પ્રયોગો બુટલેગરો દ્વારા કરવામાં આવે છે. પરંતુ છોટાઉદેપુર પોલીસ બુટલેગરોના તમામ પ્રયોગોને નિષ્ફળ બનાવી દારૂ માફિયાઓ ઉપર સકંજો કસી રહી છે.
બુટલેગરોના તમામ પ્રયોગોને છોટાઉદેપુર પોલીસે કર્યાં નિષ્ફળ
બનાવની વિગતે વાત કરીએ તો છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચે રંગપુર પોલીસ સ્ટેશન વિસ્તારના ધમોડી ગામે ચોહજી(એમ.પી) વાળા કાચા રોડ ઉપરથી રેતીની આડમાં ટાટા એસ ટ્રકમાંથી રૂપિયા 11,70,780 /- નો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડયો હતો. છોટાઉદેપુર એલ.સી.બી સ્ટાફના પોલીસ માણસો છોટાઉદેપુર જિલ્લામાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી કે ટાટા ટ્રક નંબર.GJ-06-XX-7872માં ભારતીય બનાવટનો વિદેશી દારુ બીયરની પેટીઓ મુકી ઉપર રેતી ભરી કવરીંગ કરી ચોહજી ગામની સીમમાંથી સુરખેડા ગામ થઈ આગળ જનાર તેવી બાતમી મળી હતી.
રંગપુર પોલીસ મથકે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરાઈ
બાતમીના આધારે તપાસ કરી પોલીસ ટીમે ટ્રક ઉભી રખાવી જોતાં ટ્રકમાં ટ્રોલીમાં રેતી ભરેલ હોય જે હટાવી જોતા નીચે ભારતીય બનાવટના વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે ટ્રક સહિત તમામ 21,87,010 મુદ્દામાલ કબજે કરી રંગપુર પોલીસ મથકે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. છોટા ઉદેપુર પોલીસે ડોલોમાઈટ પાવડરની આડમાં દારુની હેરાફેરી કરતાં દારુ ભરેલા આઇસર ને ઝડપી પાડ્યો હતો. છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારના રંગપુર નાકા રોડ ઉપરથી ડોલોમાઈટ પાવડરની આડમાં આઇસર ગાડીમાંથી કિંમત રૂપિયા 03,91,000/- નો ભારતીય બનાવટનો વિદેશીને છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝડપી પાડવામાં સફળતા મળી હતી.
આ પણ વાંચો: Bharuch: પોલીસની નેમ પ્લેટ સાથે બકરા ચોરી કરવા આવ્યાં હતા, અસલી પોલીસે કરી ધરપકડ
છોટાઉદેપુર પોલીસને ખાનગી રાહે મળી હતી બાતમી
એલ.સી.બી સ્ટાફના પોલીસ છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાઇટ રાઉન્ડ પેટ્રોલીંગમાં હતા. દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી, કે એક વાદળી કલરની આઇસર ગાડી આર નંબર.રજી.ઓ.ટી.GJ-06-YY-7612 નીમાં ડોલોમાઇટ પાવડરની આડમાં સંતાડી ભારતીય બનાવટનો વગર પરમીટે વિદેશી દારુ ભરીને સુરખેડાથીથી છોટાઉદેપુર થઈને તેજગઢ બાજુ જનાર છે. બાતમી મળતાની સાથે પોલીસે કાર્યવાહી હાથ ધરી દીધી હતી.
આ પણ વાંચો: દાદા'ની બુલડોઝર કાર્યવાહીનું ઐતિહાસિક રિઝલ્ટ, દેવભૂમી દ્વારકાના સાત ટાપુઓ થયા સંપૂર્ણ દબાણ મુક્ત
પોલીસે કુલ 13,98, 000નો મુદ્દા માલ કબજે કર્યો
બાતમી મળતા રંગપુર નાકા સઘન વોચમાં ગોઠવાઇ ગયેલ થોડા સમય બાદ આઇસર ગાડી આવતા તેને રોકવા હાથ વડે ઇશારો કરતા તેને પોતાના કબ્જાની ગાડી થોડે દુર જઈને ઉભી રાખે તેના ચાલકને નિચે ઉતારી ઇસમનું નામઠામ પુછતા તેણે પોતાનું નામ કુવરસિંગ લક્ષ્મણભાઇ રાઠવા (ઉ.વ.૩૨ રહે.કટારવાંટ બારીયા ફળીયુ તા.જી.છોટાઉદેપુર) હોવાનું જણાવ્યું હતું. જેથી ગાડીમાં જોતાં તેમાં ડોલોમાઇટ પાવડરની આડમાં ભારતીય બનાવટનો વિદેશી દારુની બિયર, કવાર્ટરીયા, કાચની ખાખી પુઠાની પેટીઓ ભરેલ મળી આવી હતી. આઇસર ગાડીમાં વગર પાસ પરમીટે ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટના વિદેશી દારૂ બિયર, કવાર્ટરીયા મળી કુલ કિંમત રૂપિયા 03,91,000/- નો પકડી પાડેલ પોલીસે આઇસર ગાડી સાથે કુલ 13,98, 000નો મુદ્દા માલ કબજે કર્યો છે, અને છોટાઉદેપુર પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
અહેવાલઃ તૌફિક શેખ, છોટાઉદેપુર
આ પણ વાંચો: Sabarkantha: એક જ રાતમાં એક બે નહીં પરંતુ 12 ખેડૂતોને ત્યાં થઈ ચોરી, ખેતરોમાંથી 1000 મીટર જેટલો કેબલ ગાયબ
Gujarat First Newsની Whatsapp ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો