Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

સંતરામ મંદિરમાં પોષી પૂર્ણિમાની શ્રદ્ધાભેર ઉજવણી

Santram Mandir: નડિયાદ શહેરમાં આવેલ સુપ્રસિદ્ધ સંતરામ મંદિર (Santram Mandir) માં આજે પોષી પૂર્ણિમાની અનોખી રીતે ઉજવણી કરવામાં આવે છે. અહીં આવેલું સંતરામ મહારાજનું મંદિર ખૂબ જ પ્રખ્યાત છે. અને દૂર દૂરથી લોકો અહીં આ મંદિરમાં દર્શન કરવા માટે આવતા...
03:57 PM Jan 25, 2024 IST | Maitri makwana

Santram Mandir: નડિયાદ શહેરમાં આવેલ સુપ્રસિદ્ધ સંતરામ મંદિર (Santram Mandir) માં આજે પોષી પૂર્ણિમાની અનોખી રીતે ઉજવણી કરવામાં આવે છે. અહીં આવેલું સંતરામ મહારાજનું મંદિર ખૂબ જ પ્રખ્યાત છે. અને દૂર દૂરથી લોકો અહીં આ મંદિરમાં દર્શન કરવા માટે આવતા હોય છે.

બોર ઉછાડવાની માનતા માને છે

અહીં આવેલ આ (Santram Mandir) મંદિરમાં ફક્ત ગુજરાતમાંથી નહીં પણ વિદેશથી પણ માનતા પૂરી કરવા માટે લોકો આવતા હોય છે. ત્યારે આજે પોષી પૂનમના દિવસે લોકો બોર ઉછાડવાની માનતા રાખતા હોય છે. જો કોઈ નાનું બાળક બોલતું ના હોય તો લોકો અહીં બોર ઉછાડવાની માનતા માને છે. અને અહીં માનતા માનવાથી બાળક બોલતું થઈ જાય છે.

પોષી મહિનાની પૂનમની શ્રદ્ધાભેર ઉજવણી

આ પરંપરા વર્ષોથી ચાલતી આવી છે. અને આમ જ આજે પરંપરાગત રીતે પોષી પૂનમના રોજ બાળક બોલતું ન હોય અથવા તો ટોટડાપણુ બોલતું બાળક વ્યવસ્થિત બોલતું થાય એટલે બોર ઉછાડવામાં આવ્યા છે. આજે ગુરુવારે પોષી મહિનાની પૂનમની શ્રદ્ધાભેર ઉજવણી થઈ છે.

ખેડા જિલ્લા સહિત દેશ વિદેશથી લોકો આવતા હોય

અહીંયા મંદિરમાં આવીને સંતરામ મહારાજની સમાધિ સ્થાન એટલે કે મંદિરના પરિસરમાં સવા કિલોથી લઈને પોતાની યથા શક્તિ પ્રમાણે કે બાળકના વજન જેટલાં બોર ઉછાડવામાં આવતા હોય છે. અને દર્શન કરવા માટે આવતા ભાવિ ભક્તો આ ઉછાડેલા બોરને પ્રસાદ તરીકે સ્વીકાર કરે છે. અહીં આજના દિવસના મહિમાને સમજીને ખેડા જિલ્લા સહિત દેશ વિદેશથી લોકો આવતા હોય છે.

અહેવાલ - કિશનસિંહ રાઠોડ, ખેડા  

આ પણ વાંચો - Policeman : પોલીસ કર્મીઓને કારની ટક્કર મારનાર હત્યારો દારુનો ખેપિયો પકડાયો

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
GujaratGujarat FirstGUJARAT FIRST NEWSKhedaNadiadPOSHI PUNAMPunamsanram mandirsantram mandir nadiad
Next Article