ખાડી વિસ્તારમાં મીઠા/જમીન સર્વેક્ષણ માટે ગયેલી ટીમનાં ગુમ થયેલ 3 સભ્યોનું BSF એ રેસ્ક્યૂ કર્યું
- BSF ની ટીમ દ્વારા અમદાવાદની કંપનીનાં 3 સભ્યોનું રેસ્ક્યૂ કર્યું
- ખાડી વિસ્તારમાં મીઠા/જમીન સર્વેક્ષણ માટે ગયેલી ટીમનાં 3 સભ્યોનો સંપર્ક તૂટ્યો હતો
- ડ્રોનની મદદથી BSF દ્વારા ફસાયેલા લોકોને જોવામાં આવ્યા હતા
- પાણીનું સ્તર વધતાં બીએસએફની ટીમ ફસાયેલા લોકો સુધી પહોંચી હતી
અમદાવાદની GHCL લિમિટેડ કંપનીનાં 3 સભ્યો 31 જાન્યુઆરીનાં રોજ હાજીપીર સ્થિત આર્ચીયન કેમિકલ કંપનીના ચેનલ દ્વારા એક મોટા માસ્ટર મશીનનો ઉપયોગ કરીને ખાડી વિસ્તારમાં મીઠા/જમીન સર્વેક્ષણ માટે ગયા હતા. પરંતુ, મોડી સાંજે, તેમનો તેમની ટીમ સાથેનો સંપર્ક તૂટી ગયો. 1 ફેબ્રુઆરીનાં રોજ BSF ની ટીમ દ્વારા ડ્રોનની મદદથી શોધવામાં આવ્યા હતા અને ત્યાર બાદ BSF ટીમે ગુમ થયેલા લોકોનું સફળ રેસ્ક્યૂ કર્યું હતું.
આ પણ વાંચો - Ahmedabad: સેટેલાઈટમાં અકસ્માત, BMW કાર ચાલકે નશાની હાલતમાં BRTS રેલિંગમાં કાર અથડાવી
માહિતી અનુસાર, અમદાવાદમાં આવેલી GHCL લિમિટેડ કંપનીનાં 3 સભ્યો 31 જાન્યુઆરીનાં રોજ હાજીપીર સ્થિત આર્ચીયન કેમિકલ કંપનીના ચેનલ દ્વારા એક મોટા માસ્ટર મશીનનો ઉપયોગ કરીને ખાડી વિસ્તારમાં મીઠા/જમીન સર્વેક્ષણની કામગીરી માટે ગયા હતા. પરંતું આ દરમિયાન ટીમ સાથેનો તેમનો સંપર્ક તૂટી ગયો હતો અને તેઓ ગુમ થયા હતા. આ અંગે જાણ થતાં 1 જાન્યુઆરીનાં રોજ BSF ટીમ સરવે ટીમની શોધ અને બચાવ કરવા માટે સ્પીડ બોટમાં હરામી નાળાની આડી ચેનલમાંથી રવાના થઈ હતી.
આ પણ વાંચો - Gondal: 13માં સર્વ જ્ઞાતિય સમૂહ લગ્નોત્સવનું આયોજન, નવ નવદંપતિઓએ પ્રભુતામાં પગલા માંડ્યા
બીએસએફની ટીમનાં સ્થાનથી લગભગ 4.5 કિમીનાં અંતરે ડ્રોનની મદદથી BSF દ્વારા ફસાયેલા લોકોને જોવામાં આવ્યા હતા. BSF ની ટીમે ભરતી સુધી રાહ જોઈ અને પાણીનું સ્તર વધતાં બીએસએફની ટીમ ફસાયેલા લોકો સુધી પહોંચી હતી. બચાવ ટીમ દ્વારા ફસાયેલ ત્રણેય વ્યક્તિઓને બહાર કાઢવામાં આવ્યા હતા અને સુરક્ષિત રીતે BSF ચોકી પર લાવવામાં આવ્યા હતા.
આ પણ વાંચો - Surendranagar જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય બન્યા Honey Trapનો શિકાર, આરોપીઓએ માંગ્યા 10 લાખ રૂપિયા