Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

હિંમતનગરમાં બે સ્થળે આખલા ગાંડા થયા, 2 વૃદ્ધને ઈજા પહોંચાડી

Bulls Fight : હિંમતનગર નગરપાલિકા (Himmatnagar Municipality) ની હદમાં છેલ્લા ગણા વર્ષોથી રખડતા પશુઓ (stray cattle) ના માલિકોને કાયદાનું ભાન કરાવવા માટે નગરપાલિકા તથા વહીવટી તંત્ર ઉણુ ઉતર્યુ છે. જેથી તંત્રના પાપે છેલ્લા ત્રણ દિવસમાં શહેરમાં વિવિધ સ્થળે રખડતા આખલાએ...
હિંમતનગરમાં બે સ્થળે આખલા ગાંડા થયા  2 વૃદ્ધને ઈજા પહોંચાડી

Bulls Fight : હિંમતનગર નગરપાલિકા (Himmatnagar Municipality) ની હદમાં છેલ્લા ગણા વર્ષોથી રખડતા પશુઓ (stray cattle) ના માલિકોને કાયદાનું ભાન કરાવવા માટે નગરપાલિકા તથા વહીવટી તંત્ર ઉણુ ઉતર્યુ છે. જેથી તંત્રના પાપે છેલ્લા ત્રણ દિવસમાં શહેરમાં વિવિધ સ્થળે રખડતા આખલાએ ત્રણ અગાઉ એક મહિલા શિક્ષિકાને તથા શુક્રવારે વધુ બે વૃધ્ધાને નિશાન બનાવીને ઈજા પહોંચાડી કેટલાક વાહનોને પણ નુકશાન પહોંચાડ્યું છે. ત્યારે શહેરીજનો એવુ કહી રહયા છે કે આ તો હિંમતનગર છે કે પશુ (આખલાનગર) છે. શહેરીજનો કહે છે કે હવે તો તંત્ર અને નગરપાલિકા જાગીને રખડાતા પશુઓને પાંજરે પુરી તેના માલિકો વિરૂધ્ધ સખ્ત કાર્યવાહી કરે નહીં તો અમદાવાદ, વડોદરા સહિત અન્ય સ્થળે રખડતા પશુઓએ કેટલાકની જીંદગીનો ભોગ લીધો હતો તેમ હિંમતનગરમાં પણ આવુ બને તેની રાહ જોવાઈ રહી છે ?

Advertisement

સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ બે દિવસ અગાઉ બેરણા રોડ પર થઈ એકટીવા પર જઈ રહેલ એક મહિલા શિક્ષિકાને હડફેટે લઈ ઈજા પહોંચાડી હતી. તેમ છતાં તંત્રએ આળસ ખંખેરીને તેમને પકડવાનું શરૂ કર્યુ નથી ત્યારે શુક્રવારે હિંમતનગરના મહાવીરનગર ચાર રસ્તા પાસે તથા સંઘ ફાટક પાસે ગાંડા બનેલા આખલાએ ત્રણ જણાને ઈજા પહોંચાડી કેટલાક વાહનોને પાડી દીધા હતા. હજુ પણ શહેરમાં અનેક ઠેકાણે રખડતા પશુઓ અને તેમાંય ખાસ કરીને આખલા પોતાની મસ્તીમાં જાણે કે વિહાર કરવા નિકળ્યો હોય તેમ પરવા કરતા નથી પરંતુ રાહદારી કે વાહન ચાલક જોઈ જાય તો તરતજ તે આઘાપાછા થઈ જાય છે. હવે તંત્રએ રખડતા પશુઓને પકડી તેમના માલિકોને શોધી કાઢવા જોઈએ તથા તેમના માટે શહેરી વસ્તીથી દુર વૈકલ્પિક વ્યવસ્થા આપીને તેમને દુર મોકલવા જોઈએ એમ શહેરીજનોનું માનવુ છે.

ઉલ્લેખનીય છે કે મહાવીરનગર ચાર રસ્તા પાસે શુક્રવારે સવારે વિમળાબેન પટેલ (ઉ.વ.૭૦) તથા કાંતાબેન સોની (ઉ.વ.૭૮) ચાલવા નિકળ્યા હતા ત્યારે અચાનક બે આખલા લડતા લડતા સર્કલ પાસે દોડી આવ્યા હતા. જોકે ઉંમરના હિસાબે વિમળાબેન ઉભા હતા ત્યારે અચાનક આવેલા આખલાએ તેમને શિંગડે ભેળવી ઉછાળી મુકયા હતા તેજ પ્રમાણે કાંતાબેન સોનીને પણ આખલાએ હડફેટે લઈ રોડ પર પછાડી દીધા હતા. જેના કારણે બંને મહિલાઓને સારવાર આપવાની ફરજ પડી હતી. સમગ્ર ઘટના અંગે શહેરમાં રહેતા અનેક લોકોને ખબર પડતાં નગરપાલિકા અને વહીવટી તંત્ર પર ફીટકાર વરસાવ્યો હતો.

Advertisement

જિલ્લા કલેકટરે શુક્રવારે જાહેરનામુ પ્રસિદ્ધ કર્યું

સાબરકાંઠા જિલ્લામાં જાહેર રસ્તાઓમાં કેટલાક લોકો દ્વારા ઘાસચારો વેચાતો હોય અને જીવદયા પ્રેમીઓ દ્રારા રોડ ઉપર વાહન પાર્ક કરી જાહેરમાં રખડતા પશુઓને ઘાસચારો ખવડાવતા હોય છે. જેથી અકસ્માત થવાની શક્યતાઓરહેલી છે. આથી આમ જનતાની સલામતી હેતુસર જિલ્લા મેજિસ્ટ્રેટ નૈમેષ દવે દ્વારા જાહેર રસ્તાઓ, જાહેર માર્ગો, ફૂટપાથ ઉપર કોઈપણ વ્યક્તિ દ્વારા ઘાસચારાનું વેચાણ કરવા તથા જાહેરમાં પશુઓને ઘાસચારો નાખવા તે સમગ્ર બાબતો ઉપર પ્રતિબંધ મુકયો છે. જેમાં રિલાયન્સ માર્ટ સામે, બેરણા રોડ, હિંમતનગર, જૂની જિલ્લા પંચાયતની આગળ રેલ્વે ફાટક સામે, દુર્ગા કોમ્પ્લેક્સ વાળા રેલવે ફાટક પાસે, સી.સી શેઠના પેટ્રોલ પંપ સામે ગળનાળા ઉપર, જેપી મોલ સામે મહાકાલી -ગાયત્રી મંદિર રોડ, ધાણધા ફાટક પાસે, છાપરીયા ચોકડી હનુમાનજી મંદિર પાસે, બળવંતપુરા ફાટક પાસે, ડેમાઇ રોડ આ જાહેર માર્ગો પર પશુઓને ઘાસચારો નાખી શકાશે નહીં.

અહેવાલ - યશ ઉપાધ્યાય

Advertisement

આ પણ વાંચો - ઇડરમાં દબાણ હટાવ ઝુંબેશ દરમિયાન ઘર્ષણ બાદ પોલીસની ફોજ ખડકી દેવાઈ

આ પણ વાંચો - ઇડરમાં દબાણો દુર કરાતાં બસ સ્ટેશન સુધીનો વિસ્તાર સૂમસામ બન્યો

Tags :
Advertisement

.