ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

Chhota Udepur : બોડેલી પાસે Hit and Run, જમાઈ અને નાની સાસુનું ઘટના સ્થળે જ મોત

બોડેલીનાં પાણેજ પાસે પૂરપાટ ઝડપે આવતા ઇકો કારચાલકે જોરદાર ટક્કર મારી હતી.
11:18 PM Jan 19, 2025 IST | Vipul Sen
featuredImage featuredImage
CU_Gujarat_first
  1. Chhota Udepur નાં બોડેલીનાં પાણેજ પાસે હિટ એન્ડ રનની ઘટના બની
  2. ઇકો ગાડીની ટક્કરે બાઈકસવાર જમાઈ, નાની સાસુનો મોત
  3. નાના સસરાને ઇજાઓ થતાં બોડેલી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખસેડાયા

છોટાઉદેપુર જિલ્લાનાં (Chhota Udepur) બોડેલી ખાતે દિવસ દરમિયાન 'હિટ એન્ડ રન' ની ગોઝારી ઘટના બની હતી. પૂરપાટ ઝડપે આવતા ઇકા કારચાલકે અડફેટે લેતા બાઇકસવાર નાની સાસુ અને જમાઇનું ગંભીર ઇજાઓનાં કારણે ઘટના સ્થળ પર મોત નીપજ્યું છે. જ્યારે નાના સસુરને ઇજાઓ થઈ હતી. આ મામલે સ્થાનિક પોલીસે ફરાર ઇકોચાલકની શોધખોળ આદરી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

આ પણ વાંચો - Surat : રાંદેર પોલીસની સરાહનીય કામગીરી, ગુમ બાળક મળી જતાં માતા-પિતા ભેટી પડ્યા, ભાવુક દ્રશ્યો સર્જાયા

જમાઈ અને નાની સાસુનું ગંભીર ઇજાઓનાં કારણે મોત

પ્રાપ્ત માહિતી અનુસાર, છોટાઉદેપુર જિલ્લાનાં (Chhota Udepur) બોડેલીનાં પાણેજ પાસે દિવસ દરમિયાન ગોઝારો 'હિટ એન્ડ રન' નો બનાવ બન્યો હતો. બાઇક પર જતાં નાની સાસુ, નાના સસુર અને જમાઈને પૂરપાટ ઝડપે આવતા એક ઇકો કારચાલકે જોરદાર ટક્કર મારી હતી. કારની અડફેટે આવતા બાઇકસવાર ત્રણેય નીચે પટકાયા હતા. આ અકસ્માતમાં ગંભીર ઇજાઓનાં કારણે જમાઈ સુરેશ નાયકા અને નાની સાસુ સવિતાબેન નાયકાનું ઘટના સ્થળ પર મોત નીપજ્યું હતું.

આ પણ વાંચો - Amreli : સ્વ-રક્ષણ માટે મર્ડર કરી શકાય તો વન્ય પ્રાણીઓનાં હુમલા સામે આત્મરક્ષણ કેમ નહીં? : દિલીપ સંઘાણી

નાના સસરાને ઇજાઓ થતાં હોસ્પિટલ ખસેડાયા, ઇકોચાલક ફરાર

માહિતી અનુસાર, અકસ્માત સર્જીને ઇકો કારચાલક ફરાર થઈ ગયો હતો. આ અકસ્માતમાં નાના સસરા કલજીભાઈ નાયકાને ઈજાઓ થઈ હતી. અકસ્માતને પગલે સ્થાનિક લોકોની ભીડ ભેગી હતી. લોકોએ કલજીભાઈ નાયકાને બોડેલી સામૂહિક આરોગ્ય કેન્દ્ર (Bodeli Community Health Center) ખાતે ખસેડવામાં મદદ કરી હતી. અકસ્માતની જાણ થતાં સ્થાનિક પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહોને પીએમ અર્થે મોકલીને ફરાર ઇકો કારચાલકની શોધખોળ આદરી છે.'

આ પણ વાંચો - Surat : દેશ માટે રમવું, એ વિચાર જ એક તાકાત હોય છે : CR પાટીલ

Tags :
BodeliBodeli Community Health CenterBreaking News In GujaratiChhota UdepurEco Car AccidentGujarat FirstGUJARAT FIRST NEWSGujarati breaking newsGujarati Newshit and runLatest News In GujaratiNews In Gujaratiroad accident