Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

CHHOTA UDEPUR : રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની હાજરીમાં EVM નું પહેલા તબક્કાનું રેન્ડમાઇઝેશન પૂર્ણ

છોટાઉદેપુર જિલ્લામાં લોકસભા સામાન્ય ચૂંટણી અન્વયે આગામી તા. ૭ મી મે ના રોજ મતદાન યોજાનાર છે. જેને ધ્યાને લઈ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તમામ ચૂંટણીલક્ષી કામગીરી અગ્રતાના ધોરણે હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત છોટાઉદેપુર જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કલેક્ટર...
chhota udepur   રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની હાજરીમાં evm નું પહેલા તબક્કાનું રેન્ડમાઇઝેશન પૂર્ણ

છોટાઉદેપુર જિલ્લામાં લોકસભા સામાન્ય ચૂંટણી અન્વયે આગામી તા. ૭ મી મે ના રોજ મતદાન યોજાનાર છે. જેને ધ્યાને લઈ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તમામ ચૂંટણીલક્ષી કામગીરી અગ્રતાના ધોરણે હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત છોટાઉદેપુર જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કલેક્ટર અનિલ ધામેલિયા અને માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની હાજરીમાં EVM નું પહેલા તબક્કાનું રેન્ડમાઇઝેશન પૂર્ણ કરવામાં આવ્યું હતુ.

Advertisement

ઈલેકટ્રોનિક વોટીંગ મશીનનું પહેલા તબક્કાનું EVM રેન્ડમાઇઝેશન પૂર્ણ કરી તેને સબંધિત વિધાનસભામાં મોકલવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જે અન્વયે છોટાઉદેપુર ખાતેના EVM સ્ટ્રોંગરૂમ ઉપરથી જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયા અને રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં જિલ્લાના ત્રણ વિધાનસભા વિસ્તાર માટે ફાળવવામાં આવેલા ૧,૫૮૮ બેલેટ યુનિટ, ૧,૪૭૭ કંટ્રોલ યુનિટ તથા ૧,૫૫૯ વી.વી.પેટ સબંધિત વિધાનસભા વિસ્તારમાં મોકલવામાં આવ્યા હતા.

ઉલ્લેખનિય છે કે, આ EVM સબંધિત વિધાનસભા વિસ્તારના સ્ટ્રોંગરૂમમાં મૂકાયા બાદ મતદાન પહેલા સબંધિત મતદાન મથકે મોકલવા માટે તેનું બીજા તબક્કાનું રેન્ડમાઈઝેશન કરીને તે મુજબ તેને મતદાનના દિવસે સબંધિત મતદાન મથક ખાતે મોકલવામાં આવશે.

Advertisement

અહેવાલ : તોફીક શેખ 

આ પણ વાંચો : AMBAJI : નવરાત્રીના પ્રથમ દિવસે જાણીતા મ્યુઝીક ડાયરેક્ટર અનુ મલિક આવ્યા માતાજીના દર્શને

Advertisement

આ પણ વાંચો : Bomb Blast Email: દેશમાં વિવિધ 52 સ્થળો પર બોમ્બ બ્લાસ્ટ કરવાનો ઈમેઈલ, સુરત શહેર આતંકી સંકજામાં

આ પણ વાંચો : Bhuj Municipal Corporation: પાલિકાના ટેન્કરો અધિકારીઓની સેવામાં, સ્થાનિકો પાણી માટે કાલાવેલી કરતા

આ પણ વાંચો : Paresh Dhanani : ગુજરાત રાજકારણના સૌથી મોટા સમાચાર! પરેશ ધાનાણીએ આપ્યો આ સૂચક સંકેત!

Tags :
Advertisement

.