Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Chhota Udepur : નવરાત્રીમાં અભયમની ટીમ મદદ, માર્ગદર્શન અને બચાવ માટે તૈનાત રહેશે

Chhota Udepur : આગામી નવરાત્રી પર્વ દરમિયાન મહિલાઓ અને યુવતીઓ મોટી સંખ્યા મા ગરબા સ્થળે એકત્રિત થાય છે. જેઓ સાથે કોઈ અનિચ્છનિય ઘટના બને નહીં અને સુરક્ષિત રીતે ગરબા માં ભાગ લઇ શકે તે માટે પોલીસ સાથે અભયમ ૧૮૧ મહિલા...
chhota udepur   નવરાત્રીમાં અભયમની ટીમ  મદદ  માર્ગદર્શન અને બચાવ માટે તૈનાત રહેશે

Chhota Udepur : આગામી નવરાત્રી પર્વ દરમિયાન મહિલાઓ અને યુવતીઓ મોટી સંખ્યા મા ગરબા સ્થળે એકત્રિત થાય છે. જેઓ સાથે કોઈ અનિચ્છનિય ઘટના બને નહીં અને સુરક્ષિત રીતે ગરબા માં ભાગ લઇ શકે તે માટે પોલીસ સાથે અભયમ ૧૮૧ મહિલા હેલ્પ લાઈન ની ટીમ પણ ફરજ બજાવશે.

Advertisement

વિશ્વવનીય અને સાચી સહેલી તરીકે ઉભરી

ગુજરાત સરકાર ની અભયમ હેલ્પ લાઈન મહિલા અને બાળ વિકાસ વિભાગ અને ગૃહ વિભાગ તેમજ ઇ. એમ. આર. આઇ. ગ્રીન હેલ્થ સર્વિસ દ્વારા કાર્યાન્વિત છે જે દિવસે દિવસે મહિલાઓ માં વધુ ને વધુ વિશ્વવનીય અને સાચી સહેલી તરીકે ઉભરી રહી છે.

મહિલાઓ સુરક્ષિત રીતે ગરબા નો આનંદ માણી શકે

અભયમ ટીમની 24*365 સેવાઓ કાયમી હૉય છે. જેઓ પિડીત મહિલાઓ ને સમયસર મદદ, માગૅદશૅન અને બચાવ ની અગત્ય ની કામગીરી ફરજ ના ભાગ રૂપે બજાવે છે વિશેષ નવરાત્રિ પર્વ ને ધ્યાન માં રાખી ગરબા સ્થળે, આજુબાજુ ના વિસ્તાર માં ફરજ ની સાથે પેટ્રોલિંગ પણ કરશે જેથી કોઈ અઘટિત બનાવ બને નહી અને મહિલાઓ સુરક્ષિત રીતે ગરબા નો આનંદ માણી શકે. ખાસ કરી મહિલાઓ માટે સંદેશ છે. કે ગરબા પરિચિત ગ્રુપ સાથે રહેવુ, કોઇ અજાણ્યા વ્યક્તિ સાથે નાસ્તો કે પીણું પીવું નહી, વધુ વ્યક્તિ ની અવરજવર હૉય તે રસ્તો પસંદ કરવો, અજાણ્યા વ્યક્તિઓ સાથે ફોટો શેર કરવો નહી.

Advertisement

કોઈપણ સતામણી કે શંકા હોય તો તરત જ સંપર્ક કરો

અભયમ સેવાઓ ઝડપ થી મેળવવા માટે પ્લે સ્ટોર માંથી અભયમ મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરવી જે મુશ્કેલી ના સમયે ઝડપ થી આપના સુઘી સેવાઓ પહોંચાડી શક્શે. કોઈપણ સતામણી કે શંકા હોય તો તરતજ ૧૮૧ મહિલા હેલ્પ લાઈન કે ૧૦૦ નંબર નો સંપર્ક કરવો.

અહેવાલ - તૌફીક શેખ, છોટાઉદેપુર

Advertisement

આ પણ વાંચો -- VADODARA : ગરબા ખેલૈયાઓ માટે ઇન્શ્યોરન્સ લેવાયો, સાપ રેસ્ક્યૂ માટે ટીમ તૈનાત રહેશે

Tags :
Advertisement

.