SURAT : વધુ ત્રણ ઇન્ડસ્ટ્રીને ટ્રીટેડ વોટર આપી મનપા વર્ષે 102 કરોડની આવક ઊભી કરશે
રાજય સરકારની રીયુઝ રિસાઇકલિંગ વોટર પોલિસીમાં સુરત રાજયમાં અવ્વલ છે. તેવામાં ડિંડોલીથી પલસાણા ટ્રીટેડ વોટરની લાઇન નાંખી પાલિકા 102 કરોડની આવક મેળવશે. જેનાથી 75 MLD પાણી પૂરું પડાશે,સુરત મનપા દ્વારા બમરોલી વિસ્તારમાં વર્ષ 2014 થી ટર્સરી ટ્રીટમેન્ટ વોટર પ્લાન્ટ કાર્યરત કરવામાં આવ્યું છે. જેમાંથી પાંડેસરાના ઉયોગગૃહોને અને પલસાણાના ઉદ્યોગોને 114 એમએલડી જેટલું પાણી આપવામાં આવે છે અને તેમાંથી વરસે 140 કરોડની આવક થાય છે.
સરકારની પોલિસી મુજબ વેંચીને દર વર્ષ 150 કરોડથી વધુની આવક ઉભી કરશે
ત્યારે હવે સુરત મનપા રોજના વધુ 175 એમલડી ટ્રીટેડ પાણી ઉદ્યોગોને સરકારની પોલિસી મુજબ વેંચીને દર વર્ષ 150 કરોડથી વધુની આવક ઉભી કરશે.જે મુજબ તેમને પાણી પુરુ પાડવા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા કુલ અંદાજિત રૂ.૨૫૦ કરોડનો ખર્ચ આંકન કરવામાં આવેલ છે.જેમાં સરકાર દ્વારા 50 ટકા જેટલી નાણાં કિયા સહાય પૂરી પાડવામાં આવશે.
ગટરના પાણીનું શુધ્ધિકરણ કરી સરકારને થશે સારી આવક
ગટરના પાણીનું શુધ્ધિકરણ કરી તેનું પીવાના હેતુ સિવાયના અન્ય વપરાશ માટે મહત્તમ પુનઃઉપયોગ કરવા ગુજરાત સરકાર દ્વારા ટ્રીટેડ વેસ્ટ વોટર રિસાયકલ રિયુઝ પોલિસી પ્રસિદ્ધ કરવામાં આવી છે. પ્રથમ તબકકામાં પલસાણા ઔદ્યોગિક ક્લસ્ટર અંતર્ગતના પલસાણ એન્વાયરો પ્રોટેક્શન પ્રા.લિ. (PEPL)ને તાપી શુધ્ધિકરણ પ્રોજેક્ટ અંતર્ગતના વરાછા (કામરેજ અને વાલક સહિત) સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટથી તબકકાવાર ટ્રીટેડ વેસ્ટ વોટર પરૂ પાડવા આયોજન કરવામાં આવ્યું છે.
સમગ્ર ભારત દેશમાં 115 એમ એલ ડી જેટલું સુએસ્ટ ટ્રીટમેન્ટ પાણી ઇન્ડસ્ટ્રીને વેચી રહી
આ અંગે સુરત મનપા કમિશનર સાલિનિ અગ્રવાલ એ જણાવ્યું હતું કે, પીએમ મોદી દ્વારા સમગ્ર દેશમાં પાણીનો યોગ્ય રીતે વપરાશ થાય અને ખાસ કરીને ઇન્ડસ્ટ્રીઝ પણ સુએઝ ટ્રિત પાણી વાપરવા માટે પ્રેરિત થાય એવા પ્રયાસ કરવામાં આવ્યા છે. એટલુજ નહિ એમાંથી આવકનું નવું સાધન ઊભો કરવામાં આવ્યું છે. ગુજરાતમાં વેસ્ટ વોટર પોલિસીને લઈ ઇન્ડસ્ટ્રીને પેરિત કરવા સીએમ પણ પ્રયાસ કરી રહ્યા છે સુરત મહાનગર પાલિકા સમગ્ર ભારત દેશમાં 115 એમ એલ ડી જેટલું સુએસ્ટ ટ્રીટમેન્ટ પાણી ઇન્ડસ્ટ્રીને વેચી રહી છે અને આ દિશામાં 140 કરોડ વાર્ષિક ઇન્કમ પણ થઈ રહી છે.
