Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Botad થી સાળંગપુર 11 કિમિ ની ડાયમંડ એસોસિએશન દ્વારા પદયાત્રાનું આયોજન

2008 બાદમાં આવી હીરા ઉદ્યાગમાં ભયંકર મંદી ડાયમંડ એસોસિએશન દ્વારા કરાયું પદયાત્રાનું આયોજન બોટાદથી સાળંગપુર 11 કિમીની પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું Botad: હીરા ઉદ્યાગમાં અત્યારે ભારે મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. 2008 પછી આવી ભારે મંદી આવી છે,...
botad થી સાળંગપુર 11 કિમિ ની ડાયમંડ એસોસિએશન દ્વારા પદયાત્રાનું આયોજન
  1. 2008 બાદમાં આવી હીરા ઉદ્યાગમાં ભયંકર મંદી
  2. ડાયમંડ એસોસિએશન દ્વારા કરાયું પદયાત્રાનું આયોજન
  3. બોટાદથી સાળંગપુર 11 કિમીની પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું

Botad: હીરા ઉદ્યાગમાં અત્યારે ભારે મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. 2008 પછી આવી ભારે મંદી આવી છે, જેના કારણે અત્યારે રત્નકલાકરો ભારે પરેશાન થઈ રહ્યા છે. મંદીને લઈને ડાયમંડ એસોસિએશન દ્વારા બોટાદ (Botad)થી સાળંગપુર 11 કિમીની પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. હીરા ઉદ્યોગમાં ભારે મંદીના માહોલથી દાદા કષ્ટભંજન દેવ ઉગારે તેવી પ્રાર્થના સાથે પડયાત્રાનું આયોજન કરાયું છે.

Advertisement

આ પણ વાંચો: Mainank Patel: અમેરિકામાં વધુ એક ગુજરાતીની ગોળી મારી હત્યા, સગીરના આડેધડ ફાયરિંગમાં યુવકનું મોત

ડામમંડ એસોસિએશન અને રત્નકલાકારો યોજી પદયાત્રા

નોંધનીય છે કે, આજે બોટાદ (Botad) ખાતે રત્નકલાકારોની મહારેલી સાથે પદયાત્રાનું આયોજન થયું છે. બોટાદ (Botad)થી સાળંગપુર કષ્ટભંજન મંદિર સુધીની બોટાદ ડામમંડ એસોસિએશન અને રત્નકલાકારોની પદયાત્રાનું આયોજન થયું છે. હીરા ઉદ્યોગમાં ભારે મંદના માહોલને લઈ ભગવાન કષ્ટભંજન દાદાને પ્રાર્થના સાથે ડાયમંડ એસોસિએશન પદયાત્રા કરી રહ્યા છે. મોટી સંખ્યામાં હીરા ઉદ્યોગકારો અને રત્નકલાકારો દ્વારા આજે પદયાત્રા કરી દાદાને ધ્વજા ચડવામાં આવશે.

Advertisement

આ પણ વાંચો: Ambaji : ગ્રાહક આંદોલનકારીઓની રાષ્ટ્રીય પરિષદનું આયોજન, 200 ગ્રાહક સંસ્થાઓનાં પ્રતિનિધિઓ હાજર રહ્યા

બોટાદથી સાળંગપુર સુધી પદયાત્રા સાથે રેલીનું આયોજન

હીરા ઉદ્યોગમાં મંદીનું ગ્રહણ દૂર કરે દાદા તેવી પ્રાર્થનાના સાથે બોટાદથી સાળંગપુર સુધી પદયાત્રા સાથે રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર ગુજરાતમાં હીરા ઉદ્યોગમાં મંદીના માહોલમાંથી દાદા કષ્ટભંજન ઉગારે તેવી પ્રાર્થના સાથે પદયાત્રા સાથે ધ્વજા ચડવામાં આવશે. નોંધનીય છે કે, હીરા ઉદ્યોગમાં અત્યારે જે મંદી આવી છે, તેવી મંદી વર્ષો પહેલા એટલે કે 2008 માં આવી હતી.

Advertisement

આ પણ વાંચો: Amreli : કોલકાતાની ઘટનાનાં વિરોધમાં કેન્ડલ માર્ચ, IMA નાં અધ્યક્ષે જાહેરમાં પિસ્તોલ બતાવી કહ્યું- હવે ફરજિયાત..!

Tags :
Advertisement

.