Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Chhotaudepur Accident : ઢાબામાં ગ્રાહકો બેઠાં હતા, અચાનક મોંઘીદાટ કાર આવી અને..! જુઓ Video

બોડેલીમાં રોડની સાઈડમાં આવલા ઢાબામાં કેટલાક ગ્રાહકો બેઠાં હતા ત્યારે પૂરઝડપે એક કાર અચાનક ઘૂસી આવી હતી.
chhotaudepur accident   ઢાબામાં ગ્રાહકો બેઠાં હતા  અચાનક મોંઘીદાટ કાર આવી અને    જુઓ video
Advertisement
  1. છોટાઉદેપુરનાં બોડેલી વિસ્તારમાં ગમખ્વાર અકસ્માત (Chhotaudepur Accident)
  2. પૂરપાટ ઝડપે કાર ઢાબામાં ઘૂસી જતાં 3 લોકોને ઈજા
  3. સમગ્ર ઘટનાનાં CCTV દ્રશ્યો સામે આવ્યા

Chhotaudepur Accident : છોટાઉદેપુરનાં બોડેલી (Bodeli) વિસ્તારમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતની ઘટનાનાં રૂંવાડા ઊભા કરે એવા CCTV દ્રશ્યો સામે આવ્યા છે. બોડેલી વિસ્તારમાં રોડની સાઈડમાં આવલા ઢાબામાં કેટલાક ગ્રાહકો બેઠાં હતા ત્યારે પૂરઝડપે આવતી એક કાર અચાનક ઘૂસી હતી. આ અકસ્માતમાં 3 લોકોને ઇજા થઈ હોવાની માહિતી છે. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી.

આ પણ વાંચો - Mehsana : નસબંધીનાં ઓપરેશન માટે કડીમાંથી 6 કેસ અડાલજ મોકલ્યા પરંતુ..!

Advertisement

ઢાબામાં ગ્રાહકો હતા ત્યારે અચાનક એક કાર ઘૂસી આવતા હડકંપ

છોટાઉદેપુરનાં (Chhotaudepur Accident) બોડેલી વિસ્તારમાં થયેલા ગોઝારા અકસ્માતનાં CCTV ફૂટેજ સામે આવ્યા છે, જે ખૂબ જ ચોંકાવનારા છે. માહિતી અનુસાર, બોડેલી વિસ્તારમાં આવેલા એક ઢાબામાં રાત્રિનાં સમયે કેટલાક ગ્રાહકો ભોજન કરી રહ્યા હતા. ત્યારે પૂરઝડપે આવતી બ્લેક કલરની મોંઘીદાટ એક કાર અચાનક ઢાબામાં ઘૂસી હતી. કારે ઢાબામાં ભોજન કરી રહેલા ગ્રાહકોને અડફેટે લીધા હતા.

Advertisement

આ પણ વાંચો - Rajkot : 'અસલી' કચેરીમાં 'નકલી' દસ્તાવેજનું મસમોટું કૌભાંડ! આ 3 સામે નોંધાઈ પોલીસ ફરિયાદ

ગમખ્વાર અકસ્માતમાં 3 લોકો ઘવાયા

માહિતી અનુસાર, આ ગમખ્વાર અકસ્માતમાં 3 લોકો ઘવાયા છે. જો કે, સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. ઢાબામાં કાર અચાનક ઘૂસી આવતા દોડધામ મચી જવા પામી હતી. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અકસ્માત સર્જનાર કારચાલક કોણ હતો ? તે નશામાં હતો કે કેમ ? અકસ્માત થવા પાછળનું મુખ્ય કારણ શું હતું ? તે અંગેની હાલ તપાસ ચાલી રહી છે.

આ પણ વાંચો - GUJARAT કેડરના IAS અધિકારી વિક્રાંત પાંડે બન્યા દિલ્હીના નવા રેસિડેન્ટ કમિશ્નર

Tags :
Advertisement

Trending News

.

×