સમગ્ર ભારત દેશમાં સુરત મહાનગરપાલિકા આ કામમાં અગ્રેસર રહી
સમગ્ર ભારત દેશમાં સુરત મહાનગરપાલિકા આ કામમાં અગ્રસર રહી છે. જેને ધ્યાને રાખી 175 એમ એલ ડી વધારાનું વોટર ઇન્ડસ્ટ્રીને આપી શકાય એના માટેના એમ ઓ યુ કરવામાં આવ્યા છે. ગ્રામ્ય અને શહેરી વિસ્તાર મળી પલસાણા લિમિટેડ સાથે આવક ઊભી કરાઇ છે. એમની પ્રોજેક્ટ કોસ્ટ 250 કરોડ રૂપિયા છે અને એની સામે 102 કરોડની આવક મહાનગરપાલિકાને થશે.
ટ્રીટ કરેલું પાણી ઇન્ડસ્ટ્રીય વાપરે અને એના થકી પીવા નું પાણી ની બચત થાય એ સૌથી વધારે મહત્વનું છે અને વધારેમાં વધારે લોકોને ને પીવાનું પાણી પણ મળે આ દિશામાં સુરતમાં પાલિકા કામ કરી રહી છે સરકાર દ્વારા 50% નો ફાળો એમાં આપવામાં આવી રહ્યો છે જેને લઈને સારા એવા પ્રયાસ કરાવી રહ્યા છે.
સિંગલ પોઇન્ટ ઊભાં કરવાની કામગીરી માટે 133.58 કરોડના અંદાજ મંજૂર કરવા આવ્યો
પલસાણાના ઔદ્યોગિક એકમોને ટ્રિટેડ વોટર પુરૂ પાડવા પાલિકા દ્વારા MOU કરાયાના ગણતરીના દિવસોમાં ડિંડોલી સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટથી 18 કિમી લાંબી અને 1219 મીમી વ્યાસની ભૂગર્ભ લાઈનનું ઈન્સ્ટોલેશન કરવાના આયોજન કરાયું છે. જેમોં ડિંડોલી ખાતે 6 MLDનું નવું પંપીંગ સ્ટેશન બનાવવાની સાથે ટ્રાન્સમિશન લાઇન અને પલસાણા ખાતે સિંગલ પોઇન્ટ ઊભાં કરવાની કામગીરી માટે 133.58 કરોડના અંદાજ મંજૂર કરવા આવ્યો છે.
સરકાર દ્વારા સરફેસ વોટર માટે પ્રસિધ્ધ કરવામાં આવેલ લેટેસ્ટ ભાવ રૂા. ૬૨.૨૫ પ્રતિ કિલો લિટર માટે ઇન્ડસ્ટ્રિયલ ક્લસ્ટરના સિંગલ પોઇન્ટ પર સેકન્ડરી ટ્રીટેડ વેસ્ટ વોટર સપ્લાય માટેના ૪૫% પ્રમાણેના ભાવો અંતર્ગત સુરત મહાનગરપાલિકા પ્રતિ વર્ષે અંદાજિત રૂ।.૧૦૨ કરોડની આવક ઉભી કરી શકશે.
અહેવાલ - રાબીયા સાલેહ
આ પણ વાંચો -- Yuvraj Singh : સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાં ભરતી પ્રક્રિયામાં કૌભાંડ આચરાયું હોવાનો આરોપ