Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ઉપલેટા નજીકની મોજ નદીમાં કેમિકલ ઠાલવાતા નદીના પાણી થયા પ્રદૂષિત

જેતપુર પંથકની ભાદર નદીમાં કેમિકલ છોડીને સમયાંતરે નદીના પાણીને પ્રદૂષિત કરતાં કેમિકલ માફિયાઓ પર કાયદાનો ગાળિયો પહેરાવી દેતા. હવે ભાદર નદીમાં પ્રદૂષણ ઠાલવવાનું કોઈ સાહસ નથી કરતું પણ ઉપલેટા નજીકની મોજ નદીમાં કોઈ કેમિકલ માફિયા ગઈ કાલે ગમે તે સમયે...
ઉપલેટા નજીકની મોજ નદીમાં કેમિકલ ઠાલવાતા નદીના પાણી થયા પ્રદૂષિત

જેતપુર પંથકની ભાદર નદીમાં કેમિકલ છોડીને સમયાંતરે નદીના પાણીને પ્રદૂષિત કરતાં કેમિકલ માફિયાઓ પર કાયદાનો ગાળિયો પહેરાવી દેતા. હવે ભાદર નદીમાં પ્રદૂષણ ઠાલવવાનું કોઈ સાહસ નથી કરતું પણ ઉપલેટા નજીકની મોજ નદીમાં કોઈ કેમિકલ માફિયા ગઈ કાલે ગમે તે સમયે ભયંકર કેમિકલ ઠાલવી જતાં નદી નજીકના ચેકડેમમાંથી ઉછળેલા સફેદ ફીણથી અહીં દરીયા જેવું વાતાવરણ ખડું થયું હતું. જોકે, તેની સાથે જ નદીનું પાણી પ્રદૂષિત થઈ ગયું હોય, ખેતપાકોને નુકસાન તો નહીં પહોંચાડેને તેવા ખેડૂતોમાં પ્રશ્નો ઉઠયા છે. જાણકારો કહે છે કે અગાઉ પણ આવો પ્રયાસ થયો હતો. પણ આ વખતે આવો મોજ નદીના પાણીને પ્રદૂષિત કરવાનો ફરી હિન પ્રયાસ થતાં સંબંધિત પાણી પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા.

Advertisement

પણ કહેવાય છે કે, જીપીસીબીના વિનોદ પરમાર અને ધર્મેન્દ્ર વાંકાણી જાણે કેમિકલ માફિયાઓના ખીલે કુદતા હોય તેવો તાલ સર્જાતાં ગામના લોકોમાં એક રોષ જોવા મળે છે. આ બાબતે ધોરાજી ડેપ્યુટી કલેક્ટરને વાકેફ કરવામાં આવતા ધોરાજી ડેપ્યુટી કલેક્ટર દ્વારા જણાવવામાં આવ્યું કે આ જીપીસીપીના અધિકારી આ બાબતે જવાબ આપી શકે અને હું પણ તેઓને ફોન કરી આપું છું. ત્યારે ડેપ્યુટી કલેક્ટર દ્વારા જીપીસીપીના અધિકારી વાકાણીને વાત કરીને મીડિયાને જવાબ આપવા તાકીદ કરી હતી. ત્યારે વાકાણીએ રીતસરની જવાબદારીમાંથી હાથ ઊંચા કરી અમારા જીપીસીપીના કર્મચારી વિનોદ પરમાર ત્યાં છે એને મેં વાત કરી દીધી છે કે આ બાબતે તમને જવાબ આપશે. આમ આ બંને અધિકારીઓએ સંતાકૂકડી રમવાનું શરૂ કરીને મીડિયાના પ્રતિનિધિઓને હેરાન પરેશાન કર્યા હતા.

Advertisement

મીડિયાને ધક્કે ચડાવતા જીપીસીબીના અધિકારીઓ

Advertisement

વાત અહીથી અટકતી નથી જ્યારે મીડિયાની ટીમ જેતપુરથી ઉપલેટા પહોંચી ત્યારે આ અધિકારી વિનોદ પરમારે કહ્યું કે હું અત્યારે સુપેડી ચામુંડા હોટલમાં જમવા બેઠો છું. ત્યારે મીડિયાની ટીમ સુપેડી ગામ પહોંચીને ચામુંડા હોટલથી સંપર્ક કરતાં વિનોદ પરમાર દ્વારા જણાવવામાં આવ્યું કે અમે તો હજી ઉપલેટા છીએ ! આમ મીડિયાને હેરાન કરીને આ અધિકારીએ કેમિકલ માફિયાઓ સાથે મિલીભગત સાબિત કરી દીધી હોવાનો પત્રકારોને અહેસાસ થયો હતો. આ પ્રકારના ગોળગોળ ખોટા જવાબ આપવામાં આવ્યા ત્યારે એવું લાગે છે કે આજે કેમિકલ યુક્ત પ્રદૂષિત નદીઓ થઈ રહી છે તેમાં પાપના ભાગીદાર જીપીએસપીના અધિકારી પણ હોઈ શકે તેવા આક્ષેપો થયા છે. અને તે એટલા માટે કે પાણી પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓ કેમિકલ માફિયાનો છાવરતા હોવાનું આજે સ્પષ્ટ જોવા મળ્યું હતું.

આ પણ વાંચો - દેવગઢબારીયા તાલુકાના ગામડાના લોકો માટે આજીવિકા સાથે અમૃત ફળ સમાન મહુડાના ફળ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

અહેવાલ - હરેશ ભાલિયા

Tags :
Advertisement

.